For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્ભાવસ્થાના સાતમા મહિનાનો ખોરાક- શું ખાવું અને શું ના ખાવું ?

આયરન અને પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થ: રેડ મીટ, બીન્સ, ઈંડા, સીડ્સ અને ચોખાનું સેવન કરીને તમે આયરન અને પ્રોટીનની આવશ્યકતાને પૂરી કરી શકો છો.

By KARNAL HETALBAHEN
|

ગર્ભાવસ્થાના ત્રીજા ટ્રાઈમિસ્ટરમાં તમારો આહાર આવનાર બાળકના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત હોવો જોઇએ. તમારે એવો આહાર લેવો જોઈએ જેનાથી તમને દરરોજ ૪૫૦ અતિરિક્ત કેલેરિઝ મળે.

કહેવાનું તાત્પર્ય એ છે કે સીમિત માત્રામાં ખાઓ. એક વખતમાં વધુ ખાવાથી સારું છે કે આખા દિવસમાં થોડી થોડી વારે થોડું થોડું ખાઓ જેથી તમારા બાળકના વિકાસ માટે તેને પૂરું પોષળ મળી શકે.

ગર્ભાવસ્થાની આ સ્થિતીમાં તમારે આ ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ:

૧. આયરન અને પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થ:

૧. આયરન અને પ્રોટીન યુક્ત ખાદ્ય પદાર્થ:

ગર્ભાવસ્થાના ત્રીજા ચરણમાં અતિરિક્ત આયરનની જરૂરિયાત હોય છે જેથી પ્રસવ દરમ્યાન એનિમિયા, હેમરેઝની સમસ્યા ના થાય. તમારે દરરોજ ૨૭ મિગ્રા. આયરનની જરૂરિયાત હોય છે. રેડ મીટ, બીન્સ, ઈંડા, સીડ્સ અને ચોખાનું સેવન કરીને તમે આયરન અને પ્રોટીનની જરૂરિયાતને પૂરી કરી શકો છો. પ્રોટીનથી મળનાર એમિનો એસિડ બાળકના તીવ્ર વિકાસમાં મદદરૂપ થાય છે.

૨. કેલ્શિયમ યુક્ત આહાર:

૨. કેલ્શિયમ યુક્ત આહાર:

આખી ગર્ભાવસ્થા દરમ્યાન કેલ્શિયમ ખૂબ મહત્વપૂર્ણ હોય છે, જોકે ગર્ભાવસ્થાના ત્રીજા ચરણમાં આ વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે કેમકે કેલ્શિયમ હવે બાળકના શરીરમાં જવા લાગે છે. વિશેષજ્ઞો અનુસાર તમારે દરોરોજ ૧,૦૦૦ મિગ્રા. કેલ્શિયમની જરૂરિયાત હોય છે. ડેરી ઉત્પાદ જેવા કે, દૂધ, યોગર્ટ અને ખાદ્ય ઉત્પાદ જેવા કે ઓટમીલ અને સાલમોનમાં કેલ્શિયમની પ્રચુર માત્રામાં મળી આવે છે.

૩. મેગ્નેશિયમ યુક્ત ખાદ્ય પદાર્થ:

૩. મેગ્નેશિયમ યુક્ત ખાદ્ય પદાર્થ:

મેગ્નેશિયમ તમારા દ્વારા સેવન કરવામાં આવેલા કેલ્શિયમના પાચનમાં સહાયક થાય છે અને તમને પગના સોજાથી આરામ અપાવે છે, માંસપેશિયોને આરામ આપે છે અને સમયપૂર્વ થનાર પ્રસવ પીડાને પણ રોકે છે. તમારે દરરોજ ઓછામાં ઓછું ૩૫૦ થી ૪૦૦ મિગ્રા. મેગ્નેશીયમનું સેવન કરવું જોઇએ. બદામ, ઓટબ્રાન, બ્લેક બીન્સ (કાળી સેમ), જે બીટ, કોળુના બીજ વગેરે મેગ્નેશિયમના સારા સ્ત્રોત છે.

૪. ડીએચએ યુક્ત ખાદ્ય પદાર્થ:

૪. ડીએચએ યુક્ત ખાદ્ય પદાર્થ:

ડીએચએ એક ફેટી એસિડ છે જે તમારા બાળકના માથાના યોગ્ય વિકાસમાં મદદરૂપ થાય છે. વિશેષજ્ઞો અનુસાર દરરોજ તેની ૨૦૦ મિગ્રા. માત્રાનું સેવન કરવું જોઈએ. દૂધ, ઈંડા અને જ્યુસથી તમને ડીએચએ મળે છે.

૫. ફોલિક એસિડ:

૫. ફોલિક એસિડ:

પ્રત્યેક ગર્ભવતી મહિલા માટે ગર્ભાવસ્થા પહેલા અને ગર્ભાવસ્થા દરમ્યાન ફોલિક એસિડનું સેવન કરવું ખૂબ જ જરૂરી હોય છે. ત્રીજા ટ્રાઈમિસ્ટર દરમ્યાન ફોલિક એસિડ તમારા બાળકના ન્યૂરલ ટ્યૂબના દોષના જોખમને ઓછું કરવામાં સહાયક થાય છે. ઓટમીલ, કોબીજ કે લીલા પાંદડાવાળી શાકભાજી તથા ફળ જેવા કે સ્ટ્રોબેરિઝ અને સંતરા વગેરેમાં ફોલિક એસિડ મળી આવે છે. તમારે દરરોજ તેની ૬૦૦-૮૦૦ મિગ્રા. માત્રાનું સેવન દરરોજ કરવું જોઈએ.

