For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગર્ભા થતા પહેલા છોડી દો આ સાત કુટેવો

By Super Admin
|

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાનાં શરીરને કોઈ અન્ય શરીરને નવ મહીના પોતાની અંદર રાખવા માટે તૈયાર કરવું પડે છે, અજન્મ્યા બાળકને પોષણ પ્રદાન કરવું પડે છે, તેનું રક્ષણ કરવું પડે છે તથા ભ્રૂણનો સ્વસ્થ વિકાસ કરવાનું હોય છે.

સગર્ભાવસ્થા દરમિયાન ઉપર જણાવવામાં આવેલા તમામ કામો કરવા માટે મહિલાનું શરીર સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે તથા મહિલાઓએ પણ ધ્યાન રાખવું જોઇએ કે તેઓ એક સ્વસ્થ જીવનશૈલીનું પાલન કરે.

સ્વસ્થ આહારની સાથે-સાથે નિયમિત રીતે કસરત તથા એવા પદાર્થોનું સેવન કરવું કે જે સ્વસ્થ ગર્ભનો વિકાસ કરી શકે, આ તમામ માટે મહિલાઓએ સગર્ભાવસ્થા દરમિયાન કે ગર્ભ ધારણ કરતા અગાઉ કેટલી કુટેવો છોડી દેવી જોઇએ કે જેના કારણે તેમને કે તેમના અજન્મ્યા બાળકને કોઈ તકલીફ થઈ શકે.

અહીં કેટલીક ટેવોની યાદી આપવામાં આવી છે કે જેમને સગર્ભાવસ્થા ધારણ કરતા અગાઉ છોડી દેવી જોઇએ. આવો જોઇએ:

planning on getting pregnant

1. સ્મૉકિંગ (ધૂમ્રપાન) :
સગર્ભાવસ્થા અગાઉ કે સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન કરવું મહિલા તથા તેના ગર્ભામાં વિકસિત થતા બાળકનાં ફેફસા માટે નુકસાનકારક બની શકે. સ્મૉકિંગનાં કારણે ગર્ભા ધારણ કરવાની પ્રક્રિયા પણ જટિલ થઈ શકે છે.

2. આલ્કોહલ :
સગર્ભા થતા પહેલા આલ્કોહલનું સેવન છોડી દો. સગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહલનું સેવન ખૂબ જ વધારે નુકસાનકારક બની શકે છે કે જેના કારણે ગર્ભપાત પણ થઈ શકે તેમજ ફીટલ આલ્કોહલ સિંડ્રૉમ પણ થઈ શકે છે.

3. કેટલીક ખાસ દવાઓ :
એક અન્ય ટેવ કે જે ગર્ભ ધારણ કરતા પહેલી છોડી દેવી જોઇએ, તે છે કેટલીક ખાસ પ્રકારની ગોળીઓનું સેવન કે જે આપની સગર્ભાવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે. ગર્ભ ધારણ કરતા પહેલા પોતાનાં ડૉક્ટરને જણાવો કે આપ કયા પ્રકારની ગોળીઓનું સેવન કરી રહ્યાં છો.

4. કૅફીન :
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ પ્રમાણમાં કૅફીનયુક્ત પીણા જેમ કે કૉફી, એનર્જી ડ્રિંક્સ વિગેરેનું સેવન કરવાથી ગર્ભપાત તથા સમય પૂર્વે બાળકનાં જન્મની સમસ્યા ઊભી થઈ શકે છે.

5. ગળ્યા ખાદ્ય પદાર્થો :
સગર્ભા થતા પહેલા ગળ્યા પદાર્થો ખાવાનું છોડી દો, કારણ કે આ ટેવનાં કારણે માતા તેમજ બાળક બંનેને ડાયાબિટીઝ થવાનો ખતરો વધી જાય છે.

6. વધુ કસરત કરવી :
કેટલીક મહિલાઓને વધુ કસરત કરવાની ટેવ હોય છે. તેનાથી ગર્ભાધાનની સાથે-સાથે ગર્ભપાતનો ખતરો પણ વધી જાય છે.

7. ટેંશન :
જ્યારે આપ બાળક માટે પ્રયત્ન કરી રહ્યા છો, ત્યારે આપને ટેંશન લેવાની ટેવ છોડી દેવી જોઇએ, કારણ કે ટેંશનનાં કારણે અનેક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે.

English summary
If you are planning to get pregnant, you need to quit these harmful bad habits...
X
Desktop Bottom Promotion