For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નનંટ થતા પહેલા મહિલાઓ રાખો આ વાતોનો ખ્યાલ

By Lekhaka
|

90 ટકા ગર્ભધારણ અનિયોજિત હોય છે. તેથી સગર્ભા થતા પહેલા એક મહિલાએ શું કરવું જોઇએ, તેની તેને જાણ હોવી જોઇએ, કારણ કે તે થનાર બાળક તેમજ તેની માતા બંને માટે ખૂબ જરૂરી છે. જરૂરી છે કે તે પોતાની અને પોતાનાં બાળકની નિયમિત તપાસ કરાવે.

સગર્ભા થતા પહેલા એક મહિલા માટે એ બહુ જરૂરી છે કે તે સંતુલિત ખોરાક લે અને પોતાનાં આરોગ્યનું ધ્યાન રાખે. જો આપ આ બથી બાબતોનું ધ્યાન નહીં રાખો, તો ગર્ભધારણ કર્યા બાદ આપે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

બીજી બાજુ આજની મહિલાઓ બહાર કામ કરતી હોય છે. સાથે જ તાણપૂર્ણ જીવન જીવતી હોય છે કે જેના પગલે માતા બનવું તેમના મુશ્કેલી પેદા કરે છે. તેથી જરૂરી છે કે આપ તંગદિલીને દૂર રાખો અને એક ખુશહાલ જીવન જીવો.

સ્ત્રી રોગ નિષ્ણાતનું કહેવું છે કે જો આપ પોતાનાં પરિવારને વધારવાનું વિચારી રહ્યા હોવ, તો જરૂરી છે કે આપ કેટલીક બાબતોનું ધ્યાન ચોક્કસ રાખો. આવો જાણીએ કેટલીક એવી જ વાતો કે જે આપે ગર્ભધારણ કરતા પહેલા કરવી જોઇએ.

તબીબને મળો

તબીબને મળો

ગર્ભધારણ કરતા પહેલા એ જરૂરી છે કે આપ સ્ત્રી રોગ નિષ્ણાતને મળો. તે આપનાં કેટલાક ટેસ્ટ કરશે કે જેથી એ ખબર પડી જશે કે આપ માતા બનવા માટે તૈયાર છો કે નહીં ? કોઇક તબીબની સલાહ જરૂર લો કે જેથી આગળ ચાલીને ગર્ભપાત અને અન્ય સમસ્યાઓનો સામનો ન કરવો પડે.

ફોલેટની કક્ષા સારી હોવી જોઇએ

ફોલેટની કક્ષા સારી હોવી જોઇએ

સગર્ભાવસ્થામાં ફોલેટ એક આવશ્યક તત્વ છે. મહિલાની ફોલિક એસિડ કે ફોલેટની કક્ષા સારી હોવી જોઇએ કે જેથી સગર્ભાવસ્થા દરમિયાન કોઈ મુશ્કેલી ન આવે.

આયોડીનને પોતાનાં ભોજનનો ભાગ બનાવો

આયોડીનને પોતાનાં ભોજનનો ભાગ બનાવો

સગર્ભા મહિલાઓ માટે આયોડીન ખૂબ જરૂરી છે, કારણ કે તે બાળકનાં મસ્તિષ્કનાં વિકાસ તેમજ તંત્રિકા તંત્રનાં વિકાસમાં મદદ કરે છે. એટલે આયોડીનનો પોતાના ભોજનમાં સમાવેશ કરો.

ધુમ્રપાન બંધ કરો

ધુમ્રપાન બંધ કરો

ધુમ્રપાનથી આપની ગર્ભધારણ કરવાની ક્ષમતામાં મુશ્કેલી આવી શકે. જો આપ સગર્ભા થતા પહેલા ધુમ્રપાન નહીં છોડો, તો તેની આપનાં બાળક પર ખરાબ અસર પડશે; જેમકે કોઇક શારીરિક વિકૃતિથી તે ગ્રસ્ત હોઈ શકે. ધુમ્રપાનનાં કારણે આપને ગર્ભપાતનો ખતરો, પ્રી ટર્મ ડિલીવરી, નબળું પ્રતિરક્ષણ તંત્ર અને બાળક જાડાપણાનો ભોગ બની શકે છે.

કલર્ડ ડ્રિંક્સને કરો ઇનકાર

કલર્ડ ડ્રિંક્સને કરો ઇનકાર

દારૂ સગર્ભા મહિલાઓ માટે ખૂબ જ હાનિકારક હોય છે. તેથી સગર્ભા થતા પહેલા દારૂ છોડી દો. દારૂથી બાળકનાં મસ્તિષ્ક, હૃદય, લંગ અને અન્ય અંગો પર ખરાબ અસર પડી શકે. તેથી જરૂરી છે કે સગર્ભા થતા ત્રણ માસ પહેલા જ આપ દારૂ પીવાનું છોડી દો.

કૅફીનનું પ્રમાણ ઓછું કરી દો

કૅફીનનું પ્રમાણ ઓછું કરી દો

જો આપ માતા બનવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો કૉફી પીવાનું બંધ કરી દો. કૅફીનથી આપની સગર્ભા થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ સાથે જ ગર્ભપાતનો ખતરો વધી જાય છે.

વણઇચ્છિત દવાઓ ન લો

વણઇચ્છિત દવાઓ ન લો

કેટલીક એવી દવાઓ હોય છે કે જે આપનાં ગર્ભ પર સીધી અસર કરે છે અને જ્યારે આપ આ દવા ખાવો છો, તો ગર્ભધારણ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. તેથી જો આપને આ પ્રકારની કોઈ પણ દવા તબીબે ન સુચવી હોય, તો તેને ખાવાનું તરત બંધ કરી દો.

સ્વસ્થ રહો

સ્વસ્થ રહો

મહિલાઓએ સગર્ભા થતા પહેલા સ્વસ્થ રહેવું જરૂરી છે. તેથી જરૂરી છે કે આપ માનસિક અને શારીરિક રૂપે સ્વસ્થ રહો. તંગદિલીને દૂર રાખો અને પોતાના બીએમઆઈ તેમજ વજનનું ધ્યાન રાખો.

English summary
Gynaecologists suggest that women who are planning to start a family, should make note of these things to do before getting pregnant. At first, it may not look very important, but when you take a look at its necessity and how it helps you to have a safe and happy pregnancy, you will definitely follow these pregnancy-related tips.
Story first published: Wednesday, November 30, 2016, 10:18 [IST]
X
Desktop Bottom Promotion