For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ઘરગથ્થુ અને આસાન રીતોથી પામો સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો

By Staff
|

પ્રેગ્નંસી બાદ મહિલાઓનાં શરીરમાં સ્ટ્રેચ આવવું એક સામાન્ય જેવી વાત છે. સામાન્ય રીતે સ્ટ્રેચ માર્ક્સનાં અભદ્રપણાનાં કારણે મહિલાઓ માતા બન્યા બાદ પણ ડિપ્રેસ્ડ રહે છે. જો તેઓ એક્સરસાઇઝની મદદથી પોતાનાં ફિગરમાં પરત પણ આવી જાય છે, છતા પણ સ્ટ્રેચ માર્ક્સનાં કારણે કાયમ નિરાશ રહે છે.

આ ઘરગથ્થુ અને આસાન રીતોથી પામો સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો

જો આપ સ્ટ્રેચ માર્ક્સ હટાવવા માટે જાત-જાતની ક્રીમ લગાવી થાકી ચુક્યા છો, તો તેમની સાથે-સાથે આપ આ ઘરગથ્થુ નુસ્ખાઓ પણ અપનાવો કે જેનાથી આપ સ્ટ્રેચ માર્ક્સ મટાડી શકો છો.

આવો આજે અમે આપને કેટલીક એવી જ ઉપયોગી ટિપ્સ બતાવીએ, આવો નાંખીએ તેમનાં પર એક નજર :


પાણી પીવો

એક દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી જરૂર પીવો. પ્રેગ્નંસી દરમિયાન પણ બહુ પાણી પીવો અને ડિલીવરી બાદ પણ આવું કરવાથી આપને સ્ટ્રેચ માર્ક્સમાં ચામત્કારિક રીતે ફરક નજરે પડશે.


પૌષ્ટિક ભોજન

સ્વસ્થ ત્વચા માટે વિટામિન ઈ અને સી, ઝિંક, સિલિકા તેમજ અન્ય પોષક તત્વોની વિપુલતા ધરાવતું સંતુલિત અને પૌષ્ટિક આહાર પસંદ કરો. સંયોજક કોશિકાઓનાં નવીનીકરણ માટે વિટામિન વિશેષ રીતે જરૂરી છે. ભોજનમાં સ્ટ્રૉબેરી, જાંબુ, પાલક, ગાજર, લીલા બીન્સ, શાક, બદામ અને ખાદ્ય બીનો સમાવેશ કરો.
લિંબુનો રસ

લિંબુનો રસ એક પ્રાકૃતિક એસિડ છે કે જે સ્ટ્રેચ માર્ક્સ હળવા કરે છે. લિંબુનાં રસને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લો.


ક્રીમ અને મૉઇશ્ચરાઇઝર

એવી ક્રીમ અને મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો કે જે ત્વચામાં ખેંચાણ અને ટાઇટનેસ લાવવામાં મદદ કરે. નવા સ્ટ્રેચ માર્ક્સ માટે લોશન અને ક્રીમ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ તે જૂના સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરી શકે છે. જોકે તે તેટલા અસરકારક નથી. રેટીનોઇક એસિડ ધરાવતી ક્રીમ નવા સ્ટ્રેચ માર્ક્સ માટે સર્વશ્રેષ્ઠ હોય છે.

English summary
Here are a few effective home remedies to reduce stretch marks
Story first published: Wednesday, September 20, 2017, 17:40 [IST]
X
Desktop Bottom Promotion