For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વભરમાં કોફી માટે જાણીતા છે આ શહેર

|

આભમાં સૂર્ય ડોક્યું કરે ત્યારે કે પછી કોઇ તણાવભરી સ્થિતિ હોય, આળસના વાદળો આપણને ઘેરી વળતા હોય કે પછી કંટાળાના આવરણમાં આપણે સમાઇ ચૂક્યાં હોય, ત્યારે આપણે મોઢે એક જ નામ આવે છે કે ચાલ કોફી પીતા આવીએ, પરંતુ બહુ ઓછા હોય છે કે જેમને એવી એક કપ કોફી મળે છે કે, જે તેમના તન અને મનને તાજા કરી મુકે. વિશ્વના દરેક દેશોમાં નાના શહેરો હોય કે મોટા શહેરોમાં આપણને કોફી શોપ જોવા મળી જાય છે, જે તેની પાછળનું એક સબળ કારણ ઉપર જણાવ્યું તે હોઇ શકે છે.

જો કે આ વખતે અમે વિશ્વના આ કોફીશોપ ધરાવતા ખજાનામાંથી એવા કેટલાક દેશોના શહેરો લઇને આવી રહ્યાં છીએ કે જ્યાં જઇને એકવાર તો ત્યાંની કોફીનો સ્વાદ માળવો જ જોઇએ. આ દેશો પોતાની અલગ સંસ્કૃતિ અને અન્ય વિશેષતાની સાથે કોફી માટે પણ વિશ્વ ફલક પર જાણીતા બન્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ આવા જ કેટલાક શહેરો અંગે.

રોમ

રોમ

ઇટલના રોમમાં તમે એક શાનદાર કોફીના કપનો લુત્ફ ઉઠાવી શકો છો.

મેલબોર્ન

મેલબોર્ન

વિશ્વના સૌથી શાનદાર કોફી પીવા માટેના સ્થળ તરીકે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે.

વિએના

વિએના

વિએનામાં પણ તેમને તન અને મનને તાજગી અપાવે તેવી કોફી પીવા મળશે.

વેલિંગ્ટન

વેલિંગ્ટન

ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનની કુબા સ્ટ્રીટમાં પણ શાનદાર કોફી પીવા મળી શકે છે.

કોના

કોના

હવાઇના બિગ આઇલેન્ડમાં આવેલું કોના પણ કોફી માટે જાણીતું છે.

પેરીસ

પેરીસ

વિશ્વનું સૌથી પ્રેમાળ શહેર ગણાતું પેરીસ કોફીની બાબતમાં પણ એટલું જ લોકપ્રિય છે.

ઇસ્તામ્બુલ

ઇસ્તામ્બુલ

ઇસ્તામ્બુલમાં તમને ત્યાંની ટ્રેડિશનલ તુર્કિશ કોફી પીવા મળી શકે છે.

સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કો

સાન ફ્રાન્સિસ્કો પણ કોફી માટે લોકપ્રિય છે.

બ્યુનોસ એરિસ

બ્યુનોસ એરિસ

અર્જન્ટિનાની રાજધાની બ્યુનોસ એરિસ પણ કોફી માટે ફેમસ છે.

સીટલ

સીટલ

અમેરિકામાં આવેલું સીટલ એક એવું શહેર છે કે જે કોફી માટે જાણીતું છે.

English summary
World's cities who greatest for coffee
X
Desktop Bottom Promotion