For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવાળી સ્પેશિયલ : ખાંડ વગર બનાવો બેક્ડ અંજીર ઘુઘરા

Posted By: Staff
|

પરમ્પરાગત વાનગીઓમાં એક તરફ આપને ઢગલાબંધ પૌષ્ટિક તત્વો મળશે, તો બીજી તરફ ઢગલાબંધ ફૅટ તેમજ કૅલોરીઝ પણ પ્રાપ્ત થશે. દિવાળી આવી રહી છે, ત્યારે અનેક લોકો પોતાનાં ઘરોમાં મિઠાઈ મંગાવે છે કે જેમાં વિપુલ પ્રમાણમાં ફૅટ હોય છે. જો આપ ડાયેટ પર છો કે પછી ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે, તો ખાંડ વગરનાં ઘુઘરા જરૂર બનાવો.

ખાંડ વગરનાં ડ્રાય ફ્રૂટ ધરાવતા ઘુઘરા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને દીવાળીએ ગળી વાનગી તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આવો જાણીએ કે આ દીવાળીને સ્પેશિયલ બનાવવા માટે ખાંડ વગરના ડ્રાય ફ્રૂટ ઘુઘરા કઈ રીતે બનાવશો ?

Diwali special – No-sugar, baked anjeer gujiya

સામગ્રી-
* 1 કપ મેદો
* 2. ચમચી રવા
* 2 ચમચી ઘી
* 1/4 કપ દૂધ
* 1/4 કપ અંજીર
* 1/4 કપ ખજૂર
* 20 કાજૂ
* કાજૂ
* પીસ્તા
* 1 ચમચી એલચી પાવડર
* એક ચમચી ખસખસ
* ઘી

વિધિ-

  1. એક ઉંડા વાટકામાં મેદો, રવા અને ઘી મિક્સ કરો. પછી તેમાં દૂધ નાંખી ગુંથી લો. લોટ કડક હોવો જોઇએ. પછી તેને કોઇક કપડા વડે ઢાંકીને એક બાજુએ મૂકી દો.
  2. એક બીજા વાટકામાં ઘુઘરામાં ભરવાની તમામ સામગ્રીઓ નાંખો, બસ દૂધ અને પાણી ન મેળવતા.
  3. તેમાં ખજૂર અને અંજીર ભળેલા છે. તેથી સામગ્રીમાં ખાંડ નાંખવાની જરૂર નથી.
  4. હવે ઘુઘરા બનાવાની પ્રક્રિયા શરૂ કરો.
  5. લોટની નાનકડી લોઈ લઈ તેને વણીને ઘુઘરાનાં સંચામાં ગોઠવો.
  6. પછી વચ્ચે 1 ચમચી ભરવાની સામગ્રી રાખો અને ઘુઘરાના સંચાને બંધ કરી ઘુઘરા બનાવો.
  7. ઘુઘરાને સીલ કરવા માટે હળવુક પાણી અને દૂધ લગાવો.
  8. આ રીતે ઢગલાબંધ ઘુઘરા તૈયાર કરો અને તેમને એક-એક કરીને બેકિંગ ટ્રે પર મૂકો.
  9. બેકિંગ ટ્રે પર સૌપ્રથમ ઘી લગાવો.
  10. હવે ઓવનને 180 ડિગ્રીએ પ્રીહીટ કરી લો અને તેમાં ઘુઘરાને 25 મિનિટ સુધી બેક કરો.
  11. જ્યારે ઘુઘરા તૈયાર થઈ જાય, ત્યારે તેને ઠંડા કરી ઍરટાઇટ કંટેનરમાં મૂકી દો.
[ of 5 - Users]
English summary
Here’s Master Chef Sanjeev Kapoor’s no sugar and baked dates and anjeer gujiya that you can try this Diwali.
X
Desktop Bottom Promotion