Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સગર્ભાવસ્થા દરમિયાન ઉગવા લાગે છે અવાંછિત વાળ
સગર્ભાવસ્તા દરમિયાન મહિલાઓનાં શરીરમાં અનેક પ્રકારનાં ફેરફારો આવે છે અને સામાન્યરીતે આપે આ ફેરફારો વિશે સાંભળ્યું પણ હશે, પરંતુ આપને કદાચ ખબર નહીં હોય કે સગર્ભાવસ્થા દરમિયાન વાળનાં રંગમાં પણ ફેરફાર આવે છે.
તેનો મતલબ એ નથી કે આપનાં વાળનાં રંગમાં ફેરફાર આવે છે કે પછી તે સફેદ થવા લાગે છે.
સગર્ભાવસ્થા દરમિયાન ચહેરાનાં વાળની વૃદ્ધિમાં પણ થોડાક ફેરફાર આવે છે. જો આપની સાથે આવું થઈ રહ્યું છે, તો આપે પોતાનાં શૅમ્પૂ અને કંડીશનરની ક્વૉલિટી વિશે જરૂર તપાસ કરવી જોઇએ.
ચાલો આજે આપણે જાણીએ કે સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનાં વાળમાં કેવા ફેરફારો આવે છે ?

શું વાળનો રંગ બદલાય છે ?
હા જી, કેટલાક કેસોમાં સગર્ભાવસ્થા દરમિયાન વાળનો રંગ બદલાઈ જાય છે. તેની પાછળનું કારણ હૉર્મોંસમાં ફેરફાર છે. ત્વચા અને વાળમાં મેલાનિનનું પ્રમાણ બહુ વધારે વધી જવાનાં કારણે આવું થાય છે.

શું છે કારણ ?
કેટલીક મહિલાઓમાં એંડ્રોજન અને એસ્ટ્રોજન હૉર્મોનનાં કારણે સગર્ભાવસ્થા દરમિયાન વાળ સ્વસ્થ રહે છે, પરંતુ જો સગર્ભાવધિમાં આપનાં વાળનો રંગ સફેદ થઈ રહ્યો છો, તે તેનું કારણ આપનાં શરીરમાં પોષણની ઉણપ હોઈ શકે છે.

શું આ કાયમી ફેરફાર છે ?
કેટલાક કેસોમાં સગર્ભાવસ્થા દરમિયાન વાળમાં આવેલા આ ફેરફારો કાયમી હોય છે, પરંતુ કેટલીક મહિલાઓમાં પ્રસૂતિ બાદ વાળ સફેદ થવા લાગે છે.

બીજી શું પડે છે અસર ?
કેટલીક મહિલાઓમાં સગર્ભાવસ્થા દરમિયાન અવાંછિત વાળની ફરિયાદ ઊભી થવા લાગે છે, તો કેટલીક મહિલાઓનાં માથાનાં વાળ પાતળા થવા લાગે છે. કેટલાક કેસોમાં ઘુંઘરાળા વાળ પણ સીધા થઈ જાય છે અને તૈલીય માથાની ત્વચા શુષ્ક થઈ જાય છે.

કઈ વસ્તુની હોય છે ઉણપ ?
આવું વિટામિન બી12ની ઉણપનાં કારણે થઈ શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન સંતુલિત આહાર લેવાની કોશિશ કરો અને જેટલું શક્ય હોય, પોષક તત્વોનું સેવન કરો.

કેમ થાય છે આ બધુ ?
સગર્ભાવસ્થા દરમિયાન આ ફેરફારનું કારણ હૉર્મોંસનું ઊપર-નીચે થવું હોઈ શકે છે. કેટલીક મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન પોતાનાં વાળની પ્રકૃતિ તથા તેની બનાવટમાં ફેરફાર આવવાની ફરિયાદ કરે છે.