For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળકોનાં ટિફિન માટે બનાવો ક્રીમી મેકરોની વિથ બ્રોકલી

બ્રોકલી ખૂબ જ પૌષ્ટિક શાક છે કે જેમાં એંટી ઑક્સીડંટ અને ફાયટોકેમિકલ્સ પ્રચૂર પ્રમાણમાં હોય છે.

Posted By: Super Admin
|

બ્રોકલી ખૂબ જ પૌષ્ટિક શાક છે કે જેમાં એંટી ઑક્સીડંટ અને ફાયટોકેમિકલ્સ પ્રચૂર પ્રમાણમાં હોય છે.

બ્રોકલીમાં આયર્ન, કૅલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ક્રોમિયમ, પ્રોટીન, વિટામિન એ અને સી તથા બીજા પણ અનેક પોષક તત્વો ભારે પ્રમાણમાં હોય છે.

બ્રોકલી ખાવાથી કૅંસરનો ખતરો ઓછો થઈ જાય છે.

આજે અમે આપના માટે ખૂબ જ સરળ રેસિપી લઈને આવ્યા છીએ કે જેને આપ મિનિટોમાં બનાવી સર્વ કરી શકો છો.

શું આપનું બાળક પણ સ્કૂલમાંથી લંચ બૉક્સ ભરેલું જ ઘરે પરત લઈને આવી જાય છે ? બાળક હંમેશા ટિફિનમાં કેટલીક યમી અને ડિફરંટ ડિશિસ શોધે છે. તેથી આજે અમે આપના માટે એક એવી રેસિપી લાવ્યા છીએ કે જે હેલ્ધી હોવાની સાથે આપનાં બાળકને પણ પસંદ આવશે.

broccoli mac and cheese recipe

સામગ્રી :

* એક કપ બાફેલી મૅકરોની

* 1 કપ હળવા બાફેલા બ્રોકલીનાં ફૂલ

* 2 ટેબલ સ્પૂન માખણ

* 1 ટી સ્પૂન ઝીણું સમારેલું લસણ

* 1 ટેબલ સ્પૂન કાપેલું તાજું બેસિલ

* 1 કપ દૂધ

* એક ચતુર્થાંશ કપ ફ્રેશ ક્રીમ

* અડધું કપ કસાયેલું પ્રોસેસ્ડ ચીઝ

* સ્વાદ મુજબ મીઠું અને વાટેલી કાળી મરી

વિધિ :

* એક પહોળા નૉન સ્ટિક પૅનમાં માખણ ગરમ કરો, લસણ નાંખી મધ્યમ આંચ પર કેટલીક સેકન્ડ્સ સેકી લો.

* બ્રોકલી નાંખી મધ્યમ આંચ પર 2-3 મિનિટ સુધી સેકી લો.

* બેસિલ, દૂધ, ક્રીમ અને ચીઝ નાંખી સારી રીતે મેળવી લો અને વચ-વચમાં હલાવતા મધ્યમ આંચ પર 1થી 2 મિનિટ સુધી પકવી લો.

* નમક અને કાળી મરી નાંખી એક મિનિટ સુધી પકાવી લો.

* મૅકરોની નાંખી વચ-વચમાં હલાવતા મધ્યમ આંચ પર એકથી બે મિનિટ સુધી પકાવી લો. પછી તરત પિરસો.

[ of 5 - Users]
Read more about: snacks
English summary
"Comfort" food in every sense of the word, this recipe updates classic mac and cheese with a blend of creamy cheddar and bold Broccoli Rabe.
Story first published: Monday, May 15, 2017, 9:40 [IST]
X
Desktop Bottom Promotion