For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાસુંદી રેસિપી : કેવી રીતે બનાવશો પારંપરિક બાસુંદી ?

ભારતનાં પશ્ચિમી ભાગે બનતી મુખ્ય મિઠાઈ છે બાસુંદી. આજે અહીં પારંપરિક બાસુંદી બનાવવાની વિધિનો વીડિયો અને ફોટોસ વડે સ્ટેપ બાય સ્ટેપ જણાવવામાં આવી રહ્યું છે.

Posted By: Lekhaka
|

સૂકા મેવાથી ભરેલી અને એલચીની મનમોહક સુગંધ ધરાવતી બાસુંદી મુખ્યત્વે ગુજરાત, કર્ણાટક તથા મહારાષ્ટ્રની પારંપરિક મિટાઈ છે. દૂધથી બનતી આ મિઠાઈ ગુજરાતમાં ખાસ તો તહેવારો અને લગ્ન સમારંભોમાં બનાવવામાં આવે છે. આપ ઇચ્છો તો તેને ઠંડી ખાવો કે પછી ગરમા-ગરમ પૂરીઓ સાથે મહેમાનોને ખવડાવો. તેનો સ્વાદ એવો જામે છે કે દરેક વ્યક્તિ તેનાં વખાણ કરે છે.

ફટાફટ બનતી આ મિઠાઈમાં વધારે સામગ્રી પણ નથી લાગતી. તેથી જો ાપ ઇચ્છો, તો તેને પાર્ટી માટે ફટાકથી તૈયાર કરી શકો છો. બાળકોની આ મનપસંદ મિઠાઈને બનાવવા માટે આજે અમે અહીં આપની સાથે શૅર કરી રહ્યા છીએ, તેની સ્ટેપ બાય સ્ટેપ રેસિપી, વીડિયો અને ફોટોસ. આ સૌની મદદથી આપ તેને ઘરે એક વાર જરૂર બનાવો.

બાસુંદી રેસિપી વીડિયો

basundi recipe
બાસુંદી રેસિપી. કેવી રીતે બનાવશો મહારાષ્ટ્રિયન બાસુંદી. ફટાફટ બાસુંદી રેસિપી. પારંપરિક બાસુંદી રેસિપી
બાસુંદી રેસિપી. કેવી રીતે બનાવશો મહારાષ્ટ્રિયન બાસુંદી. ફટાફટ બાસુંદી રેસિપી. પારંપરિક બાસુંદી રેસિપી
Prep Time
5 Mins
Cook Time
20M
Total Time
25 Mins

Recipe By: મીના ભંડારી

Recipe Type: મિઠાઈ

Serves: 2 લોકો માટે

Ingredients
  • ફુલ ક્રીમ ધરાવતું દૂધ - 1/2 લીટર

    ખાંડ - 3 ટેબલ સ્પૂન

    સમારેલા કાજૂ - 4 ટેબલ સ્પૂન

    સમારેલી બદામ - 1 ટેબલ સ્પૂન

    એલચી પાવડર - 1/2 ટી સ્પૂન

Red Rice Kanda Poha
How to Prepare
  • 1. એક નૉન સ્ટિક અને મોટા તળ વાળા પૅનમાં દૂધ નાંખો.

    2. દૂધને ઉકળવા દો, સાથે-સાથે તેને સતત હલાવતા પણ રહો કે જેથી તે બળે નહીં.

    3. દૂધને ત્યાં સુદી ઉકાળો કે જ્યાં સુધી તે અડધું ન થઈ જાય.

    4. હવે ખાંડ નાંખો અને 2-3 મિનિટ હલાવતા રહો.

    5. હવે સમારેલા બદામ અને કાજૂ મેળવો.

    6. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.

    7. હવે અંતે એલચી પાઉડર ભભરાવો અને ગૅસ બંધ કરી તેને પિરસો.

Instructions
  • 1. દૂધમાં ઉકાળતી વખતે તેને સતત હલાવતા રહો કે જેથી તે પૅનનાં સાઇડ્સ પર ચોંટે નહીં.
  • 2. બળવાથી બચાવવા માટે તેને હંમેશા ધીમી આંચ પર પકાવો.
  • 3. ખાંડ હમેશા દૂધ ગાઢુ થયા બાદ જ નાંખો, નહિંતર બાસુંદી ગાઢી નહીં થાય.
  • 4. આપ ઇચ્છો, તો તેમાં સ્વાદ અને ફ્લેવર માટે કેસરનો ઉપયોગ પણ કરી શકો છો.
Nutritional Information
  • સર્વિંગ સાઇઝ - 1 cup
  • કૅલોરીઝ - 398 cal
  • ફૅટ - 17 g
  • પ્રોટીન - 14 g
  • કાર્બોહાઇડ્રેટ્સ - 48 g
  • શુગર - 46 g

સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો બાસુંદી ?

1. એક નૉન સ્ટિક અને મોટા તળ વાળા પૅનમાં દૂધ નાંખો.

2. દૂધને ઉકળવા દો, સાથે-સાથે તેને સતત હલાવતા પણ રહો કે જેથી તે બળે નહીં.

3. દૂધને ત્યાં સુધીઉકાળો કે જ્યાં સુદી તે અડધું ન થઈ જાય.

4. હવે ખાંડ મેળવો અને 2-3 મિનિટ સુધી હલાવતા રહો.

5. હવે સમારેલા બદામ અને કાજૂ મિક્સ કરો.

6. તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.

7. હવે અંતે એલચી પાવડર ભભરાવો અને ગૅસ બંધ કરી તેને પિરસો.

[ 4 of 5 - 94 Users]
Read more about: દૂધ મિઠાઈ
English summary
Basundi is a traditional sweet that is prepared for festivals mainly in the states of Karnataka, Maharashtra and Gujarat. The basundi is a milk-based sweet and is prepared by reducing the milk to half and adding sugar, elaichi powder and dry fruits to it.
X
Desktop Bottom Promotion