For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ દેશી નુસખાથી ઠીક કરો બાળકના મોંઢાના છાલા

By Karnal Hetalbahen
|

કબજીયાત અને પેટની ગરમીના કારણે મોટાભાગે મોંઢામાં છાલા થઈ જાય છે. મોંઢામાં છાલાના કારણે ખૂબ હેરાનગતિ થાય છે. મોટા લોકો તો આ સમસ્યાને સહન કરી લે છે પરંતુ જ્યારે નાના બાળકના મોંઢામાં છાલા થઈ જાય છે તો તેમને ખૂબ પ્રોબ્લેમ થઈ જાય છે. છાલાના કારણે બાળક કઈ ખાઈ નથી શકતા અને ચિડચિડા થઈ જાય છે.

મોંઢામાં દુખાવાના કારણે તે રડે છે જેના કારણે પેરેન્ટ્સને પણ ઘણી હેરાનગતિ થાય છે. મોંઢાના છાલાના ઘણા કારણો હોઇ શકે છે. તેને દૂર કરવા માટે આવો જાણીએ કેટલાક ઘરગથ્થું ઉપાય કરવા જોઈએ.

છાલાને દૂર કરવાના ઘરગથ્થું ઉપાય

૧. મધ

૧. મધ

મધના ઉપયોગથી છાલા જલ્દી ઠીક થઈ જાય છે. બાળકના મોંઢામાં છાલાની જગ્યા પર થોડું મધ લગાવો જેનાથી ઘણો ફાયદો થશે પરંતુ ૧ વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે મધનો ઉપયોગ ના કરવો જોઈએ.

૨. હળદર

૨. હળદર

હળદરમાં મધને મિક્સ કરીને છાલા પર લગાવવાથી પણ ઘણો ફાયદો થાય છે. હળદરમાં બળતરા અવરોધી અને રોગાણુરોધી ગુણ હોય છે જે કોઈપણ પ્રકારના ઘાને ઠીક કરવામાં મદદ કરે છે. હળદર અને મધની પેસ્ટ લગાવવાથી છાલાના દુખાવામાં પણ ઘણો ફરક પડે છે અને તે જલ્દી ઠીક પણ થઈ જાય છે.

૩. નારિયેળ

૩. નારિયેળ

મોંઢાના છાલાને દૂર કરવા માટે નારિયેળ ખૂબ કામમાં આવે છે. તેનું તેલ, પાણી અને દૂધ ત્રણે વસ્તુ છાલા દૂર કરવામાં ફાયદાકારક છે. છાલા થવા પર બાળકને નારિયેળનું પાણી આપવું જોઈએ કે નારીયેળના દૂધના કોગળા કરાવવાથી પણ લાભ થાય છે. ખૂબ નાના બાળકના છાલા પર નારિયેળ તેલ લગાવવું જોઈએ.

૪. ઘી

૪. ઘી

દુખાવાથી રાહત મેળવવા માટે છાલા પર દેશી ઘી લગાવવુ જોઈએ. બાળકના મોંઢામાં તેને લગાવાવથી કોઈ સમસ્યા થતી નથી અને તેના ફાયદો પણ થાય છે.

 ૫. છાશ

૫. છાશ

તેમાં લેક્ટિક એસિડ હોય છે જે જીવાણુંઓના વિકાસને રોકવામાં મદદ કરે છે. એટલા માટે છાશના સેવનથી મોંઢાના છાલાની સમસ્યા દૂર થાય છે.

૬. દહી

૬. દહી

દહીના સેવનથી પણ છાલા ઠીક થાય છે. મોટાભાગના બાળકો દહી ખાવામાં આનાકાની કરે છે એવામાં તેમને દહી અને મધની સ્મૂધી બનાવીને પીવડાવી જોઈએ.

૭. બેકિંગ સોડા

૭. બેકિંગ સોડા

તેમાં સોડિયમ બાઈકાર્બોનેટ હોય છે જે છાલાને ઠીક કરવામાં મદદ કરે છે. તેના માટે ૧ ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને છાલા પર લગાવો. દિવસમાં ૨-૩ વખત તેનો ઉપયોગ કરવાથી છાલામાં આરામ મળે છે.

૮. તુલસીના પાન

૮. તુલસીના પાન

છાલાની સમસ્યામાં બાળકને તુલસીના ૨-૩ પાન ચાવવા આપવા જોઈએ. તેના ઉપરાંત પાનની પેસ્ટ બનાવીને પણ તેને છાલા પર લગાવી શકો છો.

