For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો તે કયા સંકેતો છે કે જેનાથી આપ જાણી શકો કે આપનું બાળક આપને પ્રેમ કરે છે

By Kanhaiya Koshti
|

માતા અને બાળકનો સંબંધ જીવનનો સૌથી સુંદર સંબંધ હોય છે. એક માતા દરરોજ જે કંઈ પણ પોતાનાં બાળક માટે કરે છે, તેનાથી તેમની વચ્ચે સમ્બંધ નિરંતર વિકસિત થતો રહે છે.

જિંદગીનો દરેક દિવસ પસાર થવાની સાથે જ સંબંધ વધુ મજબૂત થતો જાય છે. જોકે એવું શક્ય નથી કે એક બાળક પોતાનાં માતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે દરરોજ આપને 'આઈ લવ યૂ' બોલે.

પોતાની લાગણીઓને તેઓ પોતાની રીતે વ્યક્ત કરે છે. આવો જાણીએ કેવી રીતે ?

1. માતાનાં સ્તનોનું દૂધ કહેવાય છે સંવેદનાત્મક સાધન

1. માતાનાં સ્તનોનું દૂધ કહેવાય છે સંવેદનાત્મક સાધન

આપનું બાળક ભીડમાં પણ આપને સારી રીતે ઓળખી લે છે. બાળકને પોષણ આપવા ઉપરાંત પણ માતાનું દૂધ ઘણુ બધુ કરી શકે છે. માતાનાં દૂધની મહેક બાળકને માતા તરફ આકર્ષિત કરે છે. તેવીજ રીતે માતાપણ બાળકનાં સાંકેતિક ઇશારાઓ વડે બાળકની જરૂરિયાતોને ઓળખવાનું શરૂ કરી દે છે. બાળકની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા, સ્નેહપૂર્ણ સ્પર્શ અને આ બધી ક્રિયાઓ કે જે તેમની એક-બીજા સાથે જોડાયેલી છે, તે માતા-બાળક વચ્ચેના બંધનને મજબૂતી પ્રદાન કરે છે.

2. બાળક સાથે પરત ફરતું બાળપણ

2. બાળક સાથે પરત ફરતું બાળપણ

શિશુ આપનાં ચહેરાનાં ભાવો પર પોતાની પ્રતિક્રિયા આપે છે. માતા અને બાળક વચ્ચે સંતાકૂકડી અને જાત-જાતનાં ચહેરા બનાવવવાનાં અનોખા અંદાજોથી તેને સમજી શકાય છે. જ્યારે માતા સહજ રીતે ચહેરો બનાવે છે, તો બાળક સ્મિત અને પોતાનાં ચંચળ હાવભાવ સાથે પોતાની ભાષામાં જવાબ આપી દે છે. આ એક એવી પારસ્પરિક ક્રિયા છે કે જે માતા અને બાળકના સંબંધને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે કે જે આપનાં બાળક પર હકારાત્મક પ્રભાવ નાંખે છે.

3. બાળકનું ચુંબન

3. બાળકનું ચુંબન

નાના બાળકો હળવુ ચુંબન આપવાનું પસંદકરે છે. તેમને પોતાનો પ્રેમ કરવાનો આ અંદાજ સારો લાગે છે. તેથી જ તેઓ પોતાનાં જુંબન વડે માતા પ્રત્યે પોતાની લાગણીઓને વ્યક્ત કરે છે. દાંત વગરનાં મોઢાથી આપનીત્વચાને ચૂમે છે, તેમના આ પ્રેમપૂર્ણ સ્પર્શથી આપનું દિલ ઓગળી જશે. શારીરિક રીતે માતા પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે બાળકોનો આ એક સરળ અંદાજ છે અને સૌપ્રથમ તેઓ પોતાની માતા સમક્ષ જ પ્રેમને અભિવ્યક્ત કરે છે.

4. આપનું બાળક આપની તરફ તાકે છે

4. આપનું બાળક આપની તરફ તાકે છે

જ્યારે બાળક માતાને ઘૂરે છે, તો તે મજાનું લાગે છે. આપ બાળકનાં આ અંદાજથી નારાજ નહિં થાઓ, બલ્કે આ બાળકની ખૂબ જ પ્રેમાળ રીત છે. આપને એકીટશે જોઈ તે આપનો ચહેરો વાંચે છે અને પોતાનાં મગજમાં આપની છબિ બનાવે છે. તો જ્યારે તે આપને ઘૂરી રહ્યો હોય, તો તેનાથી દૂર ન જાઓ અથવા પોતાનાં કામોમાં ન ગુંથાઓ. તેની પાસે જ રહો.

5. આપનું બાળક આહત થવું દર્શાવે છે

5. આપનું બાળક આહત થવું દર્શાવે છે

ભલે જ તેને જરાક પણ વાગ્યું હોય, પરંતુ આપનું બાળક આપની પાસે આવશે અને લાલ નિશાન તરફ ઇશારો કરશે કે જે કદાચ તેનાં ખંજવાળથી થયું છે. બાળક આવું આપનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરશે. તેને સારૂ લાગે છે કે તેની માતા દરેક પરિસ્થિતમાં તેની સંભાળ કરે.

6. બાળકને ખોટું લાગે છે કે જ્યારે માતા તેને છોડીને જાય છે

6. બાળકને ખોટું લાગે છે કે જ્યારે માતા તેને છોડીને જાય છે

બાળક ઇચ્છે છે કે માતાની નજરો સતત તેની ઉપર જળવાઈ રહે. હા જી, તે પણ આઝાદીને મહેસૂસ કરે છે અને તે જાણે છે કે જે વસ્તુ સાથે તે રમી રહ્યું છે, તેમાં આપ ખલેલ નહીં કરો, પરંતુ જ્યારે આપ તે જગ્યાએથી જતા રહેશો,તો બાળક ગભરાઈ જશે અને ત્યાં સુધી રડતું રહેશે કેજ્યાં સુધી આપ દેખાવો નહીં.

7. પોતાની બાંયો ફેલાવી તે પોતાને ઉપાડવાનો ઇશારો કરે છે

7. પોતાની બાંયો ફેલાવી તે પોતાને ઉપાડવાનો ઇશારો કરે છે

જ્યારે આપનું બાળક રેંગવાનું શરૂ કરી દે છે, તો તે તેવી ઉત્તેજના સાથે ચાલવાનું શરૂ કરે છએ કે તેની માતા તેને બાંયોમાં ઉપાડી લેશે. એવામાં બાળકનું રેંગવુ અને પોતાની આસપાસની દુનિયાને સમજવાની ઇચ્છા પોતાની માતાનાં પ્રેમ અને લાડ-પ્યાર પામવાની ચાહથી અચાનક પ્રગટ થવા લાગે છે.

English summary
The bond between mother and child develops every day in all the things the mother does for its child and the baby acknowledges it through his cute little ways.
Story first published: Saturday, June 3, 2017, 12:06 [IST]
X
Desktop Bottom Promotion