For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું બાળકોને ચા આપવી યોગ્ય છે?

By KARNAL HETALBAHEN
|

ઘણા ભારતીય કુટુંબોમાં નાના બાળકોને ચા આપવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે ચાથી પાચનક્રિયા યોગ્ય થાય છે, ઋતુગત બિમારીઓથી દૂર રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચાના આ ફાયદા બરોબર છે. પરંતુ જો તમે વિચારો છે કે બાળકોને પણ આ ફાયદાઓ માટે મોટાઓની માફક ચા આપવી જોઇએ તો તમે ખોટા છો. તેમાં વધુ દૂધ મિક્સ કરીને અથવા બિસ્કીટ આપવાથી બાળકો પર ચાના હાનિકારક પ્રભાવ ઓછો થશે નહી. એક્સપર્ટ જણાવે છે કે બાળકો માટે ચા કેમ નુકસાનકારી છે.

શું બાળકોને ચા આપવી યોગ્ય છે

ચા મોટાઓને પીવા માટે છે
નવજાત અને થોડા મોટા બાળકોમાં ચાના સેવનથી કેલ્શિયમનું અવશોષણ પ્રભાવિત થાય છે જેમાં કેલ્શિયમની ઉણપ અથવા કેલ્શિયમ સંબંધિત અન્ય બિમારીઓ પેદા થાય છે. મોટા બાળકોમાં ચાના નિયમિત સેવનથી મગજ, માંસપેશીઓ, તંત્રિકા તંત્ર પર અસર પડે છે અને સંરચનાત્મક ગ્રોથ અટકે છે.

નાની ઉંમરમાં ચા પીવાના કેટલાક સામાન્ય સાઇડ-ઇફેક્ટ...
હાડકાંની નબળાઇ

શરીરમાં દુખાવો,

ખાસકરીને નીચલા અંગોમાં

એકાગ્રતાની ઉણપ, ચિડિયાપણું અને અન્ય વ્યહારિક વિકાર

માંસપેશીઓની નબળાઇ

શું ચામાં વધુ દૂધ મિક્સ કરવું યોગ્ય છે?
ઘણી માતાઓ માને છે કે ચામાં વધુ દૂધ મિક્સ કરીને બાળકોને આપવાથી કોઇ ખરાબ અસર પડતી નથી અને બાળકોમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. પરંતુ તે એ સમજતી નથી કે દૂધમાં એક ટપકું પણ ચા મિક્સ કરવાથી દૂધના ફાયદા ખતમ થઇ જાય છે.

દૂધમાંથી મળી આવતાં કૈસીન અને પ્રોટીન ચાના કેટેચિંસ સાથે મિક્સ થઇ જાય છે, આ એક મહત્વપૂર્ણ ફ્લાવોનોઇડ્સ છે. આ મિશ્રણ નવર્સ સિસ્ટમ પર 'અફિણ'ની માફક કામ કરે છે. જેનાથી ચાની લત લાગી જાય છે, અને કોઇપણ ઉંમરમાં લગ લાગવી સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

English summary
Well, we don’t doubt the benefits of drinking tea. But if you think that toddlers, like, adults need to have tea to reap the same benefits, you are probably wrong.
Story first published: Monday, March 13, 2017, 10:03 [IST]
X
Desktop Bottom Promotion