For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલની કૅર કરવાની ટિપ્સ

By Super Admin
|

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાના શરીરમાં ઘણા પરિવર્તનો થાય છે. એવું તેના શરીરમાં હૉર્મોન્સમાં આવતા પરિવર્તનોનાં કારણે થાય છે. હૉર્મોન્સમાં યોગ્ય પરિવર્તનો થવા જરૂરી હોય છે કે જેથી સ્વસ્થ રીતે પ્રસૂતિ થઈ શકે. સગર્ભાવસ્થામાં થતી અનેક સમસ્યાઓમાંથી એક સમસ્યા નિપ્પલ્સમાં થતો દુઃખાવો હોય છે.

સગર્ભાવસ્થા દરમિયાન સ્તનોનાં નિપ્પલ્સ બાળકોને સ્તનપાન કરવા માટે પ્રાકૃતિક રીતે તૈયાર થાય છે. તેથી તેમાં દુઃખાવો થાય છે. એવી પરિસ્થિતિમાં તેમની કૅર કરવી ખૂબ જરૂરી હોય છે. અહીં સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સની કૅર કરવા માટેનાં કેટલીક ટિપ્સ બતાવવામાં આવી રહી છે :

સગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલની કૅર

1) કમ્ફર્ટેબલ બ્રા પહેરો : સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સની કૅર કરવા માટે આપે સારા અને સૉફ્ટ કપડાથી બનેલી બ્રા પહેરવાની રહેશે કે જેનાથી નિપ્પલ્સમાં દુઃખાવો નહીં થાય. આ દિવસોમાં ભૂલથી પણ પૅડેડ બ્રા ન પહેરો, નહિંતર સ્તનોમાં ટાઇટનેસ લાગશે.

2) ઑલિવ ઑયલ લગાવો : સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સ પર દરરોજ ઑલિવ ઑયલ લગાવી મસાજ કરો. તેનાથી દુઃખાવો દૂર થશે. તેમને મૉઇશ્ચરાઇઝર મળશે અને ડ્રાય સ્કિનની અનેક સમસ્યાઓ દૂર થઈ જશે.

3) નિપ્પલ્સ પર સાબુ ન લગાવો : સગર્ભાવસ્થાનાં દિવસોમાં નિપ્પલ્સ પર સાબુનો ઉપયોગ ન કરો, નહિંતર તેનાથી નિપ્પલ્સ ડ્રાય થઈ જશે. વધુ ડ્રાયનેસ હોવાથી નિપ્પલ્સમાં દરાર કે ક્રસ્ટ પડી જાય છે કે જેનાથી રક્ત નિકળી શકે છે.જો આપ તેમને ધોવા માંગતા હોવ, તો કોઇક સારા માઇલ્ડ સોપથી બૉડી લોશનથી કરો અને તેના પછી ક્રીમ લગાવી લો.

4) મૉઇશ્ચરાઇઝર ક્રીમ : જો સગર્ભાવસ્થાનાં દિવસોમાં આપને નિપ્પલ્સ પર ડ્રાયનેસ અનુભવાતી હોય, તો એક મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ કે લોશનનો ઉપયોગ કરો. સગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલ્સની ડ્રાયનેસ મટાડવા માટે પણ માર્કેટમાં અનેક ક્રીમ અને જૅલ ઉપલબ્ધ છે.

5) નિપ્પલ્સ પ્રોટેક્ટર : માર્કેટમાં નિપ્પલ્સ પ્રોટેક્ટર ઉપલબ્ધ હોય છે કે જે નિપ્પલ્સમાં થતા દુઃખાવામાંથી રાહત અપાવે છે. તેને લગાવવાથી આપના કપડા અને નિપ્પલ્સ વચ્ચે ગૅપ રહે છે કે જેથી આપને કપડા પહેરવામાં રાહત અનુભવાય છે.

6) આઇસ પૅડનો ઉપયોગ કરો : સગર્ભાવસ્થા દરમિયાન નિપ્પલ્સમાં દુઃખાવો થવા લાગે છે. તેનાથી આરામ પામવા માટે શ્રેષ્ઠ હોય છે કે આપ આઇસ પૅડનો નિપ્પલ્સ પર લગાવી લો. તેનાથી આપને દુઃખાવામાં રાહત મળશે.

7) બ્રેસ્ટ પૅડ : સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ બાદ નિપ્પલ્સમાંથી મિલ્ક નિકળવા લાગે છે. તેવામાં બ્રેસ્ટ પર વધુ ધ્યાન આપવું પડે છે કે ક્યાંક લીકેજ ન થઈ જાય. તેથી સારી ક્વૉલિટીના પૅડનો ઉપયોગ કરો. તેનાથી નિપ્પલ્સ ડ્રાય રહે છે અને સફાઈ પણ રહે છે. તેનાથી નિપ્પલ્સમાં કોઈ પણ જાતનું ચેપ નથી લાગતું. પ્રેગ્નનંસી દરમિયાન નિપપ્લસનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.

English summary
Nipple care during pregnancy is very important to keep yourself comfortable. Here are some ideas that you can try for nipple care during pregnancy.
X
Desktop Bottom Promotion