For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેરીનાં અથાણા સાથે આરોગો પંજાબી બટાકા-પૂરી

Posted By: Lekhaka
|

જો આપને સામાન્યતઃ સમજાતું નથી કે નાશ્તામાં શું બનાવવામાં આવે, તો પંજાબી બટાકા-પૂરી સૌથી બેસ્ટ ઑપ્શન છે. બટાકા-પૂરીમાં બાફેલા બટાકા નાંખવામાં આવેછે કે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

જો આપને સામાન્યતઃ સમજાતું નથી કે નાશ્તામાં શું બનાવવામાં આવે, તો પંજાબી બટાકા-પૂરી સૌથી બેસ્ટ ઑપ્શન છે. બટાકા-પૂરીમાં બાફેલા બટાકા નાંખવામાં આવેછે કે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

જો આપનાં ઘરે લોકો બ્રેડ વિગેરે ખાવાનું પસંદ નથી કરતા, તો આપ આ પૂરી બનાવી શકો છો. હવે આવો વગર વાર લગાડ્યે જાણીએ તેને બનાવવાની વિધિ.

Aloo Puri Recipe For Breakfast

તૈયારીમાં સમય - 15 મિનિટ

પકવવામાં સમય - 20 મિનિટ

જરૂરી સામગ્રી :

* ઘઉંનો લોટ - 3 કપ

* બટાકા - 2 બાફેલા

* કોથમીર - 2 ચમચી

* ધાણા પાવડર - 1 નાની ચમચી

* લાલ મરચાનું પાવડર - 1/4 નાની ચમચી

* અજમો - 1/4 નાની ચમચી

* તેલ - તળવા માટે

* નમક - સ્વાદાનુસાર

વિધિ :

1. સૌપ્રથમ એક મોટા વાસણમાં લોટ લો. તેમાં બાફેલા બટાકા છોલ્યા બાદ મસળીને મેળવો.

2. આ સાથે મીઠું, અજમો, લાલ મરચુ પાવડર, ધાણા પાવડર અને કોથમીર નાંખો.

3. પછી તેમાં થોડુંક-થોડુંક પાણી મેળવતા લોટ ગુંથો.

4. તે પછી બટાકાને થોડી મિનિટો માટે કોઇક કપડાથી ઢાંકીને મૂકી રાખો કે જેથી લોટ સેટ થઈ જાય.

5. પછી લોટની લોઈ બનાવો અને પછી તેમની પૂરી તૈયાર કરો.

6. હવે કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં પૂરીઓને સારી રીતે તળી લો.

7. લો આપની બટાકાની પૂરીઓ તૈયાર થઈ ગઈ.

[ of 5 - Users]
English summary
Aloo Puri is a very popular Indian breakfast dish. So, learn to make Aloo Puri here on hindi boldsky.
Story first published: Thursday, November 17, 2016, 11:57 [IST]
X
Desktop Bottom Promotion