For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રસવ દરમિયાન શું ખાશો-પીશો

By Karnal Hetalbahen
|

ગર્ભાવસ્થાના લીધે તમને હંમેશા ઉર્જાની ઉણપ તથા થાક લાગે છે. ગર્ભાવસ્થા દરમિયાન ભોજન પર ખાસ ધ્યાન આપવું જોઇએ. આ મહત્વપૂર્ણ હોય છે કારણ કે ગર્ભમાં ઉછરી રહેલા શિશુને તેની ઉર્જા અને પોષણ માતા પાસેથી તેના ખોરાકમાંથી મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટર આહાર અને વિટામિન્સની ચર્ચા કરે છે. પરંતુ પ્રસવ દરમિયાન પોતાને ઉર્જાવાન બનાવી રાખવા તથા પ્રસવ તિથિના પહેલાં પોતાને તરલયુક્ત બનાવી રાખવાનું કામ પોતાની જાતે કરવું પડે છે.

જ્યારે તમે ગર્ભાવસ્થાના અંતિમ માસમાં હોવ છો તો બાળક પૂર્ણ રીતે વિકસિત થઇ ચૂક્યું હોય છે અને ક્યારેય પણ આવવાની તૈયારી રહે છે. એટલા માટે બાળકનો વધતો જતો ભાર તમને સ્ફૂર્તીલા રહેવા દેતું નથી. પ્રસવ દરમિયાન પોતાને સ્વસ્થ અને જગાડી રાખવા માટે કંઇક ખાતા રહેવું જોઇએ.

કદાચ તમે પેકિંગ કરી લીધું હોય અને બાળકના આવ્યા બાદ શું કરવું જોઇએ તેની યોજના પણ બનાવી લીધી હશે, પરંતુ પ્રસવ દરમિયાન શું અને કેટલું ખાવું જોઇએ, આ વાત રહી ગઇ હશે. તો પ્રસવ દરમિયાન તમને ઉર્જાવાન બનાવી રાખવા માટે નીચે કેટલીક સલાહ આપવામાં આવી છે.

1- એવા ભોજન જે ધીરે-ધીરે ઉર્જા આપે છે

1- એવા ભોજન જે ધીરે-ધીરે ઉર્જા આપે છે

કાર્બોહાઇડ્રેટ ઉર્જાનો સારો સ્ત્રોત હોય છે. હોમમીલ સેન્ડવીચ, છોલ્યા વિનાના બટાકા, અને બ્રાઉન રાઇસ એવા કાર્બોહાઇડ્રેટ છે જે ધીરે ધીરે ઉર્જા મુક્ત કરે છે અને તમને લાંબા સુધી ક્રિયાશીલ રાખે છે. પ્રસવ દરમિયાન મેરોથોનની માફક છે. તો એક મેરોથોન પહેલાં જે ખાવું જોઇએ તે ખાવ. જો કે ધ્યાન રહે કે તેને વધુ ખાશો નહી કારણ કે એક મર્યાદા બાદ આ ભારે થઇ જાય છે.

2- મસાલેદાર ભોજનથી દૂર રહો

2- મસાલેદાર ભોજનથી દૂર રહો

તમને ઘણી વાર્તાઓ મળી જશે જેમાં કહેવામાં આવશે કે મસાલેદાર ભોજન અને કડીથી પ્રસવ શરૂ થઇ જાય છે, પરંતુ પ્રસવ એકવાર શરૂ થઇ જતાં મસાલેદાર ભોજનથી દૂર રહેવું સારું છે.

3- સીજેરિયન સેક્શન

3- સીજેરિયન સેક્શન

જો તમને સી-સેક્શન માટે કહેવામાં આવ્યું છે અથવા તમને સી-સેક્શનની સંભાવનાઓ વધુ હોય, તો તમારે કંઇક ખાતા પહેલાં પોતાની નર્સની અવશ્ય સલાહ લેવી જોઇએ. જો તમને સામાન્ય એનેસ્થીસિયાની જરૂર રહેશે તો, સારું રહેશે કે પ્રસવના 8 કલાક પહેલાં કંઇ ખાશો નહી.

4- દર કલાકે ખાવ

4- દર કલાકે ખાવ

ધ્યાન આપીને દર કલાકે કંઇકને કંઇક ખાવ. પ્રસવ દરમિયાન જો ઉલટી પણ થાય અથવા ભૂખ ન લાગે તેમ છતાં દર કલાકે થોડી માત્રામાં કંઇક જરૂર ખાવ. પ્રસવ દરમિયાન ભલે તમે ફળ ખાવ, થોડો હળવો ખોરાક લો, અથવા ટોસ્ટ પણ લો. રસભરેલા ફળ ઉર્જાના ઉત્તમ સ્ત્રોત હોય છે અને સારા ભોજ્ય સાબિત થાય છે. સૂપ અને અનાજ પણ તમારું પેટ ભર્યા વિના ક્ષુધાને શાંત કરી શકે છે.

કીટોસિસથી બચવા માટે પ્રસવ દરમિયાન થનાર માતાને ખાવા પીવાની સલાહ આપવામાં આવે છે. કીટોસિસની પ્રક્રિયા જ્યારે થાય છે જ્યારે શરીર ઉર્જા માટે સંચિત વસીય અમ્લનો પ્રયોગ કરી લે છે. જ્યારે શરીર સંચિત ફેટી પદાર્થોનો ઉપયોગ કરવા લાગે છે તો તમને ઉલટી અને માથાનો દુખાવો થાય છે.

5- શરીરને તરલયુક્ત રાખો

5- શરીરને તરલયુક્ત રાખો

પ્રસવ દરમિયાન પર્યાપ્ત માત્રામાં પીવો. જો તમને પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે, તો પણ નિયમિત રીતે ધૂંટ લેતા રહો. કેથરીનનું કહેવું છે કે ‘'જો તમને ખાવામાં સમસ્યા થાય છે તો કાર્બોનેટેડ પેટ લઇ શકો છો તો લ્યૂકોજેડથી થાક આપનાર પીડામાં રાહત મળે છે.

English summary
What To Eat And Drink During Labor?
Story first published: Tuesday, June 20, 2017, 17:24 [IST]
X
Desktop Bottom Promotion