૯. ગરમ પાણી

૯. ગરમ પાણી

નવશેકા પાણીથી પણ છાલામાં ફાયદો થાય છે. તેમાં થોડું મીંઠુ નાંખીને કોગળા કરવાથી છાલા જલ્દી ઠીક થઈ જાય છે.

૧૦. આઈસ ક્રીમ

૧૦. આઈસ ક્રીમ

છાલાની બળતરા અને દુખાવાથી રાહત મેળવવા માટે બાળકને આઈસક્રીમ ખવડાવવી જોઈએ. તેનાથી બાળકના મોંઢાનો સ્વાદ પણ બદલાશે અને છાલામાં પણ ફાયદો થશે.

૧૧. મીઠી લીમડીના પાંદડા:

૧૧. મીઠી લીમડીના પાંદડા:

મીઠી લીમડીના પાંદડામાંથી બનેલી પેસ્ટને છાશની સાથે મિક્સ કરવાથી તે મોંઢાના છાલા માટે સ્વાદિષ્ટ અને કારગર ઉપચાર બની રહે છે જેને ‘સાંબરમ'ના નામે પણ ઓળખવામાં આવે છે. તમે તેને પોતાના બાળકને પીવામાં કે માઉથ વોશના રૂપમાં પ્રયોગ કરવા માટે કરી શકો છો.

મીઠી લીમડીના પાંદડા બળતરોધી અને રોગાણુરોધી હોય છે. તેમાં ઘણાં બધા વિટામીન રહેલા હોય છે જેમકે વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી અને વિટામીન ઈ. એટલા માટે જો તમારા બાળકને વિટામીની ઉણપના કારણે છાલા થયા હોય તો તેના ખાવામાં મીઠી લીમડીના પાંદડા નાંખવાના ના ભૂલો. તમે નારીયેળ અને મીંઠાની સાથે શેકીને મીઠી લીમડીના પાંદડાનો પાવડર પણ બનાવી શકો છો. તેને તમારા બાળકના ચોખામાં ઘીની સાથે નાંખી દો.

૧૨. એલોવેરા

૧૨. એલોવેરા

એલોવેરા જેલથી પણ છાલાને દૂર કરી શકાય છે. દિવસમાં ૩-૪ વખત છાલા પર જેલ લગાવવાથી ખૂબ જલ્દી ફરક પડે છે.

૧૩. વિટામીન સી

૧૩. વિટામીન સી

વિટામીન સી, આયરન કે ઝીંકની ઉણપના કારણે પણ મોંઢાના છાલા થઈ શકે છે. વિટામીન સીની ઉણપને પૂરી કરવા માટે લીંબુ કે સંતરાનો રસ બેબીને થોડો ચટાડી દો કે પછી મોંઢામાં લગાવી શકો છો.

૧૪. ટી ટ્રી ઓઈલ

૧૪. ટી ટ્રી ઓઈલ

ટી ટ્રી ઓઈલ એસેંશિયલ ઓઈલમાંથી એક હોય છે અને આ તેલ ઘણા પ્રકારની સ્કિન પ્રોબ્લેમને દૂર કરે છે. આ એક પ્રાકૃતિક સ્કીન ટોનર છે. તેના ઉપરાંત ટી ટ્રી ઓઈલ મોંઢાના છાલા માટે પણ ખૂબ અસરકારક છે. ૩-૪ ટીંપા ટી ટ્રી ઓઈલને ગરમ પાણીમાં મેળવો. તેના પછી આ પાણીના કોગળા કરો. આ રીત દિવસમાં ૩ કે ૪ વાર કરો.

૧૫. લસણ

૧૫. લસણ

લસણ મોંઢાના છાલા માટે ઘણી ફાયદાકારક હોય છે. તેમાં રહેલા એન્ટીફંગલ ગુણોના કારણે મોંઢાના બેક્ટેરિયા અને ફંગસને દૂર કરીને ઈમ્યૂન સિસ્ટમને વધારે છે. મોંઢાના છાલાથી મુક્તિ મેળવવા માટે શિશુની જીભ પર લસણનું તેલ લગાવો, તેના ઉપરાંત લસણની કળીઓ પણ ખવડાવી શકો છો.

