For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો બ્રેસ્ટ મિલ્કમાં આવતું હોય લોહી, તો તેના હોઈ શકે છે આ 7 કારણો

By Lekhaka
|

બ્રેસ્ટ મિલ્ક બાળકો માટે સૌથી સારૂં હોય છે. તે બાળકોની વૃદ્ધિ માટે આવશ્યક તમામ પોષક તત્વો પ્રદાન કરે છે.

પરંતુ ક્યારેક-ક્યારેક એવા કેસો પણ સામે આવે છે કે જ્યારે બ્રેસ્ટ મિલ્કમાં થોડીક અસામાન્યતા નજરે પડે છે. એવી જ એક અસામાન્યતા છે બ્રેસ્ટ મિલ્કમાં લોહી આવવું. આવું થતા બહુ ચિંતા કરવાની વાત નથી.

આવું સામાન્યતઃ તેવી મહિલાઓમાં જોવામાં આવે છે કે જે પોતાનાં પ્રથમ બાળકને સ્તનપાન કરાવે છે. સામાન્યતઃ બ્રેસ્ટ મિલ્કમાં મોજૂદ રક્ત પર એટલું ધ્યાન થી જતું, કારણ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવે છે.

એવું જોવામાં આવે છે કે બ્રેસ્ટ મિલ્કનો રંગ બદલાતો રહે છે; જેમ કે ગુલાબી, નારંગી કે ભૂરો. રંગમાં ફરક માત્ર ત્યારે જ દેખાય છે કે જ્યારે આપ દૂધ પંપ કરો છો કે બાળક દૂધ બહાર કાઢે છે. તે વખતે આપ ખૂબ ડરી જાઓ છો, પરંતુ ગભરાવો નહીં, આ બહુ સામાન્ય વાત છે.

આ વાત મહત્વની છે કે આપ પોતાનાં તબીબ સાથે પરામર્શ કરો કે એવી પરિસ્થિતિમાં આપ પોતાનાં બાળકને સ્તનપાન કરાવી શકો છે કે નહીં. મોટાભાગનાં કેસોમાં આપ પોતાનાં બાળકને સ્તનપાનને ચાલુ રાખી શકો છો.

યોગ્ય સારવારથી આપ મૂળ કારણ સુધી પહોંચી તેને સાજું કરી શકો છો કે જેથી આપને આરામ અનુભવાય. અહીં આ લેખમાં અમે બ્રેસ્ટ મિલ્કમાં લોહી આવવાનાં 7 કારણો જણાવવા જઈ રહ્યાં છીએ.

1. ક્રેક્ડ નિપ્પલ્સ

1. ક્રેક્ડ નિપ્પલ્સ

ક્રેક્ડ નિપ્પલ્સ કે નિપ્પલ્સમાં ઈજા થવાથી પણ બ્રેસ્ટ મિલ્કમાં લોહી આવે છે. નિપ્પલ્સ કેવી રીતે ક્રેક થાય છે ? સામાન્યતઃ બ્રેસ્ટફીડિંગ (સ્તનપાન) બાળક તથા માતા બંને માટે અસુવિધાજનક નથી હોતું, પરંતુ જો બાળક સારી રીતે પકડતું નથી, તો નિપ્પલ્સ ક્રેક થઈ જાય છે અને તેમાં દુઃખાવો થાય છે કે જેથી ઘણી વાર તેમાં લોહી આવવા લાગે છે.

2. રસ્ટી પાઇપ સિંડ્રૉમ

2. રસ્ટી પાઇપ સિંડ્રૉમ

જેવું કે નામથી જ જણાય છે કે રસ્ટી પાઇપ સિંડ્રૉમ પાઇપથી આવતા પાણીનાં રંગને બદલવા જેવું જ છે. તેવી જ રીતે દૂધનો રંગ પણ ભૂરો કે લાલ થઈ જાય છે. આવું માત્ર ત્યારે જ જોવા મળે છે કે જ્યારે આપ દૂધ પંપ કરો છો કે બાળક દૂધ કાઢે છે. આ માત્ર થોડાક દિવસો સુધી જ રહે છે અને પ્રથમ પ્રસૂતિ દરમિયાન સામાન્યતઃ આ સમસ્યા જોવામાં આવે છે.

