For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નેન્સીમાં યોગા

By Karnal Hetalbahen
|

ભલે પ્રેગ્નેન્સીનો સમય ખૂબ તણાવપૂર્ણ માનવામાં આવતો હોય, પરંતુ આ અવસ્થામાં તમારે તમારી મનની શાંતિને જાળવી રાખવી જોઈએ. જો તન અને મન શાંત રહેશે, તો આ સ્ટ્રેસફુલ પ્રોસેસ પણ તદ્દન આસાન થઈ જશે. તેના માટે જરૂરી છે કે પ્રેગ્નેન્સી દરમિયાન યોગાસન કરવા જોઈએ, જેને કરતા પહેલા ર્ડોક્ટરની સલાહ લઈ લો. યોગ, ચોથા મહીનાથી લઈને પ્રેગ્નેન્સીના નવમાં મહીના સુધી કરવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ કે પ્રેગ્નેન્સી દરમિયાન કયા યોગા કરવા ફાયદાકારક રહેશે.

પ્રેગ્નેન્સીમાં યોગા

૧. યસતિકાઆસન - માંસપેશિયોની સ્ટ્રેચિંગ
સૌથી પહેલા જમીન પર સૂઈ જાઓ અને બંને પગને સીધા કરી લો. તમારા બંને હાથને એક સાથે માથાની ઉપરની તરફ સીધા કરો. ત્યાર બાદ પોતાની બોડીને સ્ટ્રેચ કરો અને શ્વાસને અંદર લો. આ ક્રિયાને ૬ મીનીટ સુધી હોલ્ડ કરો અને ધીમેથી નોર્મલ થઈ જાઓ.

૨. સૂપ્તા વધ્રઆસન - લીચલાપણું લાવવા માટે
પીઠના બળે સૂઈ જાઓ, અને પગ ફેલાવી દો. ત્યારબાદ તમારા બંને ઘુંટણોને વાળીને જોડી દો. પછી તમારી કમરના ઉપરના ભાગને ઘુંટણ સાથે જોડી દો અને નમસ્તે જેવો પોઝ બનાવો. આ પોઝને ૬ સેકન્ડ માટે એમ જ રહેવા દો. આ પોઝને કરવાથી પેટનો નીચેનો ભાગ લચીલો બને છે, જેનાથી બાળકને જન્મ આપવો ખૂબ જ સરળ બની જાય છે. તેના ઉપરાંત પણ આ કરોજરજ્જુને પણ મજબૂતી આપે છે, જેનાથી પીઠનું દર્દ થતુ નથી.

૩. ઉષ્ટ્રાસન - કરોડરજ્જુના હાડકાંને મજબૂત બનાવવા માટે
આ આસનને કરવા માટે જમીન પર આસન પાથરીને ઘુંટણોના ટેકે ઉભા રહી જાઓ અને ત્યારપછી બંને ઘુંટણને જોડીને તથા એડી અને પંજાને જોડીને રાખો. હવે શ્વાસ અંદર ખેંચતા ધીમે - ધીમે શરીરને પાછળની તરફ જુકાવીને બંને હાથ વડે બંને એડીઓને પકડવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં દાઢીને ઉપરની તરફ કરો અને ગળાને સીધું રાખી અને બંને હાથને પણ એકદમ સીધા રાખો. સામાન્ય રૂપથી શ્વાસ લેતા હોય તેમ આ સ્થિતીમાં ૩૦ સેંકેન્ડ થી ૧ મીનીટ સુધી રહો અને પછી ધીમે-ધીમે સામાન્ય સ્થિતીમાં આવી જાવો. આ આસનને કરવાથી શરીરમાં લોહીનો પ્રવાહ તમારા માથામાં થાય છે અને એનર્જી લેવલને વધારે છે. સાથે જ એનાથી તમારી કરોડરજ્જુના હાડકાંમાં પણ મજબૂતી આવે છે.

૪ શ્વાસનો વ્યાયામ -
આમાં ફક્ત તમારા શ્વાસને અંદર લો અને બહારની તરફ છોડો.

English summary
Before pregnancy, yoga is need to be done for the wellness of both mother and child. It can be practiced from the 4th month of pregnancy till the 9th month.
Story first published: Friday, February 3, 2017, 11:16 [IST]
X
Desktop Bottom Promotion