For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ શું... પાકિસ્તાની ઍરલાઇંસે સલામતી માટે આપી દીધી બકરાની બલિ

By Lekhaka
|

આપને જાણીને આશ્ચર્ય થશે કે પાકિસ્તાની ઍરલાઇંસનાં કર્મચારીઓએ રનવે પર એક બકરાની બલિ આપી દીધી કે જેથી થનાર અકસ્માત થંભી જાય. જાણો આ વિશે અન્ય વાતો.

પાકિસ્તાન ઇંટરનેશનલ ઍરપોર્ટ પર તાજેતરમાં વિમાન ક્રૅશ થયા બાદથી લોકો વચ્ચે વિચિત્ર લાગણીઓ પેદા થઈ હતી. તેમને અસલામતીનો ભય સતાવવા લાગ્યો હતો. તેના પગલે તેમણે તેના ઉપાય માટે એક બકરાની બલિ રનવે પર આપી દીધી.

તે બલિ બાદ બકરાનું લોહી આખા રનવે પર ફેલાયેલું હતું અને આ નજારાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી. ઘણા લોકોએ તેના પર કોઈ ટિપ્પણી ન કરી, જ્યારે ઘણા બધા લોકોએ પાકિસ્તાનમાં ફેલાયેલ અંધવિશ્વાસ પર કરારા પ્રહારો કર્યા.

7મી ડિસમ્બરે હવાઈ દુર્ઘટના બાદથી દુર્ભાગ્યને દૂર ભગાડવા માટે પાકિસ્તાનનાં આ ઍરપોર્ટ પર બકરાની બલિથી શું થશે ? એ કોઈ નથી જાણતું.

પરંતુ આ તસવીરને જોત-જોતામાં સોશિયલ મીડિયામાં હજારો શૅર મળી ગયા અને લોકોએ આ અંધવિશ્વાસ સામે મન મૂકીને મજાક કરી. લોકોએ તો અહીં સુધી કહી નાંખ્યું કે બકરાને હલાલ કરવાનાં સ્થાને જો પાકિસ્તાન સલામતી સ્ટાંડર્ડ્સ પર ધ્યાન આપે, તો બહેતર રહેશે.

આવો જાણીએ આ અંગે કેવા-કેવા ટ્વીટ કરાયાં :

1. પાકિસ્તાનનાં સંરક્ષણ વિભાગે ટ્વીટ કર્યું કે

હવે આખી દુનિયાએ પીઆઈએ પાસે શીખવું જોઇએ કે ફ્લાઇટની સુરક્ષા કઈ રીતે કરવામાં આવે છે. રનવે પર કાળા બકરાની બલિ આપો.

2. ઇમરાન ખાને ટ્વીટ કર્યું કે

આવું કરવું ખૂબ જ ચોંકાવનારૂં છે. પીઆઈએ દુનિયાની ટૉપ ઍરલાઇન્સમાંની એક છે અને હવે તે પ્લેનની સલામતીનાં નામે બકરાને કાપી રહી છે.

3. લોકોએ પણ આ અંગો પોતાનો મત કંઇક આ પ્રકારે વ્યક્ત કર્યો

આ શું બકવાસ છે. કાળા બકરાની બલિ આપવાથી એટીઆર ક્રૅશથી કેવી રીતે બચી શકે છે ? સલામતી કઈ રીતે થઈ શકે ? કઈ રીતે ?

4. એક છોકરીએ લખ્યું

પીઆઈએને નવા વિમાનોની જરૂર છે, નહિં કે કોઇક માઠી નજરથી બચવા માટે બકરાની બલિ આપવાની. હું ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ પીઆઈએ વિમાનો પર બોર્ડ નહીં કરૂં.

5. કેટલાક લોકોએ કર્યું ફેવર

કેટલાક લોકોએ આ વાતનું ફેવર પણ કર્યું. તેમનું કહેવું છે કે તોટકુ કરવામાં કોઈ ખરાબી નથી. સમજાતું નથી કેલોકો આટલી મજાક કેમ બનાવી રહ્યા છે ?

English summary
Did you know that the Pakistan airline staff sacrificed a goat on the runway? All this was done to ward off the bad luck!
Story first published: Monday, January 2, 2017, 11:14 [IST]
X
Desktop Bottom Promotion