૧૬. લીમડો

૧૬. લીમડો

લીંમડાને ઘણા વર્ષોથી પારંપારિક દવાની રીતે યૂઝ કરતા આવી રહ્યાં છીએ. આર્યુવેદમાં લીંમડાને ઘણી બીમારીઓની દવા તરીકે બતાવવામાં આવી છે. તેમાં એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. મોંઢાન છાલાથી બચવા શિશુની જીભમાં ૩ ટીંપા લીંમડો લગાવો કે લીંમડાના પત્તા પણ પીસીને લગાવી શકો છો.

૧૭. લવિંગનું તેલ

૧૭. લવિંગનું તેલ

લવિંગના તેલમાં યૂજેનોલ હોય છે જેમાં રોગાણુરોધી ગુણ હોય છે. લવિંગના તેલને પ્રભાવી ઘરગથ્થું ઉપાયના રૂપમાં માનવામાં આવે છે લવિંગનું તેલ એન્ટીસેપ્ટિક પ્રભાવ ખમીર અને બેક્ટેરિયાના વિકાસને બાધિત કરવામાં ફાયદાકારક હોય છે. બાળકની જીભમાં દિવસમાં બેથી ત્રણ વખત લવિંગનું તેલ લગાવવું જોઈએ.

૧૮. કેસ્ટર ઓઈલ

૧૮. કેસ્ટર ઓઈલ

કેસ્ટર ઓઈલમાં ઘણા ચમત્કારી ગુણ હોય છે. તેના કારણે આ મોંઢાના છાલામાં ઘણા લાભદાયક હોય છે. તેમાં રહેલા રિસીનોલિક એસિડમાં ઉચ્ચ રોગાણુરોધી અને એન્ટીફંગલ ગુણ હોય છે જે બેક્ટેરિયા, ખમીર અને મોલ્ડને મારી શકે છે. કેસ્ટર ઓઈલ શરીરમાંથી ઝેરીલા પદાર્થ નીકાળમાં મદદરૂપ થાય છે. તેને બાળકની જીભ પર લગાવી દો તેનાથી શિશુને થોડી જ વારમાં રાહત મળશે.

૧૯. કાળા અખરોટ

૧૯. કાળા અખરોટ

કાળા અખરોટમાં રહેલા કૈંડિડા મોંઢાના છાલાને દૂર કરી શકે છે. કાળા અખરોટામાં એક સક્રિય સંઘટક હોય છે જુગોન, જેમાં એન્ટીફંગલ ગુણ હોય છે તેના ઉપરાંત, કાળા અખરોટમાં તનિનની ભરપૂર માત્રા હોય છે જે બ્લડપ્રેશને ઓછું કરવામાં, ઝાડામાં રાહત આપવા માટે, થાયરોઈડ રોગના ઉપાય કરવા માટે અને ગળાની ખરાશનો પણ ઉપચાર કરે છે. શિશુઓ અને વયસ્કો બન્નેના મોંઢાના છાલા દૂર કરવા માટે તેનું સેવન કરી શકે છે. ગરમ પાણીના એક ગ્લાસમાં કાળા અખરોટના બેથી ત્રણ ટુકડાં પલાળો અને પછી તેને સવારમાં ખાઓ. આ ઉપાયને ત્રણ વખત કરો.

૨૦. નિપ્પલને ધોવો અને સુકવો પછી સ્તનપાન કરાવો

૨૦. નિપ્પલને ધોવો અને સુકવો પછી સ્તનપાન કરાવો

સ્તનપાન કરાવનાર માં ના માટે આ ખૂબ જરૂરી ટિપ્સ છે. સ્તનપાન કરાવતા પહેલા નિપ્પલને હળવા ગરમ પાણીથી ધુવો અને પછી તેને સૂકાવા દો. તેના પછી જ બાળકને દૂધ પીવડાવો જેથી નિપ્પલ પર જામેલા બેક્ટેરિયા અને ફંગસ સાફ થઈ જાય અને તેનાથી બાળકના મોંઢાના છાલામાંથી બચવામાં પણ મદદ થશે. તેના ઉપરાંત જો શિંશુના મોંઢામાં છાલા પડી જાય તો સ્તનપાન કરાવ્યા પછી મોંઢામાં ફંક્શન અને બેક્ટેરિયા નિપ્પલમાં રહી જાય છે, એટલા માટે સ્તનોને વારંવાર સાફ કરતા રહેવું જોઈએ.

English summary
This article bellow can help you to know the home remedies for oral thrush in Kids and infants.
Story first published: Thursday, November 16, 2017, 12:29 [IST]
X
Desktop Bottom Promotion