For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાના બાળકોને નમ ખવડાવો ખાંડ, નહિંતર થઈ શકે છે આ મુશ્કેલીઓ

By Super Admin
|

દરેક પૅરંટ પોતાના બૅબીને એક હૅલ્થી ડાયેટ ખવડાવવા માંગે છે કે જેમાં વિટામિન અને મિનરલ્સ સારા પ્રમાણમાં સમાયેલા હોય, પરંતુ મીઠું અને ખાંડ બે એવી વસ્તુઓ છે કે જે બૅબીનાં પહેલા જન્મ દિવસ સુધી તેને ન ખવડાવવી જોઇએ.

જોકે એવા ફળ કે જેમાં પ્રાકૃતિક રીતે મિઠાસ હોય છે, તે આપ બાળકને ખવડાવી શકો છો. જો બૅબીને શરુઆતથી જ ખાંડ ધરાવતી વસ્તુઓ ખવડાવવાનું શરૂ કરી દેશો, તો તેને શાકભાજી, ફળ કે માત્ર દૂધ ક્યારેય નહીં ગમે. નિરાશાની વાત તો એ છે કે બૅબીનાં ફૉર્મ્યુલા મિલ્કમાં પણ ઢગલાબંધ ખાંડ મોજૂદ હોય છે.

નાના બાળકોને નમ ખવડાવો ખાંડ

જો બાળકને બાળપણથી જ ભારે પ્રમાણમાં ખાંડ ખવડાવવામાં આવી હોય, તો તેને બાળપણનું જાડાપણુ અને ભવિષ્યમાં આરોગ્ય સંબંધી અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તેથી પૅરંટ્સે આ આદત પોતાનાંમાં નાંખવી જોઇએ કે તેઓ જ્યારે પણ બાળક માટે કોઈ પણ ખાવાની વસ્તુ ખરીદે, તો તેમાં લાગેલું ફૂડ લેબલ ચોક્કસ વાંચી લો.

આખરે કેમ નુકસાનકારક છે ખાંડ
* સફેદ ખાંડ કંઇક બીજું નહીં, પણ રિફાઇંડ શુગર હોય છે કે જેમાં ઘાતક રસાયણો ભળેલા હોય છે કે જે બાળકો માટે નુકસાનકારક છે.
* સફેદ ખાંડનું વધુ સેવન કરવાથી બાળકની ઇમ્યુનિટી નબળી પડવા લાગે છે કે જેથી બાળકને ચેપ અને અન્ય બીમારીઓ ઘેરવા લાગે છે.
* સ્ટડીમાં સ્પષ્ટ જણાવાયું છે કે જે માતા-પિતા બાળકને ગળ્યુ ખવડાવવાની ટેવ પાડે છે, તે બાળકોને આગળ ચાલીને હાર્ટની બીમારીનો રિસ્ક રહે છે.
* ખોરાકમાં કાંડ મેળવી બાળકને ખવડાવવાથી બાળકનાં દાંત શરુઆતથી જ સડવા લાગે છે.

કઈ રીતે ઓછો કરશો ખાંડનો ઉપયોગ ?
* ખાવાનાં ફૂડ લેવલ જરૂર વાંચો
* ડબ્બાબંધ ખાવાનું ન ખરીદો, કારણ કે તેમાં સૌથી વધારે ખાંડ હોય છે.
* ખાંડ મિશ્રિત જ્યુસ કે અન્ય પીણા બાળકોને ન પીવડાવો.
* બિસ્કિટ અને કુકીઝ બાળકોને ન ખવડાવો.
* બાળકોને પીવા માટે સાદુ દૂધ આપો.
* ખીર, મિલ્કશેક કે દહીં વિગેરેમાં ફળોનું પેસ્ટ મેળવો. તેનાથી મિઠાસ આવશે.
* જૅમ, જૅલી, ટૉફી, સૉસ, સીરપ કે સૉફ્ટ ડ્રિંક ન પિવડાવો.

English summary
Salt and sugar are two such ingredients that should be avoided at least till the child’s first birthday.
Story first published: Tuesday, October 18, 2016, 15:42 [IST]
X
Desktop Bottom Promotion