For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૅબી ડ્રૉપિંગ : સમજી જાવ કે હવે ક્યારેય પણ થઈ શકે છે લેબર પેઇન

By Lekhaka
|

જેવો જ સગર્ભાવસ્થાનો અંતિમ તબક્કો શરૂ થાય છે, તેની સાથે જ મહિલાઓ ડિલીવરીની ડેઇટ ગણવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન એવા અનેક પ્રસંગો આવે છે કે જ્યારે લાગે છે કે લેબર કોઈ પણ સમયે શરૂ થઈ શકે છે. લેબર નજીક આવવાનાં કારણે મહિલાના શરીરમાં આરામદાયક ફેરફાર આવવા લાગે છે.

આમાંનો જ એક ફેરફાર છે બાળકનું ગર્ભાશયમાંથી નીચે ખસકવું કે જેને બૅબી ડ્રૉપિંગ કે લાઇટિંગ પણ કહેવામાં આવે છે. આમાં બાળક ખસકીને ધીમે-ધીમે નીચે તરફ આવવા લાગે છે. જો આપ સગર્ભા છો, તો આ મહિલાઓ માટે પ્રથમ સંકેત હોય છે કે જેમાં જણાય છે કે હવે આપનું શરીર લેબર માટે તૈયાર છે અને હવે આપને કોઈ પણ સમયે લેબર થઈ શકે છે.

બૅબી ડ્રૉપિંગ શું હોય છે ?

બૅબી ડ્રૉપિંગ શું હોય છે ?

આ દરમિયાન મહિલાની પ્રસૂતિ નજીક આવી જાય છે. પહેલી વાર માતા બનનાર મહિલાઓમાં આ બાળકનાં અસલ જન્મ લેવાનાં થોડાક અઠવાડિયા પહેલા શરૂ થઈ જાય છે. જે મહિલાઓ બીજી વાર માતા બને છે, તેમને બાળકનાં જન્માના થોડાક કલાકો પહેલા આ શરૂ થાય છે. આ મોટાભાગે છેલ્લા ત્રણ માસમાં જ જોવા મળે છે. આમાં ભયભીત થવાની કોઈ વાત નથી.

બૅબી ડ્રૉપિંગમાં શશિુ મહિલાનાં ગર્ભાશયથી નીચે ખસકી જાય છે અને યોનિ તરફ આવવા લાગે છે. આવામાં શિશુનો ભાર પેટ, ફેફસા અને રિબ કેજ (Rib Cage)થી ખસી ગર્ભાશય તથા મૂત્રાશય પર પડવા લાગે છે.

બૅબી ડ્રૉપિંગનાં લક્ષણો :

બૅબી ડ્રૉપિંગનાં લક્ષણો :

બૅબી ડ્રૉપિંગ સમયે મહિલાનાં શરીરમાં એવા ફેરફાર આવે છે કે જે જોઈ શકાય છે. મહિલાના નિચલા ભાગનો આકાર બદલાઈ જાય છે, એસિડિટી અને છાતીમાં બળતરા ઓછી થઈ જાય છે, મહિલાને વારંવાર મૂત્ર ત્યાગ કરવો પડો છે અને તે સરળતાથી શ્વાસ લઈ શકે છે. છાતીની બળતરા ઓછી થવાથી મહિલા ભોજન સહજતાથી કરી શખે છે તથા તેનો મૂડ પણ સારો રહે છે.

પેટમાં દુઃખાવો

પેટમાં દુઃખાવો

આપનાં પેટમાં દુઃખાવો થવો પણ પ્રસવ પીડા સાથે જોડાયેલું સામાન્ય લક્ષણ છે. આ માસિક ધર્મનાં દુઃખાવાની જેમ અનુભવાશે. આપના પેટ અને ગર્ભાશયની આજુબાજુનાં ભાગોમાં દુઃખાવો થશે. આ ભાગોમાં માંસપેશીઓ પણ દુઃખશે.

નિચલા ભાગમાં દુઃખાવો

નિચલા ભાગમાં દુઃખાવો

બૅબી નીચેની તરફ સરકા લાગે છે. તેથી પીઠનાં નિચલા ભાગમાં વજનનાં કારણે એકદમથી દુઃખાવો શરૂ થઈ જાય છે. ગરમ પાણીની બોતલ પેટ પર રાખવાથી તે જગ્યાને રાહત મળશે. આપના પતિથી હળવી માલિશ કરાવવાથી પણ આપને દુઃખાવામાં આરામ મળશે.

સંકુચન

સંકુચન

બૅબી ડ્રૉપિંગ જેવું શરૂ થશે, ધીમે-ધીમે આપનાં ગર્ભાશયની માંસપેશીઓ સંકુચિત થવી શરૂ થઈ જશે કે જ્યાં સુધી આપને લેબર પેઇન નથી આવી જતું. આપને આ સંકુચન થતું રહે છે.

બૅબી ડ્રૉપિંગ ક્યારે થાય છે ?

બૅબી ડ્રૉપિંગ ક્યારે થાય છે ?

બૅબી ડ્રૉપિંગ ક્યારથી થવા લાગે છે, આ જણાવવું આસાન નહીં હોય. દરેક મહિલાનું શરીર અલગ હોય છે અને તે પોતાનાં હિસાબે કામ કરે છે. આપ એક મહિલાને બીજી મહિલા સાથે કંપૅર ન કરી શકો. એટલુ કહી શકાય કે બૅબી ડ્રૉપિંગ શિશુનાં ગર્ભમાં 35 સપ્તાહ પૂર્ણ થયા બાદ શરૂ થઈ જાય છે.

બૅબી ડ્રૉપિંગ સમયે પોતાને રાખો મજબૂત

બૅબી ડ્રૉપિંગ સમયે પોતાને રાખો મજબૂત

જ્યારે આપને અનુભવાય કે આપનું બાળક નીચેની તરફ સરકી રહ્યું છે, તો ગભરાવો નહીં. આ ક્રિયા ક્રમમાં થાય છે. શિશુ ધીમે-ધીમે ગર્ભાશયથી યોનિ તરફ ધપશે. તે પછી આપના શરીરમાં પરસેવો છૂટશે. પાણી નિકળ્યા બાદ સંકુચનો થશે. આ આખી પ્રક્રિયામાં થોડાક સપ્તાહો સુધીનો સમય લાગે છે. આપ સંયમ જાળવી રાખો, કોઈ વાતમાં ઉતાવળ ન કરો. ધીમે-ધીમે બધુ સારૂં થઈ જશે.

English summary
Your baby dropping is one of the first signs that your body's getting ready for labor.
Story first published: Tuesday, November 7, 2017, 10:26 [IST]
X
Desktop Bottom Promotion