For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ બ્લૉક થઈ જાય છે ફૅલોપિયન ટ્યૂબ અને શું પડે છે તેની અસર ?

By Lekhaka
|

સેક્સલાઇફનો આનંદ અને ગર્ભધારણ કરવામાંગો છો, પરંતુ બધુ બરાબર નથી ? નિયમિત માસિક છતાં આપને નથી ખબર કે આપ કેમ ગર્ભ ધારણ નથી કરી શકી રહ્યાં ?

તેનું કારણ બ્લૉક્ડ એટલે કે બંધ ટ્યૂબ્સ હોઈ શકે છે. બ્લૉક્ડ ટ્યૂબ્સનો મતલબ છે કે ફૅલોપિયન ટ્યૂબમાં કોઈ મુશ્કેલી છે. ટ્યૂબની સંરચના જેવા માર્ગથી ગર્ભાશય અને અંડાશય જોડાયેલાં હોય છે કે જેને ફૅલોપિયન ટ્યૂબ કહેવામાં આવે છે.

ગર્ભ ધારણ કરવા માટે ફૅલોપિયન ટ્યૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. જો આપની ફૅલોપિયન ટ્યૂબ્સબ્લૉક છે, તો સ્પર્મ અંડાશ સુધી નથી પહોંચી શકતાં અને આ રીતે આપને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલીઓ આવે છે.

જો આપનું માસિક પણ નિયમિત છે અને આપ ગર્ભ ધારણ કરવા માટે સ્વસ્થ છો, પરંતુ આપની ફૅલોપિયન ટ્યૂબ્સ બ્લૉક છે, તો આપને કુદરતી રીતે ગર્ભ ધારણ કરવામાં સમસ્યા આવે છે.

What are blocked tubes and what are its causes

ટ્યૂબ્સ કેમ થઈ જાય છે બ્લૉક ?

ગાયનેકોલૉજિસ્ટની માનીએ, તો ટ્યૂબ્સ બ્લૉક થવા પાછળ ત્રણ મુખ્ય કારણો હોય છે. આ કારણો છે ઇન્ફેક્શન, એંડોમેટ્રિયોસિસ અને સર્જરી. આ ત્રણેયમાંથી કોઈ પણ એક કારણથી ફૅલોપિયન ટ્યૂબ બ્લૉકથઈ જાય છે.

ઇન્ફેક્શન

ફૅલોપિયન ટ્યૂબ બ્લૉક થવાનું સૌથી સામાન્ય કારણ છે ઇન્ફેક્શન. જો આપને પ્રજનન માર્ગ કે પેટનાં નિચલા ભાગમાં કોઈ પણ જાતનું કોઈ ઇન્ફેક્સન હોય તો તેનાં કારણે ઇન્ફેક્શન ગ્રસ્ત ભાગની આજુબાજુનાં ઊત્તક અને અંગ પણ તેનાંથી પ્રભાવિત થઈ જાય છે. જ્યારે આ ઇન્ફેક્શન સાજું કરવા માટે કોઈ દવા લેવામાં આવે છે, તો ફૅલોપિયન ટ્યૂબ્સ બ્લૉક થવાની શક્યતા વધી જાય છે.

ફૅલોપિયન ટ્યૂબ્સ ખૂબ નાજુક હોય છે. તેથી યૌન રૂપથી ચેપગ્રસ્ત ઇન્ફેકશન જેમ કે ક્લેમાઇડિયા, પેલ્વિકમાં સોજો કે એપેંડિસાઇટિસ એક નિશાન કે એધેશનને જન્મ આપી શકે છે.

આ કારણે ફૅલોપિયન ટ્યૂબ્સ સંકોચાઈ કે વળી શકે છે અને તેનાં કારણે ટ્યૂબ્સમાં અવરોધ ઉત્પન્ન થઈ શકે છે. નવા ઇન્ફેક્શનની સાથે-સાતે પાંચ કે બે વર્ષ પહેલા થયેલ ઇન્ફેક્શન પણ ફૅલોપિયન ટ્યૂબને બ્લૉક કરી શકે છે. ગર્ભ ધારણ કરવા સુધી આપને આ બાબતની જાણ નથી થતી.

એંડોમેટ્રિયોસિસ

ફૅલોપિયન ટ્યૂબ્સને બ્લૉક કરવાની અન્ય સામાન્ય સ્થિતિ છે એંડોમેટ્રિયોસિસ. એંડજોમેટ્રિયોસિસ શરીરનાં અન્ય અંગોમાં એધેશન ઉત્પન્ન કરે છે. ટ્યૂબ્સની નજીક હોવાથી તે પ્રત્યક્ષ રીતે તેમની ઉપર પોતાની અસર નાંખે છે અને તેમનામાં અવરોધ ઉત્પન્ન કરે છે. એંડોમેટ્રિયોસિસમાં બ્લૉક ટ્યૂબનાં કારણે પેટનાં નિચલા ભાગમાં દુઃખાવો અનુભવાય છે.

સર્જરી

કેટલાક કેસોમાં કોઇક સર્જરી ખાસતો પેટનાં નિચલા ભાગે થયેલી સર્જરીનાં કારણે ફૅલોપિયન ટ્યૂબ બ્લૉક થઈ જાય છે. જો આપની ફાઇબ્રોએડ, એક્ટોપિક પ્રેગ્નંસી, એપેંડિક્સ કે આંતરડાની સમસ્યાની કોઈ સર્જરી થઈ છે, તો ઘા ભરવાની પ્રક્રિયા દરમિયાન આપની ફૅલોપિયન ટ્યૂબ બ્લૉક થઈ શકે છે.

એવું એટલા માટે થાય છે, કારણ કે સર્જરી બાદ ઇલાજ અને સારવાર દરમિયાન ટ્યૂબ્સમાં એધેશન બની જાય છે કે જેનાંથી તે સંકોજાઈ કે બંધ થઈ જાય છે. આ અંગે આપને ખબર પણ નથી પડતી.

English summary
Did you know infections such as STDs and PIDs can lead to blocked tubes?
Story first published: Friday, September 1, 2017, 11:26 [IST]
X
Desktop Bottom Promotion