Just In
- 346 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 355 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1085 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
પોતાની પ્રેગ્નંટ પત્નીની આમ રાખો કાળજી
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનાં વ્યવહાર અને મૂડમાં ફેરફાર થાય છે. એવામાં તેમના પતિ માટે તેમની દરેક વાતને સમજવી બહુ મુશ્કેલ થઈ પડે છે.
સામાન્ય રીતે પુરુષો પોતાની સગર્ભા પત્નીને ખુશ રાખવા માટે શક્ય દરેક કોશિશ કરે છે, પરંતુ છતાં પણ તેમનાંથી ક્યાંક ને ક્યાંક ઉણપ રહી જ જાય છે.
જો આપ પણ આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો અને આપ પોતાની પત્નીને તે નવ મહિનાઓમાં સમ્પૂર્ણપણે સલામત તથા શ્રેષ્ઠ અહેસાસ કરાવવા માંગો છો, તો આ કામ પૂરૂ કરવામાં અમે આપની મદદ કરી શકીએ છીએ.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ કે એક પુરુષે કઈ રીતે પોતાની સગર્ભા પત્ની અને પોતાનાં આવનાર બાળકની કાળજી અને સંભાળ રાખવી જોઇએ.

તેમને કહેવા દો પોતાનાં રુદિયાની વાત
તેમને આ વાતનો અહેસાસ અપાવો કે આપ તેમની દરેક વાત અને આ નવ મહિનાઓ દરમિયાન થનાર દરેક અહેસાસ વિશે જાણવા માંગોછો. પોતાની પત્નીને પ્રેગ્નંસી દરમિયાન ઉપસતી લાગણીઓ અને બદલાતા મૂડ વિશે પૂછો. એવું કરવાથી આપને તેમને સમજવામાં બહુ મદદ મળશે.

સગર્ભાવસ્થાનાં પુસ્તકો વાંચો
પ્રેગ્નંસી દરમિયાન મહિલાઓનાં વ્યવહારમાં જ નહીં, પણ તેમનાં શરીરમાં પણ ઘણા પ્રકારનાં ફેરફારો થાય છે. તેમની આ સ્થિતિને સમજવા માટે આપ સગર્ભાવસ્થા પર આધારિત પુસ્તકો વાંચી શકો છો. આ પુસ્તકોમાં આપને ગર્ભધારણથી લઈ પ્રસૂતિ સુધી મહિલાઓનાં વ્યવહાર અને શરીરમાં આવનાર ફેરફારો વિશે ખબર પડી જશે. આ રીતે આપ તેમની મુશ્કેલીઓને વધુ શ્રેષ્ઠ રીતે જાણી અને સમજી શકશો.

પોતાને કરો તૈયાર
પ્રેગ્નંસી દરમિયાન મહિલાઓને ઘણી વસ્તુઓ ખાવાનું મન કરે છે. તેથી આપે નવ મહિનાઓ દરમિયાન હંમેશા તૈયાર રહેવાનું છે. જો આપને લાગે છે કે મહિલાઓ નવ મહિના દરમિયાન એક જ વસ્તુ ખાવાનું પસંદ કરે છે, તો તે આપની ભૂલ છે. પ્રેગ્નંસીમાં મહિલાઓને એવું કંઇક ખાવાનું પણ મન કરે છે કે જે તેમને અગાઉ જરાય પસંદ નહોતુ. વગર કોઈ સવાલ કર્યે તેમને તેમની જરૂરિયાત અને પસંદની વસ્તુ લાવી આપો.

તબીબ પાસે સાથે જાઓ
પ્રેગ્નંસીનાં પૂરા નવ મહિનાઓ સુધી આપે તેમની સાથે રહેવાનું છે. એક પળ માટે પણ તેમને એવો અહેસાસ ન થવા દો કે આપે તેમને એકલી છોડી દીધી છે. જ્યારે ક્યારેય પણ તેઓ તબીબ પાસે ચેકઅપ માટેજાય, આપ તેમની સાથે જરૂર જાઓ. તેનાંથી આપને આપની પત્નીની પ્રેગ્નંસી અને પોતાનાં બાળક વિશેઘણુ બધુ જાણવાની તક મળશે.

બહાર ફરવા જાઓ
રોજ-રોજ ઘરે બેસીને કે રોજનાં રૂટીનથી તેઓ બોર થઈ ગયા હશે. એવામાં તેમને ખુશ કરવા માટે આપ તેમને કોઇક રોમાંટિક ડેટ પર બહાર લઈ જાઓ. કમ સે કમ એક સપ્તાહમાં એક વાર તેમને બહાર ફરવા જરૂરલઈ જાઓ. તેનાંથી તેમનો મૂડ પણ શ્રેષ્ઠ રહેશે.

મસાજ અને ફુટ મસાજ
પ્રેગ્નંસી દરમિયાન મહિલાઓને શરીરનાં અનેક ભાગોમાં દુઃખાવો કે ચૂંકની સમસ્યા રહે છે. આ મુશ્કેલીમાં આપનો સાથ અને પ્રેમ તેમને રાહત આપી શકે છે. ફુટ મસાજથી સગર્ભાવસ્થામાં ઘણી રાહત અનુભવાય છે.