For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિઃસંતાન દમ્પતિઓ માટે આઈવીએફ ટ્રીટમેંટ

By Lekhaka
|

આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. નિઃસંતાન દમ્પતિઓ માટે આ ટેક્નિકને એક વરદાન તરીકે જોવામાં આવી રહી છે. આ ટેક્નિક વડે મહિલામાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવામાં આવે છે. આ ટેક્નિક વાંઝિયાપણુ દૂર કરવાની કારગત ટેક્નિક ગણાય છે. આ પ્રક્રિયામાં કોઈ મહિલાનાં અંડાશયમાંથી ઇંડાને જુદું કરી તેનો સમ્પર્ક દ્રવ માધ્યમ વડે શુક્રાણુઓ સાથે કરાવવામાં આવે છે. તે પછી નિષેચિત ઇંડાને મહિલાનાં ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે. તેનો પ્રયોગ તે મહિલાઓ પણ કરી શકે છે કે જેઓ રજોનિવૃત્ત થઈ ચુકી છે તથા ફૅલોપિયન ટ્યૂબ બંધ થઈ ચુકી છે. આમ, આ સુવિધા એક વરદાન સિદ્ધ થાય છે. આ મહત્વની ટેક્નિકની શોધ રૉબર્ટ એડવર્ડ્સે કરી હતી કે જેના માટે તેમને તબીબી વિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર પણ મળી ચુક્યું છે.

vitro fertilization

ક્યારે કરાવવું જોઇએ આઈવીએફ ?

1. આપ કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યાં છો ?
જે લોકો કંસીવ કરવા માટે 2 વર્ષથી વધુ પ્રયત્નો કરી રહ્યાં છે અથવા જે મહિલાઓની ટ્યૂબ બ્લૉક થઈ ચુકી છે કે પછી તેવા પુરુષો કે જેમનું સ્પર્મ કાઉંટ એકદમ ઓછું છે, માત્ર તેમને જ આ ટ્રીટમેંટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

2. કેટલી ઉંમર છે ?
જો આપની ઉંમર 20 વર્ષ છે,તો આપની પાસે હજી ઘણો સમય છે એ નક્કી કરવાનો કે આપે ટેસ્ટ ટ્યૂબ બૅબી જોઇએ કે નહીં. સામાન્ય રીતે 30ની ઉંમરમાં ફર્ટિલિટીની સમસ્યા પેદા થાય છે. જો આપ ચાલીસમા વર્ષની નજીક છો, તો આપે પોતાનો નિર્ણય વહેલાસર લેવો પડશે. સાથે જ આ વાત તેની ઉપર પણ નિર્ભર કરે છે કે આપ મેનોપૉઝની કેટલી નજીક છો.

3. શું આપની ટ્યૂબ બ્લૉક છે ?
આ ટ્રીટમેંટ તે મહિલાઓ પણ કરાવે છે કે જેમની ફૅલોપિયન ટ્યૂબ બંધ થઈ ચુકી છે, પરંતુ તેની જગ્યાએ આપ ઘણા બીજા ઉપાયો પણ અજમાવી શકો છો. આજ-કાલ અન્ય ફર્ટિલિટી ટ્રીટમેંટ જેમ કે સર્જરી અથવા પછી માઇક્રો સર્જરી પણ ઉપલબ્ધ છે કે જે બ્લૉકેજને સાફ કરી દે છે.

4. શું આપનાં ઇંડા બહુ જૂના થઈ ગયા છે ?
જ્યારે એક બાળકી પેદા થાય છે, ત્યારે તેની ઓવરીમાં પૂરા ઇંડા હોય છે. આ ઇંડા દર મહિને એક-એક કરીને મોટા થાય છે. તેથી જો આપ 40 વર્ષનાં છો, તો આપનાં ઇંડા 40 વર્ષ જૂના હશે અને નિષ્ફળ હશે.

5. શું આપે કૃત્રિમ ગર્ભાધાન અંગે પ્રયત્ન કર્યો છે ?
જો આપનાં પાર્ટનરમાં સ્પર્મ કાઉંટ ઓછા છે, તો આપ આઈવીએફ ન કરાવી આર્ટિફિશિયલ ઇનસેમિનેશન કરાવી શકો છો. તેનો ખર્ચ પણ આઈવીએફ કરતા બહુ ઓછો હોય છે.

English summary
IVF (in vitro fertilization) should be the last option for a couple who is trying to conceive. There are several other methods you can try.
Story first published: Tuesday, December 6, 2016, 10:42 [IST]
X
Desktop Bottom Promotion