For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ક્યારેય વિચાર્યું છે કે જો આપ બ્રેસ્ટફીડ નથી કરાવતા, તો દૂધ આખરે ક્યાં જાય છે ?

By Lekhaka
|

જો આપ સ્તનપાન નથી કરાવતા, તો આપનું દૂધ ઓછું થઈ જાય છે અને અંતે એવો સમય આવે છે કે જ્યારે દૂધ બનવાનું બંધ થઈ જાય છે !

શરુઆતનાં દિવસોમાં બાળક થયા બાદ દૂધનું સ્રાવ થઈ શકે છે, સ્તનમાં સોજો પણ આવી શકે છે, પરંતુ જો બાળકને સ્તનપાન ન કરાવવામાં આવે, તો દૂધ ધીમે-ધીમે બનવાનું બંધ થઈ જાય છે.

આ કેટલો સમય લે છે ?

આ કેટલો સમય લે છે ?

6થી 7 દિવસોમાં દૂધનું ઉત્પાદન બંધ થઈ શકે છે. તેથી જો આપ સ્તનપાન નથી કરાવતાં, તો દૂધ ક્યાં જાય છે ? તેનું ઉત્પાદન બંધ થઈ શકે છે !

તેની પાછળ શું કારણ છે ?

તેની પાછળ શું કારણ છે ?

દૂધનું ઉત્પાદન સમ્પૂર્ણ રીતે બાળકની જરૂર મુજબ થાય છે. જો બાળક દૂધ પીવે છે, તો દૂધ બનવાનું વધી જાય છે. જો બાળક દૂધ નથી પીતું, તો દૂધ બનવાનું બંધ થઈ જાય છે.

સ્તનમાં સોજો કેવી રીતે રોકાય ?

સ્તનમાં સોજો કેવી રીતે રોકાય ?

જો આપ સ્તનપાન નથી કરાવતા, તો દૂધ ક્યાં જાય છે ? શું આપે ક્યારેય વિચાર્યું છે ? કેટલીક માતાઓ બાળકોને સ્તનપાન કરાવે છે, પણ કેટલીક માતાએ બીજી રીત અપનાવે છે.

જે માતાઓએ સ્તનપાન નથી કરાવવું, તેમણે સપોર્ટિંગ બ્રા પહેરવી જોઇએ કે જેથી સ્તનને સપોર્ટ મળે અને તેમાં સોજો ન આવે.

દૂધ ક્યાં ગાયબ થઈ જાય છે ?

દૂધ ક્યાં ગાયબ થઈ જાય છે ?

જો આપ સ્તનપાન નથી કરાવવા માંગતા, તો શરીર દૂધને શોષી લે છે અને તેનું ઉત્પાદન બંધ થઈ જાય છે. તેથી દૂધ ક્યાંય જતું નથી. તે શરીર દ્વારા શોષી લેવામાં આવે છે.

શું તેની કોઇક સાઇડ ઇફેક્ટ પણ છે ?

શું તેની કોઇક સાઇડ ઇફેક્ટ પણ છે ?

કેટલીક મહિલાઓને સ્તનમાં દુઃખાવો, ડક્ટમાં જમાવ અને મસ્ટઇટીસનો અનુભવ થઈ શકે છે.

શું કરશો ?

શું કરશો ?

પોતાનાં નિર્ણય વિશે તબીબ સાથે વાત કરો. આપનાં તબીબ આપની મદદ કરી શકે છે કે જેથી આપ સ્તનપાન પણ ન કરાવો અને આપને તેની સાઇડ ઇફેક્ટનો સામનો પણ ન કરવો પડે.

English summary
If you dont breastfeed what happens to the milk? Have you ever wondered about this? Some mothers choose to breastfeed whereas some choose other options.
Story first published: Thursday, September 7, 2017, 9:30 [IST]
X
Desktop Bottom Promotion