For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપનું બાળક પણ દાંતથી કરડે કે નોચે છે ?

By Super Admin
|

બાળકો એક અવસ્થા બાદ જ ચંચળ અને નટખટ થઈ જાય છે અને તેઓ તેને પોતાનાં અંદાજથી વ્યક્ત કરે છે. ઘણી વાર બાળકો પોતાના માતાને જ મારવા કે કરડવા લાગે છે. મારવું કે નોચવું, બાળકોનો વ્યવહાર હોય છે અને તેમાં કંઈ પણ ખોટું નથી.

ગુસ્સો એક પ્રકારની લાગણી છે કે જે સામાન્યતઃ શિશુઓ વ્યક્ત કરે છે. તેઓ માતા કે પોતાની કૅરટેકરને પણ પરેશાન કરે છે અને એવામાં તેમની સાથે ડીલ કરવું મુશ્કેલ થઈ પડે છે. ઘણી વાર આવું બહુ શરમજનક હોય છે અને મધર્સને દુઃખ પણ થાય છે.

આ અંગે મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે બાળકોને બહુ જ સાવચેતીથી ડીલ કરવાનું હોય છે અને તેમના આ વ્યવહારને સમજવાનું હોય છે. એવામાં આપને નિમ્ન વાતોનું ધ્યાન રાખવાનું હોય છે !

what to do when your toddler starts biting

શાંત અને નિયંત્રિત રહો :
જ્યારે પણ આપનું બૅબી ગુસ્સો કરે અથવા આપને મારવાની કોશિશ કરે, તો આપ તેની પર ખિજાવો નહીં અને મારો પણ નહીં. આપ બિલ્કુલ શાંત રહો અને પોતાની જાત પર કંટ્રોલ રાખો.

વ્યવહારને રોકી દો :
જો આપનું બાળક શાંત છે, તો આપ લકી છો, પરંતુ જો તે ગુસ્સા વાળું છે, તો આપ તેને કડક અવાજમાં ચુપ થઈ જવાનું કહો અને શાંત કરી દો.

ગુસ્સો કાઢવાનું માધ્યમ આપો :
જો બાળક એકદમથી ખિજાઈ જાય છે, તો આપ તેને તેનો ગુસ્સો દૂર કરવામાં મદદ કરો. તેનું મન ભટકાવી દો અને તેને ઊંડા શ્વાસ લેવા તથા છોડવાનું કહો. આપ ઇચ્છો તો બાળકને એક ઓશિકું આપી દો અને તેને તેની ઉપર ગુસ્સો ઠાલવવાનું કહો. સાથે જ આપ તેને કોઈ જોક્સ કે કાવ્ય વિગેરે પણ સંભળાવી શકો છો.

તેનાં સારા વ્યવહારને વખાણો :
જ્યારે પણ આપનું બાળક તોફાન કરે, તો આપ તેને બતાવો કે તે કેટલું સારૂં બાળક છે અને બિલ્કુલ પણ આ પ્રકારનો વ્યવહાર નથી કરતો. પોતાનાં વખાણ સાંભળી બાળકો સામાન્યતઃ ભૂલ કરવાનું બંધ કરી દે છે.

ધ્યાન હટાવી દો :
જ્યારે પણ બાળક જિદ કરે, તો તેનું ધ્યાન હટાવી દો અને તેનું મન કોઇક બીજા કામમાં લગાવી દો. તેનાથી તેઓ કૂલ થઈ જશે.

તેનાં ગુસ્સાનું કારણ પૂછો :
આ ઉપરાંત જ્યારે પણ બાળક મારે કે નોચે, તો તેને તેનાં ગુસ્સાનું કારણ પૂછો, તેની વાતને બરાબર સાંભળો અને જો આપે કોઇક વખતે કડક થવુંપડે, તો કડક પણ થઈ જાઓ. એક વાત આપે સમજવાની રહેશે કે બહુ વધારે ગુસ્સો દાખવી આપ ક્યારેક બાળકને ડીલ નથી કરી શકતાં, બાળકો નાજુક હોય છે, તેમને પ્રેમથી જ સમજાવવાનું હોય છે.

Read more about: kids બાળકો
English summary
Read these tips from child psychologist, on how you can help your child correct her behaviour and stop slapping and hitting.
Story first published: Thursday, March 30, 2017, 10:06 [IST]
X
Desktop Bottom Promotion