૬. ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થ:

૬. ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થ:

ગર્ભાવસ્થાના ત્રીજા ટ્રાઈમિસ્ટરમાં મોટાભાગે કબજીયાતની સમસ્યા થઈ જાય છે. તેનાથી બચવા માટે તમારે ફાઈબર યુક્ત આહારનું વધારે સેવન કરવું જોઈએ. તમારે તમારા આહારમાં શાકભાજી, ફળ, દાળ અને આખા અનાજને શામેલ કરવા જોઈએ. આ વાતને ના ભૂલવી જોઇએ કે તમારા પાચનના રસ્તાનું પાણી ફાઈબર દ્વારા ખૂબ જલ્દી શોષી લેવામાં આવે છે . અંતમાં શરીરમાં થનાર આ ખામીને પૂરી કરવા માટે ખૂબ પાણી અને બીજા તરલ પદાર્થનું સેવન કરો.

૭. વિટામીન સી યુક્ત ખાદ્ય પદાર્થ:

૭. વિટામીન સી યુક્ત ખાદ્ય પદાર્થ:

આ વાતને સુનિશ્ચિત કરવા માટે કે તમે જે આયરનનું સેવન કરી રહ્યા છો તે તમારા શરીર દ્વારા અવશોષિત કરે છે કે નહી, તમારે વિટામીન સી યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોઈએ. વિટામીન સીમાં ખાટ્ટા ફળ જેવા કે મેલોન્સ, લીંબુ અને સંતરા તથા લીલા મરચાં અને બ્રોકલી વગેરે શામેલ છે.

૭ માં મહિનામાં શું ના ખાશો?

૭ માં મહિનામાં શું ના ખાશો?

ગર્ભાવસ્થાના ત્રીજા ટ્રાઈમિસ્ટરમાં હાર્ટબર્ન, હાથ અને પગમાં સોજા આવવા, થાક અને કબજીયાત વગેરેની સમસ્યા થઈ શકે છે. આ લક્ષણોથી બચવા માટે તમારા આહારમાંથી કેટલાક પદાર્થોને દૂર કરો. તેનાથી તમારી અસુવિધા ઓછી થઈ જશે અને તમારા બાળકને ઉચિત પોષણ પણ મળશે... ગર્ભાવસ્થાના સાતમાં મહિના દરમ્યાન આ ખાદ્ય પદાર્થોનું સેવન ના કરો:

૧. હાઈ ફેટ અને મસાલેદાર ખાદ્ય પદાર્થ:

૧. હાઈ ફેટ અને મસાલેદાર ખાદ્ય પદાર્થ:

હાર્ટબર્નની સમસ્યાથી બચવા માટે તમારે તળેલા ખાદ્ય પદાર્થ જેમાં ફેટ ખૂબ વધારે હોય છે, તેનાથી દૂર રહેવું જોઇએ. તમારે મસાલેદાર ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઇએ જેના કારણે હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે. વિશેષજ્ઞો અનુસાર તમારે રાત્રે એકદમ હળવો ખોરામ ખાવો જોઈએ.

૨. સોડિયમ યુક્ત ખાદ્ય પદાર્થ:

૨. સોડિયમ યુક્ત ખાદ્ય પદાર્થ:

તરલ પદાર્થોનું વધારે માત્રામાં સેવન કરીને પેટ ફૂલવું અને સોજા જેવી સમસ્યાઓથી બચી શકાય છે. તમારે તરલ પદાર્થોનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. સોડિયમની ઓછી માત્રાનું સેવન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. અંતમાં વધારે મીંઠા યુક્ત પદાર્થ જેવા કે ચિપ્સ, કેચપ, ડબ્બામાં રાખેલા ખાદ્ય પદાર્થ, અથાણું અને સોસ વગેરેથી દૂર રહો.

૩. કેફીન, આલ્કોહોલ અને તમાકું:

૩. કેફીન, આલ્કોહોલ અને તમાકું:

આ જણાવવાની જરૂરિયાત નથી કે આખી ગર્ભાવસ્થા દરમ્યાન આ બધા પદાર્થોનું સેવન તદ્દન ના કરવું જોઈએ. કેફીન યુક્ત પેય પદાર્થોથી કબજીયાતની સમસ્યા થઈ શકે છે જેનાથી તમને અસુવિધા અનુભવાય છે, વિશેષ રીતે ગર્ભાવસ્થાના આ ચરણમાં, અંતમાં: આ બધા પદાર્થોથી દૂર રહો. આલ્કોહોલ અને તમાકું તમારા બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનદાયક હોય છે અંતમાં થઈ શકે તો તેને છોડી દો.

૪. જંક ફૂડ:

૪. જંક ફૂડ:

ઈચ્છા થવા પર જંક ફૂડની થોડી માત્રાની સેવન કરવું ઠીક છે જોકે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેને વધારે ના ખાઓ. પ્રોસેસ્ડ ફૂડમાં પોષક તત્વો હોતા નથી. સારું થશે કે તમે ઘરે જ હેલ્દી સ્નેક્સ જેવા કે કેરેટ સ્ટિક્સ, આખા અનાજથી બનેલી સેન્ડવિચ વગેરે બનાવો. આ રીતે તમારું પેટ પણ ભરાશે અને તમારા બાળકને પોષક તત્વ પણ મળશે તથા તેનો વિકાસ પણ સ્વસ્થ થશે.

English summary
During the third trimester of your pregnancy, the diet that you consume should be focused on the health of your baby who is to arrive soon.
Story first published: Wednesday, May 17, 2017, 11:17 [IST]
X
Desktop Bottom Promotion