Just In
- 386 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 395 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1125 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1128 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સ્વાદિષ્ટ એગ ચિકન મુગલાઇ પરાઠા
બેંગ્લોર સિટીમાં એક શોપિંગ મોલ છે, જ્યાં એક કેફિટેરિયા છે. આ જગ્યા પર એક ચિકન મુગલાઇ પરાઠા એટલો સારો લાગે છે કે માનો તે સીધો કલકત્તાથી પેક કરીને આવ્યો હોય.
આ ટેસ્ટી પરાઠા તે લોકો માટે વરદાન છે જે પોતાના ઘરથી દૂર રહે છે. જો તમારે પણ કલકત્તાના આ પરાઠા ઘરે બનાવવા હોય તો તમારે ત્યાં જવાની જરૂર નથી પરંતુ તમે તેને તમારા ઘરે જ બનાવી શકો છો.
આ પરાઠામાં ચિકનને ભરવામાં આવે છે અને ઈંડા દ્વારા પરાઠાને લેપ કરવામાં આવે છે. હવે આવો જાણીએ તેને બનાવવાની રીત-
બનાવવાનો સમય- ૪૦ મિનીટ
સામગ્રી-
- ૩ ઈંડા, ફેટેલા
- ૨૦૦ ગ્રામ ચિકન (ખીમા)
- ૧ ડુંગળી ( કાપેલી)
- ૧ ટામટું (કાપેલુ)
- ૫-૬ લીલા મરચાં (કાપેલા)
- ૧ નાની ચમચી આદુની પેસ્ટ
- ૧ ચમચી લસણની પેસ્ટ
- ૧ નાની ચમચી જીરું પાવડર
- ૧ નાની ચમચી ધાણા પાવડર
- ૧ નાની ચમચી કશ્મીરી લાલ મરચું
- ૧ નાની ચમચી હળદર પાવડર
- ૧ નાની ચમચી ગરમ મસાલા પાવડર
- ૧ નાની ચમચી કાળા મરીનો પાવડર
- ૨ કપ મેંદો
- ૧ કપ ઘઉંનો લોટ
- દૂધ ૧ કપ
- ધાણા
- મીઠું- સ્વાદ મુજબ
બનાવવાની રીત-
૧. લોટ અને મેંદાને મિક્સ કરીને તેમાં મીઠું અને દૂધ મેળવો. પછી તેમાં પાણી નાંખીને મુલાયમ લોટ બાંધો. ત્યાર પછી લોટને કોઈ ભીના કપડાં દ્વારા થોડી વાર માટે ઢાંકીને રાખી દો.
૨. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું નાંખો. પછી કાપેલી ડુંગળી અને લીલા મરચાં નાંખીને ગુલાબી થાય ત્યા સુધી ફ્રાય કરો.
૩. ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાંખીને હલાવો. પછી તેમાં પીસેલું ચિકન ખીમાં મિક્સ કરો અને બધા જ મસાલા તથા મીઠું નાંખો.
૪. હવે ચિકનને ધીમી આંચ પર ગુલાબી થાય ત્યાં સુધી બનાવો.
૫. ત્યાર પછી તેમાં કાપેલા ટામેટાં નાંખીને હલાવો. પછી તેમાં લીલી ધાણા કાપીને નાંખો અને આંચને બંધ કરી દો.
૬. તમારું ચિકન ભરવાનું તૈયાર છે.
૭. હવે લોટમાંથી મધ્યમ આકારની લોઈ બનાવો અને તેને થોડી વણીને તેની વચ્ચે ચિકન ભરવાનું નાંખીને લોઈને બંધ કરીને પરાઠા બનાવો.
૮. હવે નોન સ્ટિક તવો ગરમ કરો અને થોડું તેલ નાંખીને ગરમ કરો. પછી એક ઈંડું તોડીને કટોરીમાં નાંખો.
૯. તવા પર પરાઠા નાંખીને શેકો અને તેના પર બ્રશની મદદથી ફેટેલું ઈંડુ લગાવો.
૧૦. પરાઠાને ફેરવીને બીજી બાજુ પણ ઈંડું લગાવો. પરાઠા ઉપર થોડો કાળા મરીનો પાવડર અને મીઠું ભભરાવો.
૧૧. તેના પછી તેને ફ્રાઈ કરીને સર્વ કરો.