For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દિવાળી સ્પેશિયલ કુકીઝ

Posted By: Super Admin
|

દિવાળી એક એવો તહેવાર છે કે જેને સૌ કોઈ ખાઈ-પીને અને મોજ-મસ્તી સાથે પસાર કરવાનું પસંદ કરે છે. ઘણા લોકો દિવાળી-બેસતા વર્ષની તૈયારીઓ 10 દિવસ અગાઉથી જ શરૂ કરી દે છે. ઘરની મહિલાઓ ઘરની સાફ-સફાઈ કર્યા બાદ નાશ્તા માટેની વાનગીઓ બનાવવા પર ધ્યાન આપવાનું શરૂ કરી દે છે. અમારા બ્લૉગર કે જેમનું નામ નેહા માથુર છે, દિવાળી-બેસતા વર્ષ પ્રસંગે આપણી સાથે પોતાની સ્પેશિયલ સ્નૅક્સ રેસીપી શૅર કરી રહ્યા છે. નેહાજી, આપણને બતાવી રહ્યા છે કે આપણ દિવાળીએ રંગ-બેરંગી અને ડિઝાઇનર કુકીઝ કઈ રીતે બનાવી શકીએ.

આ કુકીઝ જોવામાં ખૂબ જ પ્યારી લાગે છે, તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. કુકીઝ હળવી અને ક્રિસ્પ બનશે. તો મિત્રો, જો આપ આ દિવાળી-બેસતા વર્ષે પોતાનાં ઘરે આવતા મહેમાનોનાં વખાણ પામવા માંગતા હોવ, તો સ્પેશિયલ કુકીઝ બનાવવી જરાય ન ભૂલતા. આવો જાણીએ દિવાળી સ્પેશિયલ કુકીઝ બનાવવાની વિધિ -

Diwali Special Cookies Recipe

સામગ્રી :
મેદો - 230 ગ્રામ
બૅકિંગ સોડા - 1/2 ચમચી
બટર - 115 ગ્રામ
મીઠું - 1/4 ચમચી
બુરૂ ખાંડ - 100 ગ્રામ
ઇંડુ - 1
વેનિલા એક્સટ્રૅક - 1 ચમચી

આઇસિંગ માટે
ઇંડાનો સફેદ ભાગ - 1 લિંબુનો રસ - 1 ચમચી બુરૂ ખાંડ - દોઢ કપ

વિધિ -
* એક વાડકામાં મેદો, મીઠું અને બૅકિંગ સોડા સાથે મેળવો.
* હવે એક બાજુ બટર અને ખાંડને એટલું ફેંટો કે તે ફૂલી જાય.
* પછી તેમાં ઇંડા અને વેનિલા એક્સટ્રૅક મિક્સ કરો.
* હવે આ મિશ્રણને મેદા સાથે મેળવી સારી રીતે મિક્સ કરો અને એક નરમ લોટ તૈયાર કરો.

વિધિ :
* લોટને બે ભાગોમાં વહેંચી એક ભાગને કોઇક પાતળી પૉલિથીનમાં વિંટી લો.
* હવે તેને ફ્રીઝમાં લઘુત્તમ 304 કલાક માટે મૂકો.
* ઓવનને પહેલાથી જ 180 ડિગ્રી પર હીટ કરો.
* બૅકિંગ ટ્રે પર શીટ પાથરી તેની ઉપર તૈયાર લોટ ફેલાવો. લોટ લગભગ 7 ઇંચ જાડુ હોવું જોઇએ.
* હવે કુકી કટરની મદદથી આપ તેને મનપસંદ આકારમાં કાપી ડિઝાઇન કરી શકો છો.

વિધિ :
* હવે કાપેલી કુકીઝને ફ્રીઝમાં 10 મિનિટ માટે મૂકો.
* તેમને કાઢી 9 મિનિટ માટે બૅક કરો.
* તેમને હળવા-સોનેરી થવા સુધી બૅક કરો અને પછી કાઢીને ઠંડી કરી લો.

આઇસિંગ વિધિ :
* એક સ્વચ્છ વાટકામાં ઈંડાનો સફેદ ભાગ અને લિંબુનો રસ મેળવો.
* હવે ઝીણી ખાંડને ગાળીને તેનું પાવડર ઇંડાનાં ઘોળમાં મિક્સ કરો.
* 2-3 મિનિટ માટે ફેંટો
* જો આપની આઇસિંગ ખૂબ પાતળી થઈ ગઈ હોય, તો આપ તેને ગાઢી કરવા માટે વધુ ખાંડ મેળવી શકો છો.

વિધિ -
* જો આઇસિંગ બહુ વધારે ગાઢી થઈ ગઈ હોય, તો આપ તેમાં થોડાક પ્રમાણમાં પાણી ઉમેરી શકો છો.
* આ આઇસિંગ ખૂબ જલ્દી સુકાવા લાગે છે. તેથી આપે તેને કાયમ ઢાંકીને જ રાખવું પડશે.
* પછી તેને મનપસંદ અંદાજમાં સજાવી લો.

[ of 5 - Users]
English summary
Last year I made these sugar cookies to give Diwali spread a modern twist. The cookies were light and crisp. They were much appreciated and so I want to share them with you all. Here is the recipe.
Story first published: Tuesday, October 25, 2016, 11:55 [IST]
X
Desktop Bottom Promotion