બ્રાઉન બટર શુગર કુકીઝ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આજે અમે આપને બ્રાઉન બટર શુગર કુકીઝ બનાવતા શિખવાડીશું કે જેને આપના પરિજનો અને ખાસ તો બાળકો બહુ પસંદ કરવાનાં છે. તો ઇંતેજાર કઈ વાતનો ? આવો જાણીએ તેને બનાવવાની વિધિ.

જો આપ પણ નાતાલની તૈયારીઓમાં વ્સ્ત છો અને ઇન્ટરનેટ પર ખાવા-પીવાની વસ્તુઓની રેસિપીઝ શોધી રહ્યા છો, તો આપ બિલ્કુલ યોગ્ય સ્થાને આવ્યાં છો. હા જી, નાતાલ એટલે કે ક્રિસમસ પર કુકીઝ એક એવી આયટમ છે કે જે ખૂબ લોકપ્રિય છે.

આજે અમે આપને બ્રાઉન બટર શુગર કુકીઝ બનાવતા શિખવાડીશું કે જેને આપના પરિજનો અને ખાસ તો બાળકો બહુ પસંદ કરવાનાં છે. તો ઇંતેજાર કઈ વાતનો ? આવો જાણીએ તેને બનાવવાની વિધિ.

Brown Sugar Cookies For christmas

તૈયારીમાં સમય : 60 મિનિટ

પકાવવામાં સમય : 41-50 મિનિટ

સર્વિંગ્સ : 4

સમગ્રી :

* માખણ - 1 કપ

* બ્રાઉન શુગર - 1 કપ, છાંટવા માટે

* મેંદુ - 2 1/2 કપ

* ઇંડું - 1

* બૅકિંગ પાવડર - 1 નાની ચમચી

* તજ પાવડર - 2 નાની ચમચી

* દૂધ - 2 મોટી ચમચી

કુકીઝ બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક પૅનમાં માખણને ગરમ કરો અને પછી તેને એક મોટા વાટકામાં નાંખો. તેની સાથે બ્રાઉન શુગર નાંખી સારી રીતે ફેંટો.

2. હવે આ વાટકામાં મેંદુ, બૅકિંગ પાવડર અને તજ પાવડર મેળવો. ઉપરથી દૂધ નાંખો અને સારી રીત મિક્સ કરો.

3. હવે તેને ઢાંકીને ફ્રિઝમાં અડધો કલાક માટે મૂકી દો.

4. ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો. હવે ફ્રિઝમાંથી કુકીઝ વાળો વાટકો કાઢી તેની લોઈ બનાવો.

5. એક-એક લોઈને હાથોની વચ્ચે રાખી દબાવી દો.

6. આ રીતે ઢગલાબંધ કુકીઝ બનાવી લો અને પછી બૅકિંગ ટ્રે પર કુકીઝને બટર પેપર પાથરી 2 ઇંચનાં ગૅપ પર રાખી દો.

7. કુકીઝ પર થોડુંક બ્રાઉન શુગર છાંટો.

8. 10-15 મિનિટ માટે કુકીઝને બૅક કરી લો. તેને વચ્ચે-વચ્ચે જોતા રહો, કારણ કે જો તે વધુ કુક થઈ જાય, તો કડક થઈ જશે.

9. ટ્રેને ઓવનમાંથી બહાર કાઢો અને સામાન્ય તાપમાન સુધી ઠંડી થવા દો.

10. હવે આપ તેને આરામથી સર્વ કરી શકો છો.

English summary
Here we have brown butter sugar cookies for christmas , a cookie whose flavor runs deep and is an easy upgrade from traditional sugar cookies.
Story first published: Tuesday, December 20, 2016, 14:20 [IST]