For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, શા માટે ઉનાળામાં કરવા જોઇએ લગ્ન

|

લંડન, 6 મેઃ ધોમધખતા તડકામાં લગ્નમાં જવાની વાત આવે ત્યારે આપણા હોશ ઉડી જતાં હોય છે, તો લગ્ન પ્રસંગનું આયોજન કરનારા માટે પણ એક ચિંતાનું કારણ ઉભુ થાય છે, તેવું માનવામાં આવે છે, પરંતુ એક સર્વે અનુસાર ઉનાળાઓ લગ્ન કરવા માટે એક આઇડલ સીઝન છે. વાશી ડોટ કોમ નામની વેબસાઇટ દ્વારા તાજેતરમાં આ અંગે કેટલાક તારણો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે શા માટે ઉનાળામાં લગ્ન કરવા જોઇએ.

ઉનાળામાં લગ્ન કરવાથી એક તો લોકોનો મૂડ સારો હોય છે, જેથી લગ્નમાં આવનારા મહેમાનોને લઇને તમે ચિંતિત રહેતા નથી. તેમજ વાતાવરણ સારું હોવાથી તમે ભારે વરસાદ કે અતિશય ઠંડીનો પ્રશ્ન પણ તમને મુંઝવતો નથી. ફોટોગ્રાફીની દ્રષ્ટિએ પણ ઉનાળો સારો રહે છે, કારણ કે તેમાં ફોટોગ્રાફી કરવા માટે પર્યાપ્ત માત્રામાં રોશની મળી રહે છે. તેમ જ મેનુને લઇને પણ કોઇ સમસ્યા ઉભી રહેતી નથી કારણ કે તમામ પ્રકારની વાનગી તમને ઉનાળામાં મળી રહે છે. આવા જ કેટલાક કારણો નીચે તસવીરો થકી જણાવવામાં આવી રહ્યાં છે, તો જો તમે પણ લગ્ન સમારોહ કઇ સીઝનમાં ગોઠવવા એને લઇને ચિંતિત હોવ તો આ કારણો તેમને તમારી ચિંતા હળવી કરવા માટે મદદરૂપ થઇ શકે છે.

મિજાજ

મિજાજ

ઉનાળા દરમિયાન દરેકનો મિજાજ સારો હોય છે. તેમજ ઉનાળામાં એવો કોઇ તહેવાર પણ નજીકમાં નથી આવતો કે જેના કારણે લગ્નમાં આવનારા મહેમાનો ના પાડી શકે અને લગ્નમાં આવવા બદલ તેમને કોઇ નુકસાન થયું હોય તેવી અનુભૂતિ પણ થાય.

હવામાન

હવામાન

ઉનાળામાં લગ્ન કરવા પાછળનું એક કારણ હવામાન પણ દર્શાવવામાં આવ્યું છે. ઉનાળામાં તમે એક સારું હવામાન પણ મળી શકે છે અને તમને વરસાદ અથવા તો બરફ વર્ષાની ચિંતા સતાવતી નથી.

ફોટોગ્રાફી

ફોટોગ્રાફી

લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી ઘણું જ મહત્વ ધરાવતું હોય છે. લગ્ન સમયની ખાસ પળો સહિતની બાબતોને કેમેરા કંડારવાની એક અનોખી પ્રથા છે અને લગ્નની અન્ય મહત્વપૂર્ણ બાબતોની સાથોસાથ ફોટોગ્રાફી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે, તેથી જો ઉનાળામાં લગ્ન કરવામાં આવે તો સારી ફોટોગ્રાફી માટે સૂર્યની પર્યાપ્ત રોશની મળી રહે છે, તેથી તમે આઉટ સાઇડ અને ઇનસાઇડ પણ સારી ફોટોગ્રાફી કરી શકો છે. તેમજ તમારો ફોટોગ્રાફ પોતાની ક્રિએટીવિટી અનુસાર તમારી તસવીરો પણ ખેંચી શકે છે. જેને નિહાળવી અત્યંત સુંદર લાગે છે.

બેટર શેપ

બેટર શેપ

ઉનાળામાં લગ્ન કરવા પાછળનું આ એક પણ મહત્વપૂર્ણ કારણ છે, ઉનાળામાં મહિલાઓ પોતાની સુંદરતાને વધુ નિખારી શકે છે, લગ્ન માટે તેઓ શિયાળા અને ચોમાસા કરતા વધારે સારી રીતે શૃંગાર કરી શકે છે. જેમકે ઘરેણાની પસંદગી અને લગ્ન માટેના ડ્રેસની પસંદગી.

મેનુ

મેનુ

અન્ય સીઝનની સરખામણીએ ઉનાળામાં લગ્ન માટે મેનુ પસંદ કરવા માટે વધારે અવકાશ રહે છે, કારણ કે આ સીઝનમાં અનેક પ્રકારના ફૂડ સહેલાયથી મળી જાય છે.

English summary
The sweltering heat in the summer may make you wary of getting married in the season, but there are reasons why it can be the ideal season to get hitched. Vashi.com shares a few reasons as to why you should fix a summer date for your D-day, reports femalefirst.co.uk
Story first published: Tuesday, May 6, 2014, 14:54 [IST]
X
Desktop Bottom Promotion