For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

૧૦ વસ્તુઓ જે મહિલાઓએ ગર્ભનિરોધક ગોળીઓ વિશે જાણવી જોઈએ

By Lekhaka
|

આજકાલ મોટાભાગની મહિલાઓ પ્રેગ્નેન્સી રોકવવા માટે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરે છે. પરંતુ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે મોટાભાગની ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભાશયની સાથે સાથે આખા શરીર માટે નુકશાનકારી છે.

ઓરલ કોંટ્રાસેપ્ટિવની સાથે જ ગર્ભનિરોધક ગોળીઓ ગર્ભ નિરોધકના રૂપમાં સૌથી વધારે વપરાય છે, પરંતુ જે મહિલાઓ કોઈ બિમારીથી પીડાય છે તેના માટે આ ગોળીઓ ખૂબ જ હાનિકારક છે.

આ ગોળીઓમાં એસ્ટ્રોજન એન પ્રોજેસ્ટોન હોય છે જે શરીરના પ્રાકૃતિક હોર્મોનની જેમ કામ કરે છે. તે અંડાશયના ઇંડાને પેદા કરતા રોકે છે. જો સારી રીતે ર્ડોક્ટરની સલાહ લઈને આ ગોળીઓ લેવામાં આવે તો તે ગર્ભનિરોધનો સૌથી સારો ઉપાય છે કારણ કે તેમાં પ્રેગ્નેન્ટ થવાનું જોખમ ૧ પ્રતિશત જ હોય છે. પરંતુ તેનાથ ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. પરંતુ તેમાં બીજી ઘણી સમસ્યા પેદા થાય છે. અમે તમને કેટલીક એવી જ સમસ્યાઓ વિશે જણાવી રહ્યાં છીએ જેનાથી તમે તે તારણ પર પહોંચશો કે તેનો ઉપયોગ કરો કે નહી.

સલાહ જરૂરી

સલાહ જરૂરી

આ એક પ્રકારની દવા જ છે અને કોઈ પણ દવા લેતાં પહેલા જરૂરી છે કે તમે પહેલા ર્ડોક્ટરની સલાહ લઈ લો.

ક્યાંક તમને કોઈ બિમારી તો નથી

ક્યાંક તમને કોઈ બિમારી તો નથી

જો તમારી ઉંમર ૩૫થી વધુ છે અને તમે ડાટાબીટીસ કે મોટાપાથી ઘેરાયેલા છો તો સારુ રહેશે કે આ દવા દેતા પહેલાં તમે તમારા ર્ડોક્ટરની સલાહ લો.

ગોળીઓ કે બીજી કોઈ સુરક્ષા

ગોળીઓ કે બીજી કોઈ સુરક્ષા

મહિલાઓને તે જાણવું જરૂરી છે કે તે ફક્ત પ્રેગ્નેન્સી રોકવા માટે છે. યૌન સંક્રમણ બીમારીઓને રોકવા માટે નથી.

માઈગ્રેન

માઈગ્રેન

જે મહિલાઓને માઈગ્રેન કે વધુ માથાના દુખાવાની ફરીયાદ રહેતી હોય તેમણે ગર્ભનિરોધક ગોળીઓ ના લેવી જોઈએ. જો જરૂરિયાત હોય તો પહેલા કોઈ સારા સ્ત્રી રોગ નિષ્ણાત પાસે સલાહ-સૂચન કરી લેવા જોઈએ.

શું તમે તાજેતરમાં માતા બન્યા છો

શું તમે તાજેતરમાં માતા બન્યા છો

જો તમે અત્યારે ૬ મહિનાની અંદર જ બાળકને જન્મ આપ્યો છે અને બાળક સ્તનપાન કરે છે તો તમારે તેના ઉપયોગથી બચવું જોઈએ. કેમ કે તે બાળકના સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક છે.

વધારે લોહી આવવું

વધારે લોહી આવવું

ખાસ કરીને પહેલી વાર આ ગોળીઓનો ઉપયોગ કરનાર મહિલાઓમાં માસિક ધર્મ દરમ્યાન વધારે લોહી આવે છે. તેમાં ડરવાની કોઈ જરૂર નથી, આ એક સામાન્ય બાબત છે.

મોટાપો

મોટાપો

આ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ગોળીઓ તમને જાડા કરતી નથી. જો કે આ ગોળીઓના સાઈડ - ઈફેક્ટસ છે, પરંતુ મોટાપો તેનો સાઈડ-ઈફેક્ટ નથી.

બાળકમાં ડિફેક્ટ

બાળકમાં ડિફેક્ટ

ઘણા બધા લોકો માને છે કે આ ગોળીઓથી બાળકમાં ડિફેક્ટ હોય છે. પરંતુ એવું હોતું નથી. આ ગોળીઓથી બાળકના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી.

સ્તન કેન્સર

સ્તન કેન્સર

ઘણી મહિલાઓ માને છે કે સ્તન કેન્સરનું કારણ આ ગોળીઓ છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ ગોળીઓનું કેન્સર સાથે કોઈ લેવા-દેવા નથી.

લોહી ગંઠાઈ જવું

લોહી ગંઠાઈ જવું

જો તમારા પરિવારમાં કોઈને પણ લોહી ગંઠાઈ જવા સંબંધી કોઈ સમસ્યા છે તો તમે આ ગોળીઓનો ઉપયોગ ના કરો.

English summary
Here is the list of thing every woman should know about the pill, whether your on it or not.
Story first published: Saturday, January 21, 2017, 12:41 [IST]
X
Desktop Bottom Promotion