Just In
Don't Miss
જાણો પ્રથમ બાળક માટે યોગ્ય ઉંમર કઈ છે ?
બાળક ક્યારે જોઇએ ? એ નક્કી કરવું કોઈ સરળ વાત નથી. કોઈ પણ ઉંમરમાં સગર્ભાવસ્થાનાં પોતાના ફાદા અને નુકસાન હોય છે. આ વાત સાચી છે કે આપની ઉંમર સાથે આપનાં બ્રેસ્ટમાં પણ પરિવર્તન આવે છે.યૉ
20 વર્ષની ઉંમરમાં બ્રેસ્ટ તંગ અને ફ્લૅક્સિબલ (લવચિક) હોય છે તથા તેમનો આકાર પણ ઓછો હોય છે. જો આપ 20 વર્ષની વયે સગર્ભા થવા માંગતા હોવ, તો સમય અને જીવ વિજ્ઞાન બંને આપની સાથે હોય છે.
જેવા જ આપ 30 વર્ષની વયમાં પ્રવેશ કરો છો, એસ્ટ્રોજન જેવા હૉર્મોંસ બ્રેસ્ટને મજબૂત રાખવામાં સહાયક થાય છે. સામાન્યતઃ આ ઉંમરમાં માતા બનવાથી બ્રેસ્ટ કૅંસર જેવી બીમારીઓથી બચી શકાય છે.
જોકે 40 વર્ષની વયે બ્રેસ્ટનાં ટિશ્યુ ખરાબ થવા લાગે છે અને આપના બ્રેસ્ટમાં ચરબીની ટકાવારી વધી જાય છે તેમજ તેની સાથે સગર્ભાવસ્થા સાથે સંકળાયેલા ખતરાઓ પણ વધી જાય છે.
સગર્ભાવસ્થા અને બ્રેસ્ટ કૅંસરનાં ખતરા વચ્ચેનો સંબંધ
અભ્યાસો વડે જાણવા મળ્યું છે કે કોઈ મહિલાને બ્રેસ્ટ કૅંસર થવાનો ખતરો તેની ઓવરીઝ દ્વારા ઉત્પન્ન કરાતા હૉર્મોંસ સાથે સંકળાયેલો હોય છે. સગર્ભાવસ્થા બ્રેસ્ટ ફીડિંગની સીધી અસર બ્રેસ્ટની કોશિકાઓ પર પડે છે કે જેથી તેમનાં કેટલાક ફેરફાર આવે કે તે પરિપક્વ બની શકે તેમજ દૂધ બનાવી શકે. કેટલાક શોધકર્તાઓનું એવું માનવું છે કે આ પરિવર્તિત કોશિકાઓ જ કૅંસરની કોશિકાઓ બની જાય છે, જ્યારે અપરિવર્તિત કોશિકાઓનાં કૅંસરની કોશિકાઓમાં બદલવાનો ખતરો બહુ ઓછો હોય છે.
એવી મહિલાઓ કે જે બહુ ઓછી વયમાં માતા બની જાય છે, તેમનામાં બ્રેસ્ટ કૅંસર થવાનો ખતરો બહુ ઓછો હોય છે. એવી મહિલાઓ કે જેમણે 30 વર્ષની ઉંમર બાદ પ્રથમ બાળકને જન્મ આપ્યો છે, તેમનામાં બ્રેસ્ટ કૅંસરની શક્યતા તે મહિલાઓ કરતા વધુ હોય છે કે જેમણે ક્યારેય બાળકને જન્મ નથી આપ્યો.
મહિલાની પ્રથમ સગર્ભાવસ્થા બાદ બ્રેસ્ટ કૅંસર થવાની શક્યતા વધી જાય છે, પરંતુ તે ધીમે-ધીમે ઓછી થતી જાય છે તેમજ તે પછીની સગર્ભાવસ્થા પર તેની કોઈ અસર નથી પડતી.
મહિલાઓ દ્વારા બાળકને જન્મ આપવાની ઉંમર દર પાંચ વર્ષે વધી રહી છે કે જેના કારણે મહિલાઓને બ્રેસ્ટ કૅંસર થવાની શક્યતા 7 ટકાના દરે વધી રહી છે.