પનીરની ૧૧ સ્વાદિષ્ટ રેસીપી

Posted By: Lekhaka
Subscribe to Boldsky

પનીરની કોઈ પણ ડિશ હોય તે આખા ભારતમાં પોપ્યુલર છે. ભલે તે પનીર ટિક્કા, મલાઈ પનીર, પનીર કોફ્તા, બટર પનીર, મેથી મલાઇ પનીર, પનીર પરાઠા રોલ હોય કે ચાહે ગાર્લિક પનીર. પનીરની સબ્જી ખૂબ જ સામાન્ય સબ્જી છે જે દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને પરીવારના લોકો તેને ખુબ જ મજાની સાથે ખાય પણ છે.

તમારા ઘરમાં પણ જો દરેક જણ પનીરના શોખીન હોય તો રાહ ના જોવો કેમ કે અમે તમને પનીરની ૧૧ સૌથી સ્વાદિષ્ટ સબ્જી તથા પકવાન વગેરે બનાવવાની રીત બતાવીશું. તમારું જ્યારે પણ મન કરે તમે પનીરની ડિશ બનાવી શકો છો, ચાહે તે કોઈ પણ તીજ- તહેવાર હોય કે પછી સન્ડેનો દિવસ. તમારો મૂડ બનાવો અને શરુ થઈ જાઓ તમારા કિચનમાં પનીરની ડિશ બનાવવા માટે.

આ પનીરની એવી રેસીપીઝ છે જેને ખાઈને તમને અને તમારા બાળકોને આંનદ આવશે. તો આવો રાહ કોની જોવો છો બનાવીએ સ્વાદિષ્ટ પનીરની સ્પેશિયલ ડિશ.

મસાલેદાર પનીર ટિક્કા

મસાલેદાર પનીર ટિક્કા

પનીર ટિક્કા ખૂબ પોપ્યુલર ડિશ છે જેને દરેક જણ પસંદ કરે છે. પનીર ટિક્કા થોડું મસાલેદાર જરૂર હશે પણ સ્વાદમાં તેનો મુકાબલો કોઈ નહીં કરી શકે.

પાર્ટી પર બનાવો મલાઈ પનીર

પાર્ટી પર બનાવો મલાઈ પનીર

મલાઈ પનીર એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી હોય છે, જેને તમે પાર્ટ કે તહેવાર પર બનાવી શકો છો. તેને ખાવાવાળા મલાઇદાર ગ્રેવીના સ્વાદને ક્યારેય પણ નહીં ભૂલે.

પાલક પનીર કોફ્તા

પાલક પનીર કોફ્તા

સન્ડે ના દિવસે તમારી રજા હોય છે, તો દેખીતી વાત છે કે તમારી પાસે સારો એવો સમય રહેતો હશે. જો તમે આ સન્ડે ક્યાંક બહાર ખાવાનો પ્લાના બનાવી રહ્યા હોય તો ક્યાંય જવાની જગ્યાએ ઘરે જ આ સ્વાદિષ્ટ પાલક પનીર કોફ્તા બનાવો.

બટર પનીર

બટર પનીર

બટર પનીર મોટાભાગે ઘરમાં બધાને જ પ્રિય હોય છે. જો દિવાળીમાં પનીરની રેસીપી ના બનાવી તો મજા નથી આવતી. તો એવામાં તમે તમારા પરીવાર માટે બટર પનીર જરૂર બનાવો.

વટાણા પનીરની સૂકી સબ્જી

વટાણા પનીરની સૂકી સબ્જી

વટાણા પનીરની સબ્જી એક સામાન્ય સબ્જી છે જે દરેક ઘરમાં બનાવવામાં છે. તથા પરીવારના લોકો તેને ખૂબ જ મજાની સાથે ખાય છે. આજે અમે પનીરની સૂકી સબ્જી બનાવીશું જેમાં પનીરને તળ્યા વગર પણ ઉપયોગમાં લઈ શકીશું પનીરને તળવાથી તે કડક થઇ જાય છે. એટલા માટે જો તમે સૂકી પનીર સબ્જી બનાવી રહ્યા હોય તો પનીરને તળ્યા વગર જ નાંખો.

