For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપ જાણો છો કે ગર્ભમાં બાળક કેમ મારે છે કિક ?

આ આર્ટિકલનાં માધ્યમથી આપને બતાવીશું કે ગર્ભમાં બાળક કેમ મારે છે કિક

By Lekhaka
|

કોઈ પણ મહિલા માટે માતા બનવાનો અહેસાસ ખૂબ જ સુખદ હોય છે કે જેને તે પોતાનાં મનમાં જીવન ભર સાચવી રાખે છે. આ નવ માસનો સમય દરરોજ તેને નવો-નવો અહેસાસ કરાવતો રહે છે. જેમ-જેમ ગર્ભમાં ઉછરી રહેલ ભ્રૂણ આકાર લેવા લાગે છે, તેમ-તેમ માતા બનવાનો અહેસાસ વધુ ઝડપી થવા લાગે છે. પ્રેગ્નંસી દરમિયાન બાળકની લાત અનુભવવી માતા માટે ખૂબ જ સ્પેશિયલ અનુભવ હોય છે. ખાસકરી ત્યારે કે જ્યારે બાળકે પહેલી વાર કિક મારી હોય, પરંતુ શું આપને ખબર છે કે બાળક આવું કેમ કરે છે ? જો આપ નથી જાણતા, તો આવે અમે આપને બતાવીએ છીએ તેની પાછળનું સત્ય.

1 - નવા વાતાવરણમાં ફેરફાર થતા :

1 - નવા વાતાવરણમાં ફેરફાર થતા :

જ્યારે બાળક બહારનાં પરિવર્તનને અનુભવ કરી રહ્યો હોય છો, તો એવામાં તે તરત પોતાની પ્રતિક્રિયાને કિક મારીને દાખવે છે. બહારથી કોઇક શોર કે માતાનાં કંઇક ખાવાનો અવાજ સાંભળી બાળક પોતાના અંગો ફેલાવે છે. લાત મારવું તેમનાં સામાન્ય વિકાસનો સંકેત પણ હોય છે.

2 - બાળકનાં સારા આરોગ્યનો સંકેત :

2 - બાળકનાં સારા આરોગ્યનો સંકેત :

લાત મારવું નવજાત શિશુનાં સારા વિકાસનો સંકેત હોય છે. તેનો મતલબ એમ હોય છે કે આપનું બાળક બહુ સક્રિય છે. આપને બાળકનાં લાત મારવાનો ત્યારે અનુભવ થાય છે કે જ્યારે તે ગર્ભમાં હેડકી લે છે કે આમ-તેમ હલે છે. જ્યારે બાળક પોતાનાં અંગોને સગર્ભાવસ્થાનાં પ્રારંભિક સપ્તાહ દરમિયાન ફેલાવે છે, તો આપને મુશ્કેલીનો અનુભવ થઈ શકે છે.

3 - 36મા સપ્તાહ બાદ ઓછું થતું લાત મારવું :

3 - 36મા સપ્તાહ બાદ ઓછું થતું લાત મારવું :

એક સમય એવો આવે છે કે જ્યારે બાળક ગર્ભમાં 40-50 મિનિટ સુધી આરામ કરે છે. પ્રેગ્નંસીનાં 36માં સપ્તાહ બાદ આપનાં બાળકનું આકાર વધતુ જાય છે કે જેનાં કારણે તે વધુ હિલચાલ નથી કરી શકતું. આ દરમિયાન આપ પોતાની પાંસળીઓની નીચે એક કે બંને બાજુ બંને પક્ષો પાસે લાત અનુભવશો.

4 - ઓછું લાત મારવું મુશ્કેલી હોવાનો સંકેત :

4 - ઓછું લાત મારવું મુશ્કેલી હોવાનો સંકેત :

28 સપ્તાહ બાદ તબીબ આપને બાળક કેટલી વાર લાત મારે છે, તે ગણવાનું કહે છે. જો બાળક લાત નથી મારી રહ્યું કે ઓછી લાત મારી રહ્યું છે, તો તેની પાછળ બાળકને ઑક્સીજન સપ્લાય ન હોવાનું કારણ પણ હોઈ શકે. બાળકનાં નહીં હલવા અને લાત નહીં મારવાનું કારણ શુગર લેવલનું ઓછું હોવું પણ હોઈ શકે. જો ખાધા બાદ પણ આપનું બાળક લાત નથી મારી રહ્યું, તો એક ગ્લાસ પાણી પીને જુઓ.

5 - ડાબે પડખે થતાં :

5 - ડાબે પડખે થતાં :

જ્યારે માતા ડાબે પડખે સૂએ છે, ત્યારે બાળકનું કિક મારવાનું વધી જાય છે. એવું એટલા માટે થાય છે, કારણ કે જ્યારે માતા ડાબે પડખે સૂવે છે, ત્યારે ભ્રૂણને રક્તનો પુરવઠો વધી જાય છે. તેનાં કારણે બાળકની હિલચાલ વધી જાય છે.

English summary
when a child is in the womb, he kills the feet inside the stomach, which is also called a child's kick.
Story first published: Monday, July 10, 2017, 9:14 [IST]
X
Desktop Bottom Promotion