For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડિલીવરી બાદ ઢીલી અને લટકતી ત્વચામાંથી કેમ પામશો છુટકારો ?

By Lekhaka
|

ડિલીવરી એટલે કે પ્રસૂતિ બાદ ત્વચામાં ઢિલાશ આવી જવાની સમસ્યામાંથી સરળતાથી છુટકારો પામી શકાય છે, જાણો કેવી રીતે ?

પ્રસૂતિ બાદ, બૅબી બહાર આવી ગયા બાદ ત્વચામાં ઢિલાશ આવી જાય છે કે જેને લઈને ઘણી મહિલાઓ ચિંતિત થઈ જાય છે અને તેમને લાગે છે કે ક્યારે તેમનું પેટ અગાઉ જેવું જ થઈ જશે.

કારણ કે સગર્ભાવસ્થાનાં અંતિમ દિવસોમાં પેટ પોતાની મહત્તમ સીમા સુધી વધી જાય છે અને ત્વચા પણ તે જ હિસાબે ખેંચાઈ જાય છે. જ્યારે બૅબી થઈ જાય છે, તો પેટ થોડાક દિવસોમાં સામાન્ય થવા લાગે છે, પરંતુ ત્વચા પહેલાની જેમ જ નથી થઈ શકતી અને તેમાં સ્ટ્રેચ માર્ક પણ પડી જાય છે.

પરંતુ પેટની લટકતી ત્વચાને કેટલાક સરળ ઉપાયોનાં માધ્યમથી બરાબર કરી શકાય છે અને તેમાં કસાવ લાવી શકાય છે. જાણો કેવી રીતે :

how to treat sagging skin after delivery

1. પાણીનું સેવન વધારો
પ્રસૂતિ બાદ આપે પાણીનું વધુ સેવન કરવું જોઇએ. તેનાથી ત્વચામાં કસાવ આવે છે. પાણીમાં ઘણા પ્રકારનાં પોષક તત્વો હોય છે કે જે ત્વચાને સુંદર બનાવે છે. સાથે જ તેમાં ગ્લો પણ લાવી દે છે.

2. વધુ પ્રોટીન ખાવો
પ્રસૂતિ બાદ આપ પ્રયત્ન કરો કે દિવસમાં પ્રોટીનનાં પુરતા પ્રમાણનું સેવન જરૂર કરો. જો આપને સમજાતુ ન હોય કે શું ખાઇએ, તો ફણગાવેલા મગ કે ચણાનું સેવન કરી શકો છો. ન્યુટ્રિલા અને માછલીમાં પણ ઘણુ પ્રોટીન હોય છે.

3. સ્ક્રબ કરો
આપ પોતાની ત્વચા પર સ્ક્રબ કરી મૃત ત્વચાને હટાવી દો અને તે પછી મસાજ કરો. તેનાથી ત્વચામાં હૂંફ આવશે. સાથે જ તેમાં કસાવ આવશે અને ત્વચાનું લટકવું બંધ થઈ જશે. એવું કરવાથી વધુ એક ફાયદો એ છે કે તેનાથી રક્તસંચાર સારૂ થઈ જાય છે અને ત્વચામાં ગ્લો પણ આવે છે.

4. દરરોજ એક્સરસાઇઝ કરો
પ્રસૂતિનાં તરત બાદ ભારે એક્સરસાઇઝ ન કરો, પરંતુ આપ એક્સરસાઇઝ કરવાનું શરૂ કરી દો. દરરોજ પ્રથમ વૉર્મ-અપ કરો. પ્રસૂતિનાં થોડાક માસ બાદ હૅવી એક્સરસાઇઝ શરૂ કરી શકો છો, પરંતુ તે અગાઉ ડૉક્ટરની સલાહ ચોક્કસ લો. યોગ અને ઍરોબિક એક્સરસાઇઝ સૌથી સારા વિકલ્પો હોય છે.

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી શરીરમાં રક્તનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જૂની કોશિકાઓનાં સ્થાને નવી કોશિકાઓ વિકસિત થઈ જાય છે અને શરીરગ્લો કરવા લાગે છે. સાથે જ પેટની માંસપેશીઓ પણ મજબૂત થઈ જાય છે.

5. સ્તનપાન
ઘણી મહિલાઓ વિચારે છે કે સ્તનપાન કરાવવાથી તેમનાં સ્તનોની ત્વચા ઢીલી પડી જશે. એવું ન કરો, બલ્કે સ્તનપાન કરાવવાથી ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન સારૂ થઈ જાય છે.

6. મસાજ કરો
જો આપની ત્વચામાં ઢિલાશ દૂર કરવી હોય, તો વિટામિનયુક્ત ક્રીમને સારા પ્રમાણમાં લઈ તેનાથી મસાજ કરો. દરોજ કમ સે કમ 10 મિનિટ સુધી સ્કિનની મસાજ કરવાથી ત્વચામાં ગ્લો આવી જાય છે અને રક્ત પરિભ્રમણ પણ સારી રીતે થવા લાગે છે. તેનાથી બહુ જલ્દી જ સૅગી સકીનમાંથી છુટકારો મળી જશે.

7. શક્તિ પ્રશિક્ષણ
આપે પ્રસૂતિ બાદ સ્ટ્રેંથ ટ્રેનિંગ લેવીજોઇએ. તેના માટે એક્સરસાઇઝ કરવી જોઇએ અને પોતાનું સ્ટેમિના વધારવું જોઇએ. એવું કરવાથી શરીરમાં નવી કોશિકાઓનો વિકાસ થશે અને તેનાથી ત્વચામાં ગ્લો અને કસાવ વધશે.

English summary
How to make your skin firm after delivery? Well, there are some simple tips to treat sagging skin after delivery.
Story first published: Friday, November 11, 2016, 14:36 [IST]
X
Desktop Bottom Promotion