For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શિયાળામાં એક વર્ષથી નાની વયનાં શિશુની આમ કરો સંભાળ

By Lekhaka
|

પોતાનાં એક વર્ષ સુધીનાં બાળકને આવા મોસમમાં એક્સ્ટ્રા કૅરની જરૂર હોય છે. યોગ્ય સંભાળ ન મળે, તો બાળકની નાજુક સ્કિન અને તેની હૅલ્થ પર પણ માઠી અસર પડી શકે છે. આપનું બાળક ઠંડી લાગવાથી બીમાર પણ પડી શકે છે.

શિયાળું આપની નાનકડી જાન માટે ઘણી પરેશાનીઓ લઈને આવે છે. આપનાં એક વર્ષ સુધીનાં બાળકને આવા મોસમમાં એક્સ્ટ્રા કૅરની જરૂર હોય છે.

યોગ્ય સંભાળ ન મળે, તો બાળકની નાજુક સ્કિન અને તેની હૅલ્થ પર પણ માઠી અસર પડી શકે છે. આપનું બાળક ઠછંડી લાગવાથી બીમાર પણ પડી શકે છે.

શિશુના નાજુક શરીરે મોસમ સાથે સંકલન બેસાડવામાં થોડીક મુશ્કેલી પડે છે. તેવામાં ચિંતા ન કરો, બસ અહીં દર્શાવવામાં આવી રહેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખો અને આપની નાનકડી જાન શિયાળામાં પણ સલામત રહેશે.

ગરમ કપડાં પહેરાવો :

ગરમ કપડાં પહેરાવો :

મોસમ અને રૂમ ટેમ્પરેચર મુજબ બાળકને કપડાં પહેરાવો. ધ્યાન રાખો કે બાળકને યોગ્ય ગરમાશ મળવી બહુ જરૂરી છે. જો બાળકને બહાર લઈ જઈ રહ્યા હોવ, તો તેને લૅરમાં ગરમ કપડાં પહેરાવો.

હુંફાળા પાણીથી નવડાવો :

હુંફાળા પાણીથી નવડાવો :

શિયાળામાં બાળકની ત્વચામાં ખંજવાળ કે શુષ્કતા જેવી સમસ્યાઓ આવી શકે છે. તબીબની સલાહ માનીએ, તો બાળકને 10 મિનિટ કરતા વધુ નવડાવવાથી બચો. ધ્યાન રાખો કે નવડાવવા માટે હુંફાળા પાણીનો જ ઉપયોગ કરો.

જરૂરી છે મૉઇશ્ચરાઇઝિંગ :

જરૂરી છે મૉઇશ્ચરાઇઝિંગ :

એક વર્ષથી ઓછી વયનાં બાળકોની સ્કિનને નમી (ભેજ)ની જરૂર હોય છે. નવડાવ્યા બાદ બાળકની સ્કિનને મૉઇશ્ચરાઇઝ કરવી ખૂબ જરૂરી છે. તેના માટે બાળકનાં શરીરને હળવેકથી લૂછી તેના પર મૉઇશ્ચરાઇઝર કે ઑઇનમેંટ લગાવો. તેનાથી બાળકની ત્વચા સૉફ્ટ બની રહેશે.

ભારે ધાબળાનો ઉપયોગ ન કરો :

ભારે ધાબળાનો ઉપયોગ ન કરો :

એક શોધમાં જણાયું છે કે રાત્રિનાં સમયે બાળકને ધાબળાથી ઢાંકવાથી તેમાં એસઆઈડીએસ એટલે કે અચાનક શિશુ મૃત્યુ સિંડ્રૉમનો ખતરો વધી જાય છે. તેથી સૂતી વખતે બાળકને ભારે ધાબળાથી ક્યારેય ન ઢાંકો. તેના બદલે બાળકને ગરમ કપડાં પહેરાવી સુવડાવો.

તપાસી લો રૂમ ટેમ્પરેચર :

તપાસી લો રૂમ ટેમ્પરેચર :

શિયાળામાં જરૂરી છે કે આપનાં બાળકનાં શરીરને યોગ્ય ગરમાશ મળે. તેવામાં બહારનાં તાપમાનને જોતાં પોતાના રૂમનું તાપમાન સામાન્ય જાળવી રાખો. રાત્રે તમામ બારી-દરવાજા બંધ કરીને જ ઊંઘો કે જેથી આપનાં બાળકને ઠંડી ન લાગે.

જરૂરી છે મસાજ :

જરૂરી છે મસાજ :

શિયાળામાં બાળકને સારી મસાજ માત્ર તેનાં શરીરને ગરમાશ આપી સ્વસ્થ જ નથી રાખતી, પણ મસાજથી બાળકની સ્કિન પણ હૅલ્ધી થાય છે. મસાજ માટે બદામ કે નારિયેળ તેલનો જ ઉપયોગ કરો.

વધુ બૅબી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો :

વધુ બૅબી પ્રોડક્ટનો ઉપયોગ ન કરો :

આપનાં એક વર્ષનાં માસૂમ માટે વધુ બૅબી પ્રોડક્ટ ઉપયોગ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. બાળકની સ્કિન માટે માઇલ્ડ સાબુ કે શૅમ્પૂનો જ ઉપયોગ કરો કે જે તેને ઇચિંગ અને શુષ્કતાથી પણ બચાવી રાખશે.

English summary
How to deal with winter when you have a baby? Well, here are some winter care tips for babies. If you are a parent then read on…
X
Desktop Bottom Promotion