મેથી મલાઇ પનીર

મેથી મલાઇ પનીર

પનીરનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. જો તમે પણ પનીરના શોખીન હોય તો આજે જ બનાવો મેથી મલાઇ પનીર. તે ખાવામાં સ્વાદિષ્ટ છે અને પૌષ્ટિક પણ, તો જો તમારે કંઈક હેલ્દી ખાવું હોય તો તેને બનાવો. તેમાં દૂધ અને મલાઈનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી તેમાં ઘણો રિચ સ્વાદ આવે છે.

પનીર ટિક્કા કાઠી રોલ

પનીર ટિક્કા કાઠી રોલ

પનીર ટિક્કા કાઠી રોલ ભારતમાં રસ્તા પર મળવાવાળું એક સૌથી પોપ્યુલર સ્નેક છે. પનીરને ગાઢા દહીંમાં બધા જ પાવડર મસાલાની સાથે મેરીનેટ કરીને તેને રોટલીમાં લપેટીને સર્વ કરવામાં આવે છે. તો તમને ખૂબ જ ભૂખ લાગી હોય તો તમે તેને તરત જ બનાવીને તરત જ ખાઈ શકો છો. તમે ચાહો તો ઓફિસમાં પણ લઈ જઈ શકો છો. તે ખૂબ જ પોષ્ટિક હોય છે, તો ચાલો જોઈએ તેને બનાવાવની રીતને.

પનીર મિર્ચ મસાલા

પનીર મિર્ચ મસાલા

શું તમે પણ પનીરના વ્યજંન પસંદ કરો છો અને રોજ નવી-નવી ડિશ શોધતા રહો છો? તો ચિંતા ના કરો કેમ કે આજ અમે તમને બતાવીશું પનીરની સૌથી સ્વાદિષ્ટ રેસીપી જેનું નામ પનીર મિર્ચ મસાલા છે. જો તમને મિર્ચ મસાલા ખૂબ પસંદ છે તો તમે આ વ્યંજનને ઘરે પણ ટ્રાઈ કરી શકો છો.

પનીર પરાઠા રોલ

પનીર પરાઠા રોલ

બાળકોને પનીર ખૂબ જ પસંદ હોય છે એટલા માટે જો તમારું બાળક પનીર પસંદ કરે છે તો તેના માટે બનાવો પનીર પરાઠા રોલ. તો આવો શરૂ કરીએ આ સ્વાદિષ્ટ પરાઠા બનવવાની રીત ને.

હોટ ગાર્લિક પનીર

હોટ ગાર્લિક પનીર

ચાઈનીઝ ડિશ આપણા ભારતમાં ખુબ જ લોકપ્રિય થઈ ગઇ છે, તે ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં પણ સરળ હોય છે. ચાયનીઝ ડિશમાં પનીરનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે અમે તમને તેના પ્રયોગથી એક ખાસ ડિશ હોટ ગાર્લિક પનીર બનાવવાનું શીખવીશું.

બદામી પનીર સૂપ

બદામી પનીર સૂપ

જે લોકોને નોનવેજ સારું નથી લાગતું તે લોકો પનીરનો આનંદ માણી શકે છે. પનીરની ડિશ એમ પણ ભારતના ઘરોમાં ખૂબ જ ફેમ છે એટલા માટે જ્યારે પણ ઘરમાં જમણવાર હોય છે ત્યારે પનીરનું વ્યંજન ના બને એવું તો બની જ શકે નહી. આવો આજે અમે તમને જણાવીએ બદામી પનીર ગ્રેવીની રીત.

English summary
From hearty malai paneer to paneer tikka, Butter paneer to salads, discover our light and refreshing or rich and hearty paneer dishes.
Please Wait while comments are loading...