For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગર્ભાવસ્થા અગાઉ અઠવાડિયામાં જોવા મળે છે આ 8 લક્ષણો

By Lekhaka
|

દરેક મહિલાનાં જીવનમાં સગર્ભાવસ્થા સૌથી વિચિત્ર અનુભવ હોય છે અને અઠવાડિયે-દર-અઠવાડિયે શરીરમાં પરિવર્તનો થવાની સાથે-સાથે મહિલાની માનસિકતામાં પણ મોટો બદલાવ આવીજાય છે.

એવું શોધથી પણ સ્પષ્ટ થઈ ચુક્યું છે કે બે મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન એક સરખા લક્ષણ ક્યારેય નથી અનુભવાતાં. દરેક મહિલાનાં લક્ષણો અને પ્રસવ પીડા જુદા-જુદા હોય છે.

પરંતુ કેટલાક સામાન્ય લક્ષણો જોવામાં આવ્યા છે કે દરેક મહિલામાં પ્રથમ અઠવાડિયા દરમિયાન સરખા જ હોય છે; જેમ કે ગૅસ બનવી, હૉર્મોન્સમાં ફેરફાર થવા, કબજિયાત, સ્તનોમાં તાણ, થાક અને મૂડ સ્વિંગ વગેરે.

સવારે અનુભવાતી નબળાઈ પણ સૌથી મુખ્ય લક્ષણ છે કે જે પહેલા અઠવાડિયામાં તમામ સગર્ભા મહિલાઓમાં દેખાય છે. આવો એવા જ કેટલાક લક્ષણો વિશે જાણીએ કે જે દરેક સગર્ભા મહિલા સગર્ભાવસ્થાનાં પ્રથમ અઠવાડિયામાં અનુભવે છે :

1. બ્લીડિંગ

1. બ્લીડિંગ

ગર્ભ ધારણ કર્યાનાં 6થી 12 દિવસ બાદ માસિક ધર્મમાંથી થોડુંક ઓછું રક્ત નિકળે છે. ઘણી વાર મહિલાઓ તેને લઈને ભ્રમિત થઈ જાય છે કે તેમને પીરિયડ્સ થઈ ચુક્યા છે. તેવામાં તેમને ખ્યાલ જ નથી રહેતું કે તેઓ માતા બનવાનાં છે.

2. મોઢાનો સ્વાદ વિચિત્ર લાગવો

2. મોઢાનો સ્વાદ વિચિત્ર લાગવો

પ્રથમ અઠવાડિયામાં સગર્ભા મહિલાનાં મોઢાનો સ્વાદ ખૂબ કડવો અને કસદાર જેવું બની જાય છે. તેને કોઈ પણ ભોજન સામગ્રીમાં સ્વાદ જ નથી લાગતો. માત્ર ખાટી વસ્તુઓનો સ્વાદ જ સમજાય છે.

3. સપનાં

3. સપનાં

વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રથમ અઠવાડિયામાં સગર્ભા મહિલાને સૌથી વધુ સપનાં આવે છે. તેને ખૂબ અટપટા સપનાં આવે છે. એવામાં તેનાં શરીરને વધુ આરામની જરૂર પડે છે.

4. કાળા ધબ્બા

4. કાળા ધબ્બા

સગર્ભાવસ્થાનાં પ્રાથમિક તબક્કામાં મહિલાનાં ચહેરા પર આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય છે, કારણ કે આ દરમિયાન શરીરમાં ખૂબ પરિવર્તનો થાય છે અને સૂર્યનો પ્રકાશ પણ ત્વચા સહન નથી કરી શખતી. તેનું કારણ છે ત્વચાની સંવેદનશીલતમાં વધારો.

5. થાક

5. થાક

આ સમયગાળામાં શરીરમાં રક્ત બનવામાં વધારો થાય છે કે જેથી બાળક સુધી તમામ પોષક તત્વો પહોંચી શકે. એવામાં થાક લાગવો સ્વાભાવિક છે.

6. પેશાબમાં સમસ્યા

6. પેશાબમાં સમસ્યા

જ્યારે મહિલા સગર્ભા થાય છે, તો તેનાં શરીરમાંથી વધુ પ્રમાણમાં પેશાબ નિકળે છે, કારણ કે કિડની બમણું કામ કરે છે. આ અવસ્થામાં કોરિયોનિક ગોનાડોટ્રોપિન નામનું હૉર્મોન શરીરમાં બને છે કે જે પેલ્વિક ભાગમાં રક્ત પ્રવાહ વધારે છે. તેથી મહિલાઓને દર બીજા મિનિટે પેશાબ લાગે છે.

7. માથાનો દુઃખાવો

7. માથાનો દુઃખાવો

સગર્ભાવસ્થાનાં પ્રથમ સપ્તાહમાં માથાનો દુઃખાવો થાય છે. શરીરમાં રક્તનો પ્રવાહ વધી જવાથી આવી સમસ્યા થાય છે. સાથે જ શરીરમાં અન્ય પરિવર્તનો સહન કરવા પણ મહિલાઓ માટે મુશ્કેલ થઈ પડે છે.

8. મૂડ સ્વિંગ

8. મૂડ સ્વિંગ

શરીરમાં હૉર્મોન્સ વધતા મૂડ ઉખડેલું રહે છે. ક્યારેક બહુ સારૂ અને ક્યારેક બહુ ખરાબ લાગે છે. એવામાં મહિલાએ પરિવારનો સહારો લેવો જરૂરી હોય છે.

English summary
Studies also show that there are some women who are even unaware of their pregnancy months after conception, and, in rare cases, women also undergo labour.
Story first published: Monday, December 19, 2016, 10:42 [IST]
X
Desktop Bottom Promotion