For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નંસી ટિપ્સ : પ્રેગ્નંસીમાં બધુ ખાવો, પણ થોડુક-થોડુક કરીને, જાણો કેમ ?

By Lekhaka
|

પ્રેગ્નંસીમાં ડાયેટનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. યોગ્ય ખાન-પાન માતા અને ગર્ભસ્થ શિશુ બંનેના આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ આ અવસ્થામાં યોગ્ય ખાનપાન કોઇક પડકારથી ઓછું નથી.

એક બાજુ મહિલાઓ મૉર્નિંગ સિકનેસ તથા ઉબકાનાં કારણે બરાબર ખાઈ-પી નથી શકતી, બીજી બાજુ કેટલીક મહિલાઓની ભૂખ વધી જવાથી તેમનું વજન પણ વધી જાય છે.

Eat small but frequent meals

એટલુ જ નહીં, પ્રેગ્નંસી દરમિયાન બહુ વધારે વજન વધવાથી જેસ્ટેશનલ ડાયાબિટીસ ડિલીવરી દરમિયાન સી-સેક્શન અને પ્રી-ક્લૅપ્સિયનું જોખમ વધી જાય છે.

તેથી જરૂરી છે કે આપ પોતાનાં ડાયેટનું પૂરેપૂરૂ ધ્યાન રાખો, પણ કેવી રીતે ? સગર્ભા મહિલાઓને આ વાતની પરફેક્ટ માહિતી હોવી જોઇએ કે તેમણે શું ખાવું જોઇએ અને ક્યારે ખાવું જોઇએ ?

સગર્ભાવસ્થાનાં 270 દિવસોમાં ગર્ભનો ધીમે-ધીમે વિકાસ થાય છે. આ વિકાસ એકદમથી નથી થઈ જતું. તેથી કૅલોરી પણ ધીમે-ધીમે વધારવી જોઇએ. એવામાં મોટાભાગે કૅલોરી ફળ અને શાકભાજીઓથી લેવી જોઇએ.

ગર્ભ વધતા બોવેલ મૂવમેંટ એટલે કે આંતરડાઓની પ્રવૃત્તિઓ થોડીક મંદ પડી જાય છે અને પોષણની જરૂર વધી જાય છે. તેથી આ સલાહ આપવામાં આવે છે કે થોડીક-થોડીક વાર બાદ કંઇક ખાવો.

ખાવાથી મળનાર પોષક તત્વો માતાનાં લોહી સાથે ભળી ગર્ભસ્થ શિશુ સુધી પહોંચે છે. તેથી આવામાં વધુમાં વધુ પોષક તત્વો લો કે જે સરળતાથી અવશોષિત થઈ શકે.

થોડીક-થોડીક વાર બાદ કંઇક ખાવાથી શરીરમાં ગ્લૂકોઝ ધીમે-ધીમે રિલીઝ થાય છે કે જેથી બ્લડ ગ્લૂકોઝ લેવલ જળવાઈ રહે છે.

ટિપ્સ

  • એક સાથે વધુ ખાવાથી બચો, પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
  • નાશ્તો થોડોક ભારે લો, પણ બપોરનું અને રાતનું ભોજન હળવું લો. મોટાભાગે ફાયબર લો. તેનાથી કબજિયાતથી બચાવ થશે.
  • દિવસમાં ઓછામાં ઓછુ 10-12 ગ્લાસ પાણી પીવો.
  • જો દરરોજ આપ 2000 કૅલોરી લો છો, તો સગર્ભાવસ્થામાં તે વધીને 2200-2300 થશે. તેનાથી વધુ નહીં. આપનું ડાયેટ આ જ હિસાબે પ્લાન કરો.

English summary
pregnant women should eat every two to three hours.
Story first published: Tuesday, September 26, 2017, 12:19 [IST]
X
Desktop Bottom Promotion