For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બીકાનેરી ચણા દાળ પરોઠા

Posted By: Lekhaka
|

આજે અમે આપને બીકાનેરી ચણા દાળ પરોઠા બનાવતા શીખવાડીશું કે જે ખૂબ ટેસ્ટી હોય છે. આ પરોઠા આપ આપને દુકાને નહીં મળે, પણ આ પરોઠા આપે ઘરે જ બનાવવાં પડશે. તો આવો જોઇએ તેને બનાવવાની સરળ વિધિ -

રાજસ્થાની ખાણાની વાત કરવામાં આવે, તો તે ખૂબ ટેસ્ટી હોય છે. જો વેજ ફૂડની વાત કરવામાં આવે, તો તે બે પ્રકારનાં હોય છે. પહેલું કે જે ઢગલાબંધ મસાલાઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે અને બીજું મારવાડી જૈન લોકોનું ભોજન કે જેમાં ડુંગળી અને લસણનો ઉપયોગ નથી થતો.

પરંતુ આજે અમે આપને બીકાનેરી ચણા દાળ પરોઠા બનાવતા શીખવાડીશું કે જે ખૂબ ટેસ્ટી હોય છે. આ પરોઠા આપ આપને દુકાને નહીં મળે, પણ આ પરોઠા આપે ઘરે જ બનાવવાં પડશે. તો આવો જોઇએ તેને બનાવવાની સરળ વિધિ -

Bikaneri Parantha Recipe

કેટલા સભ્યો માટે - 4

તૈયારીમાં સમય - 1.30થી 2 કલાક

પકાવવામાં સમય - 26થી 30 મિનિટ

પરોઠા માટેની સામગ્રી -

* 1 કપ પલાડેલા ચણાની દાળને થોડાક મીઠા અને હળદર સાથે મિક્સ કરી ઉકાળો.

* 1 1/2 - ઘઉંનો લોટ

* 1 - ચમચી ઘી

* 1 ચમચી - સમારેલું આદુ

* 2-3 - લીલા મરચાં

* 1 1/2 - ધાણા પાવડર

* લાલ મરચું પાવડર - 1 ચમચી

* હીંગ - 1/4 ચમચી

* આમ્રચૂર પાવડર - 1 ચમચી

* ગરમ મસાલા પાવડર - 1 ચમચી

* ઝીણી સમારેલી ડુંગળી - 6-8

* તાજી કોથમીર - 6-8

* મીઠું - સ્વાદ મુજબ

* તેલ - 1 ચમચી

વિધિ -

સ્ટેપ 1 : એક પૅનમાં ઘી ગરમ કરો. તેમાં આદુ અને લીલું મરચું નાંખી 1 મિનિટ સુધી પકાવો. પછી તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, હીંગ, આમ્રચૂર, ગરમ મસાલા પાવડર અને પકાવેલી દાળ નાંખી સારી રીતે મિક્સ કરી લો. તેને 3-4 મિનિટ સુધી પકાવો. પછી તેને એક વાટકામાં નાંખી ડુંગળી મેળવો.

સ્ટેપ 2 : કોથમીરને ઝીણી સમારી લો અને તેને દાળમાં મેળવો. પછી ઊપરથી સ્વાદ મુજબ મીઠું નાંખીને મૂકી દો.

સ્ટેપ 3 : એક વાટકામાં ઘઉંનો લોટ, મીઠું અને આવશ્યકતાનુસાર પાણી નાંખી તેને ઢીલું ગૂંથી લો. પછી તેમાં થોડુંક તેલ મેળવો અને ફરીથી ગૂંથો.

સ્ટેપ 4 : હવે એક નૉન સ્ટિક તવો ગરમ કરો.

સ્ટેપ 5 : પછી લોટથી 2 લોઈ કાઢો અને તેમને પાતળી વણી લો.

સ્ટેપ 6 : એક રોટલી પર 2 ચમચી દાળ ભરો અને પછી બીજી વણેલી રોટલી, પહેલા વાળી રોટલી પર મૂકી સીલ કરી દો. પછી આ પરોઠાને ગરમ તવા પર નાંખી બંને તરફથી સેકી લો અને ઘી લગાવીને પકાવો. જ્યારે પરોઠો ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેને પ્લેટ પર મૂકો.

સ્ટેપ 7 : પરોઠાને 4 ભાગોમાં ચપ્પુથી કાપી લો અને ચટણી સાથે સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Bikaneri stuffed chana dal paratha, which is another popular Rajshtani preparation. Today we will tell you how to prepare this at home.
Story first published: Monday, January 2, 2017, 11:07 [IST]
X
Desktop Bottom Promotion