For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ગર્ભાવસ્થાના ૯માં મહિનામાં થનાર ફેરફાર વિશે

By Karnal Hetalbahen
|

ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહિલાના શરીરમાં કેટલાક ફેરફાર આવે છે અને કેટલાક સાથે નહી. પરિવર્તન ગર્ભધારણના બીજા અઠવાડિયાથી જ દેખાય છે તો કેટલાક એક મહિનો પૂરો થઈ જાય પછી, અને કેટલાક પરિવર્તન ગર્ભાવસ્થા દરમિયાન દરેક મહીને થાય છે. પરંતુ આજ અમે તમને ગર્ભાવસ્થાના નવમાં મહિનામાં થવાવાળા બદલાવની વાત કરીશું જે સૌથી મહત્વપૂર્ણ મહીનો હોય છે.

પેંઢામાં દુખાવો
પેંઢાની બાજુમાં તમારા બાળકનું માંથુ હોય છે, આ જ કારણ છે કે તમને પેટની નીચેના ભાગમાં અને કમરની ચારે બાજુ દુખાવો થાય છે. તેનું એક કારણ પ્રસવ પણ હોઈ શકે છે.

Pregnancy month by month

સ્તનમાંથી સ્ત્રાવ
નવમા મહિનામાં તમારા સ્તનોમાં એક પ્રકારના પીળા પદાર્થ જેવું નીકળતું દેખાશે, તે કોલોસ્ટ્રમ છે તમારા બાળકનું પહેલું ભોજન. તેનાથી એ સાબિત થાય છે કે હવે તમે માં બનવા માટે તૈયાર છો. ત્યા સુધી તમે બ્રેસ્ટ પેડ વાપરી શકો છો.

વજાઈનલ ડિસ્ચાર્જ અને સ્પોટિંગ
વજાઈનલ ડિસ્ચાર્જ એટલે યોનીમાંથી સ્ત્રાવનું ઝરવું, આ કોઈપણ પ્રકારના સંક્રમણથી બચે છે અને સાથે સાથે પીએચ લેવલને પણ સંતુલિત રાખે છે. સ્પોટિંગ એટલે કે યોનીનું મોટું થવું આ એક પ્રસવનુ કારણ હોઈ શકે છે. સાથે જ તેના બીજા ચિકિત્સીય કારણ પણ હોઈ શકે છે. અને જો તમને સ્પોટિંગ દરમિયાન લોહી દેખાય તો તરત જ તમારા ર્ડોક્ટરને મળો અથવા હોસ્પિટલ જાઓ.

કોઈપણ પ્રકારનું દબાણ
તેને બ્રેક્સટન હિક્સ કોન્ટ્રેક્શન પણ કહી શકાય છે, તે લગભગ ૩૦ સેંકડ માટે થાય છે અને પછી બંધ થઈ જાય છે. પરંતુ જો તે ૩૦ સેંકડ કરતા વધારે હોય અને પીઠના નીચેના ભાગમાં દુખાવો હોય તો તરત જ હોસ્પિટલ જાઓ, તે પ્રસવની નિશાની છે.

બાળકનો વિકાસ
બાળકની ત્વચા: વાળનું પતળું પળ જેને લેનગો પણ કહેવાય છે જે તમારા બાળકની ત્વચાને ગર્ભમાં સુરક્ષિત રાખે છે અને નીકળી જાય છે.

બાળક શ્વાસ લેવાનું શીખે છે: જેમ જેમ તમે પ્રસવની નજીક આવો છો બાળક શ્વાસ લેવાનું શીખે છે. એમનિયોટિક દ્રવ્ય આ એક રીતનો પર્દાથ છે જેનાથી બાળક પોતાના નાકથી ખેંચે છે અને છોડે છે. તેના દ્રારા બાળક જ્યારે દુનિયામાં આવે છે તો શ્વાસ લે છે.

બાળકની પ્રતિરક્ષાનો વિકાસ: છેલ્લા થોડાક દિવસોમાં તમારું બાળક નાડીથી ભોજન ગ્રહણ કરે છે જે તેની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે જેનાથી તે એ બધી બિમારીઓથી લડે છે જે તેને આ દુનિયામાં આવ્યા બાદ થઈ શકે છે. જન્મ પછી માંનુ દૂધ પણ બાળકને રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

બાળકના જન્મના છેલ્લા મહિનામાં તમારે વધુ સતેજ રહેવું જોઈએ કેમકે તમને કોઈપણ સમયે પ્રસવ થઈ શકે છે. એટલે પોતાને બિલકુલ તૈયાર રાખો, પછી ચાહે તમારી નોર્મલ ડિલીવરી હોય કે સીજેરીયન હોય, બાળકની આવવાની ખુશી તમારા બધા જ દુખને ભૂલાવી દેશે.

English summary
By the end of this month you will become a mother and your entire life will change, hopefully for the better. Let's know What happens to your body during the ninth month.
Story first published: Thursday, November 17, 2016, 10:56 [IST]
X
Desktop Bottom Promotion