For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભાવસ્થા સંબંધિત સામાન્ય સમસ્યા

By Karnal Hetalbahen
|

બાળક એવી વસ્તુ છે જેને તમે નવ મહિના સુધી તમારા પેટમાં રાખો છો, ત્રણ વર્ષ સુધી તમારી બાહોમાં રાખો છો તથા તમારા મૃત્યું સુધી તે તમારા દિલમાં રહે છે. મેરી મેનસનના આ

શબ્દ કેટલા સાચા છે દરેક મહિલા બાળકને જન્મ આપવા માંગે છે તથા તેની જીંદગીમાં તેનાથી વધુ બીજી કોઇ ખુશી હોઇ ન શકે.

પરંતુ આ વરદાનની સાથે કેટલીક અસુવિધાઓ પણ જોડાયેલી છે તથા માતા બનતા પહેલાં દરેક મહિલાને આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નીચે ગર્ભાવસ્થા સંબંધિત કેટલીક

સામાન્ય સમસ્યાઓ કહેવામાં આવી રહી છે.

આ ઉપરાંત ગર્ભાવસ્થામાં આવનાર અન્ય ઘણી સામાન્ય સમસ્યાઓ જેમ કે, માથાનો દુખાવો, હાઇ બ્લડપ્રેશ, કેટલાક વિશિષ્ટ ખાદ્ય પદાર્થ ખાવાની ઇચ્છા અને ગળામાં ખરાશ થવી છે.

1) ઉલટી:

1) ઉલટી:

આ ગર્ભાવસ્થામાં થનાર એક સામાન્ય વાત છે જેનો સામનો દરેક મહિલાએ કરવો પડે છે પરંતુ જો આ સમસ્યા ખૂબ વધી જાય તો આવી સ્થિતિમાં ડોક્ટર સાથે પરામર્શ કરવી જરૂરી છે.

2) મોર્નિંગ સિકનેસ (સવારે થનાર ઉબકા):

2) મોર્નિંગ સિકનેસ (સવારે થનાર ઉબકા):

હાર્મોંસમાં પરિવર્તન થવાના કારણે મોર્નિંગ સિકનેસની સમસ્યા આવે છે જે આખો દિવસ રહે છે. મોર્નિંગ સિકનેસને રોકવાનો એક ઉપાય એ છે કે થોડી થોડી વારના અંતરે થોડું થોડું ખાવ, ભોજનની સાથે સાથે તરલ પદાર્થ ન લો તથા ઘરમાં વેંટિલેશન (હવાનો પ્રવાહ) સારો બનાવી દો.

3) સોજો:

3) સોજો:

ગર્ભવતી મહિલાઓની આ એક સામાન્ય સમસ્યા છે જો કે સોજાનું સ્તર દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે. ખૂબ લાંબો સમય ઉભા ન રહો અને એવા પગરખાં પહેરો જે ખાસ કરીને આ સમસ્યાનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યા હોય.

4) વજન વધવું:

4) વજન વધવું:

ગર્ભાવસ્થામાં દરેક મહિલાનું વજન વધી જાય છે અત: આ વિશે ચિંતા કરવાની જરૂર નથી અને તેના કારણે ખાવાનું છોડી ન દો.

5) અનિદ્રા (ઉંઘ ન આવવી):

5) અનિદ્રા (ઉંઘ ન આવવી):

ગર્ભાવસ્થા દરમિયાન હાર્મોંસમાં પરિવર્તન અને અસુવિધાઓના કારણે અનિદ્રાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે કેફીન, આલ્કોહોલ અથવા વસાયુક્ત પદાર્થોનું સેવન કરવાનું ટાળો.

6) થાક:

6) થાક:

ગર્ભાવસ્થા દરમિયાન થાકથી બચવા માટે યોગ્ય ઉંઘ લો તથા આરામ કરો. એનીનિયાથી બચવા માટે આયરન (લોહ તત્વ)થી સમૃદ્ધ આહાર લો કારણ કે એનીમિયાના કારણે જ થાકનો અનુભવ થાય છે.

7) પીઠનો દુખાવો:

7) પીઠનો દુખાવો:

પેટની આસપાસ વજન વધવાના કારણે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન પીઠના દુખાવાનો સામનો કરવો પડી શકે છે. આરામદાયક પગરખા પહેરો તથા ભારે વસ્તુઓ ન ઉપાડો કારણ કે તેનાથી તમારી સમસ્યા વધી શકે છે.

8) પેટનો દુખાવો

8) પેટનો દુખાવો

બીજી તરફ ત્રીજા મહિના દરમિયાન પેટનો દુખાવો સામાન્ય સમસ્યા છે કારણ કે આ દરમિયાન યોનિમાર્ગ બાળક માટે જગ્યા બનાવી રહ્યો હોય છે. પરંતુ જો દુખાવો સતત રહે તો મેડિકલ તપાસ જરૂરી હોય છે.

9) કબજિયાત:

9) કબજિયાત:

આ શરીરના ચયાપચયમાં પરિવર્તનના કારણે થાય છે. પાણી વધુ પીઓ તથા ફાઇબર (રેશાયુક્ત) આહાર લો. પગમાં સંકોચન:

રાત્રે સુતાં પહેલાં પગની આંગળીઓને ગોળ ફેરવીને કસરત કરો. ધીરે ધીરે માલિશ કરો. મેગ્નેશિયમ અને પોટેશિયમથી યુક્ત આહાર લો.

10) શ્વાસ લેવામાં તકલીફ થવી (શ્વાસ રુંધાવવો):

10) શ્વાસ લેવામાં તકલીફ થવી (શ્વાસ રુંધાવવો):

ગર્ભવતી મહિલાઓના શરીરમાં દબાણ વધવાના કારણે આ સમસ્યા થાય છે. જ્યારે પણ તમને શ્વાસ લેવામાં તકલીફ થાય તો આરામ કરો અને જો સમસ્યા વધી જાય છ તો કોઇને મદદ કરવા માટે કહો.

English summary
Common pregnancy problems will always be faced by new moms. These pregnancy complications are not major health problems that you can not handle alone.
Story first published: Friday, January 6, 2017, 11:21 [IST]
X
Desktop Bottom Promotion