For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગર્ભાવસ્થા દરમિયાન તાણ દૂર કરવાનાં સર્વોત્તમ ઉપાયો

By Lekhaka
|

સગર્ભાવસ્થા દરમિયાન તાણ કે ડિપ્રેશન હોવું સામાન્ય બાબત છે. માતા બનવાની પ્રક્રિયામાં શરીરમાં ઘણા હૉર્મોન્સ બદલાઈ જાય છે અને મહિલાની માનસિક પરિસ્થિતિ પણ અલગ થઈ જાય છે.

તેને ક્યારેક ભય લાગે છે અને ક્યારેક તે કન્ફ્યુઝ થઈ જાય છે. આ તમામ પરિવર્તનો તેના માટે તદ્દન નવાં હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન હૉર્મોન માતાને માતાની જેમ અનુભવ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

જોકે દરેક મહિલા પર તેની અસર જુદી-જુદી થાય છે. કોઈ-કોઈ મહિલાઓ સગર્ભાવસ્થાને ખૂબ એંજૉય. પણ કરે છે. ઘણી વખત સગર્ભાવસ્થા દરમિયાન ભયાનક રીતે મૂડ બદલાઈ જાય છે.

મહિલા રડવા લાગે છે કે હસવા લાગે છે. વગર કોઈ કારણે જ પરેશાન થઈ જાય છે. આ રીતે સગર્ભાવસ્થા દરમિયાન હૉર્મોન્સનાં કારણે આવી સ્થિતિ પેદા થતી હોય છે. તેથી આવી સ્થિતિને હૅંડલ કરવું માત્ર મહિલાનાં વશની જ વાત છે.

તેણે જ કેટલાક ઉપાયો અપનાવી પોતાની જાતને આવી સ્થિતિમાંથી ઉગારવું પડશે કે જેથી તેના અને તેના બાળકનાં આરોગ્ય પર માઠી અસર ન પડે. આવો જાણીએ કઈ રીતે સગર્ભાવસ્થા દરમિયાન તાણ અને ડિપ્રેશનમાંથી મુક્ત રહેશો ?

1. સગર્ભાવસ્થાની બિહામણી વાર્તાઓ ન સાંભળો

1. સગર્ભાવસ્થાની બિહામણી વાર્તાઓ ન સાંભળો

ગૉસિપ કરો, પરંતુ એવી વાતોથી દૂર રહો કે જે પ્રસવ દરમિયાન નકારાત્મક ઘટનાઓ સાથે સંબંધિત હોય. એવી વાતો સાંભળવાથી મનમાં નકારાત્મક વાતો-લાગણીઓ જ ઉપસે છે.

2. નવા કપડાંની ખરીદી :

2. નવા કપડાંની ખરીદી :

સગર્ભાસ્થા દરમિયાન નવા કપડાં પહેરો. તેનાથી આપને રસપ્રદ લાગશે અને સારૂં ફીલ થશે. આપ પોતાનાં બાળક માટે કંઇક ખરીદી શકો છો અને સગર્ભાવસ્થાને એંજૉય કરી શકો છો.

3. પગને ઉપર કરો :

3. પગને ઉપર કરો :

સગર્ભાવસ્થા દરમિયાન દરેક પ્રકારની એક્સરસાઇઝ કરવાથી બચવું જોઇએ. તેના માટે કોઇક ટેબલનાં સહારે ઊભા થઈ બંને પગને ઊપર કરી એડીનાં બળે ઊભા થઈ જાઓ. તેનાથી તાણ દૂર થશે.

4. નાની ઊંઘ લો

4. નાની ઊંઘ લો

સગર્ભાવસ્થા દરમિયાન નાનકડી ઊંઘ દિવસમાં જરૂર લો. તેનાથી આખો દિવસ સારો રહે છે. તાણમુક્ત અનુભવાશે અને મૂડ પણ બરાબર રહેશે. લંચ બાદ ઊંઘવું સૌથી શ્રેષ્ઠ રહે છે.

5. પાર્કમાં ટહેલો :

5. પાર્કમાં ટહેલો :

સાંજનાં સમયે પાર્કમાં કે આસપાસનાં કોઇક સારા વાતાવરણ ધરાવતા સંકુલમાં ટહેલી લો. આપ કોઈની કંપની પણ એંજૉય કરી શકો છો. 30 મિનિટ માટે ટહેલવું લાભપ્રદ હોય છે.

6. બાળકો સાથે સમય પસાર કરો :

6. બાળકો સાથે સમય પસાર કરો :

સગર્ભાવસ્થા દરમિયાન બાળકો સાથે સમય પસાર કરો. તેનાથી આપનું બાળકો પ્રત્યે સ્નેહ વધશે. તાણ દૂર થશે.

7. સ્ટ્રેચ

7. સ્ટ્રેચ

લાઇટ સ્ટ્રેચ એક્સરાઇઝ કરો કે જેનાથી આપ રિલેક્સ રહેશો. ઇચ્છો તો આ અંગે તબીબ સાથે વાત કરી લો કે આપે કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઇએ.

English summary
Anxiety and depression during pregnancy are common things, as the new mother may have certain concerns regarding the baby's and her health.
Story first published: Thursday, December 22, 2016, 12:00 [IST]
X
Desktop Bottom Promotion