For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગર્ભાવસ્થામાં સરગવા ખાવાનાં ફાયદાઓ

By Lekhaka
|

સગર્ભાવસ્થા દરમિયાન એક સ્ત્રીએ યોગ્ય આહાર લેવો પડે છે કે જેથી માતા અને બાળક બંને જ સ્વસ્થ રહે. સરગવો પણ તેમાંની જ એક શાકભાજી છે કે જે સગર્ભા મહિલાએ ખાવી જોઇએ.

તેમાં કૅલ્શિયમ, ફૉસ્ફરસ કૅરોટીન તથા વિટામિન સી હોય છે. સરગવાનું જ્યુસ સગર્ભાને આપવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી ડિલીવરીમાં ઊભી થતી સમસ્યામાંથી રાહત મળે છે અને ડિલીવરી બાદ પણ માતાને થતી તકલીફો ઓછી થાય છે.

સગર્ભાવસ્થામાં ઉબકા, મૉર્નિંગ સીકનેસ અને પ્રસવમાં થતી મુશ્કેલીઓ સરગવા ખાઈને ઓછી કરી શકાય છે. તેથી આજે અમે આપને સરગવા ખાવાનાં અનેક ફાયદાઓ જણાવવા જઈ રહ્યાં છીએ.

પ્રસુતિ

પ્રસુતિ

સરગવા ખાવાથી પ્રસુતિ વખતે થતા દુઃખાવામાં આરામ મળે છે. તેનાથી લોહીની ઉણપ નથી સર્જાતી. સાથે જ માતા બન્યા બાદ થતી સમસ્યાઓ ઓછી થઈ જાય છે.

મૉર્નિંગ સિકનેસ

મૉર્નિંગ સિકનેસ

સગર્ભાવસ્થા દરમિયાન થતી આળસને સરગવો ઓછીકરે છે. તે ઉબકા અને ચક્કર જેવી મોરિંગ સિકનેસને પણ ઓછી કરે છે.

સ્વસ્થ હાડકાં

સ્વસ્થ હાડકાં

સરગવામાં આયર્ન, કૅલ્શિયમ અને વિટામિન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી હાડકાં મજબૂત થાય છે. એટલું જ નહીં, તે લોહી પણ સ્વચ્છ કરે છે.

ચેપથી બચાવે છે

ચેપથી બચાવે છે

એંટી-બૅક્ટીરિયલ હોવાના કારણે સરગવો ગળા, ત્વચા અને છાતીમાં થતાં ચેપથી બચાવે છે.

પેટ સંબંધી મુશ્કેલીઓનો ઇલાજ

પેટ સંબંધી મુશ્કેલીઓનો ઇલાજ

સરગવો પેટ સંબંધી મુશ્કેલીઓનો ઇલાજ કરે છે. સરગવા અને નારિયેળ પાણીને સાથે ખાવાથી ઝાડા અને કમળો સાજા થઈ જાય છે.

ડાયાબિટીસને નિયંત્રિત કરે છે

ડાયાબિટીસને નિયંત્રિત કરે છે

સરગવાનાં પાંદડા સગર્ભાવસ્થામાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. તેને પોતાનાં આહારમાં સામેલ કરવાથી આપ ડાયાબિટીસથી તો બચશો જ, સાથે જ સગર્ભાવધિ ડાયાબિટીસ કે જે સામાન્યતઃ સગર્ભા મહિલાઓને થાય છે, તેનાથી પણ સરગવો બચાવે છે.

English summary
Drumstick eases labour pain and supports the contraction mechanism. It also prevents the risk of severe blood loss and post pregnancy complications.
Story first published: Tuesday, December 20, 2016, 11:29 [IST]
X
Desktop Bottom Promotion