3. બ્રોકન કે ડૅમેજ્ડ કૅપિલરીઝ (કોશિકાઓ)

3. બ્રોકન કે ડૅમેજ્ડ કૅપિલરીઝ (કોશિકાઓ)

ક્યારેક-ક્યારેક બ્રેસ્ટમાં મોજૂદ નાની રક્ત કોશિકાઓ ખરાબ થઈ જાય છે કે તુટી જાય છે. સામાન્ય રીતે આવું ત્યારે થાય છે કે જ્યારે દૂધનું એક્સપ્રેસિંગ કરવામાં આવે છે. એક્સપ્રેસિંગનો મતલબ છે કે વગર બ્રેસ્ટફીડિંગે પંપ દ્વારા અથવા હાથની મદદથી દૂધ કાડવું. માટે આ વાતનું ધ્યાન રાખવું મહત્વનું છે કે દૂધ કાઢતી વખતે રક્ત કોશિકાઓને કોઈ નુકસાન ન થાય.

4.ઇંટ્રાડક્ટક પેપિલોમા

4.ઇંટ્રાડક્ટક પેપિલોમા

ઘણી મહિલાઓનાં દૂધનાં કોશોના લાઇનિંગમાં નાનકડું ટ્યૂમર થઈ જાય છે. તેનાં કારણે બ્લીડિંગ થઈ શકે છે અને આ પ્રવાહ બ્રેસ્ મિલ્કમાં જઈ ભળી જાય છે. સામાન્ય રીતે આપનાં નિપ્પલની પાછળ કે તેની બાજુમાં એક નાનકડી ગાંઠ હોય છે. તબીબ સાથે પરામર્શ કરો કે આ ગાંઠ ઘટક તો નથી.

5. મસ્તિતિસ

5. મસ્તિતિસ

મસ્તિતિસ બ્રેસ્ટફીડિંગ દરમિયાન થતું એક પ્રકારનું ચેપ છે. આવું ત્યારે થાય છે કે જ્યારે બાળક બરાબર સ્તન નથી પકડતું કે બાળક સ્તનપાન નથી કરતું. આવા કેસોમાં સ્તનપાન કરાવતી વખતે સમયાંતરે આપને લોહી ભળેલું દૂધ જોવામળી શકે છે.

6. ફાઇબ્રોસિસ્ટિક બ્રેસ્ટ

6. ફાઇબ્રોસિસ્ટિક બ્રેસ્ટ

આવું સામાન્ય રીતે 30 વર્ષથી વધુ વયની મહિલાઓમાં જોવા મળે છે. તેમાં એક કે બંને બ્રેસ્ટમાં ગાંઠ હોય છે. માટે એવી મહિલાઓ કે જેમણે 30 વર્ષની ઉંમર બાદ પ્રથમ બાળકને જન્મ આપ્યો છે, તેમના બ્રેસ્ટ મિલ્કમાં લોહી આવી શકે છે. સારૂં રહેશે કે આપ તબીબ સાથે પરામર્શ કરો.

7. પગેટ્સ ડિસીઝ

7. પગેટ્સ ડિસીઝ

બ્રેસ્ટ કે નિપ્પલમાં થતાં પગેટ્સ ડિસીઝ ખૂબ જ અસામાન્ય પરિસ્થિતિ છે કે જે માત્ર 2 ટકા મહિલાઓમાં જ જોવા મળે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં બ્રેસ્ટ મિલ્કમાં લોહી આવે છે.આ ખૂબ જ દુર્લભ પરિસ્થિતિ હોય છે. બ્રેસ્ટ મિલ્કમાં લોહી આવવાનાં આવા ઘણા કારણો છે. જો તેનાં કારણે આપને કોઈ અસુવિધા હોય, તો આપ પોતાનાં તબીબની સલાહ લો.

English summary
What are the reasons for blood in breast milk? Read on to know about bloody discharge from nipple...
Story first published: Monday, January 2, 2017, 10:41 [IST]
X
Desktop Bottom Promotion