For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રંગોને આધારે જ્યોતિષ મુજબ જાણો વ્યકિતના વ્યકિતત્વ વિષે.

By Desk
|

રંગ, વિના આપણું જીવન અધુરુ છે...પણ ક્યારેય તમે વિચાર્યુ કે, રંગોને આધારે કોઈ વ્યકિતને સ્વભાવને જાણી શકાય છે. હા, મિત્રો રંગોને આધારે તમે કોઈ પણ વ્યકિતની પર્સનાલિટી કેવા પ્રકારની છે તે જાણી શકો છો.

જો તમે કોઈપણ વ્યકિત સાથે મિત્રતા કરવા ઈચ્છતા હો, કે તેની સાથે નવો સંબંધ કેળવવા ઈચ્છતા હોવ તો તેને પહેલો પ્રશ્ન એ પુછો કે તેનો ફેવરેટ કલર કયો છે? તેના આ એકમાત્ર જવાબથી તમે તમારી તમામ મુશ્કેલીઓના જવા મેળવી શકશો.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રંગોને આધારે કઈ વ્યકિત કેવા પ્રકારનો નેચર ધરાવતી હશે.

લાલ

લાલ

તેઓ ઘણા અગ્રેસીવ સ્વભાવના હોય છે, પ્રેમને પ્રથમિકતા આપવાવાળા આ લોકો પોતાના પાર્ટનર પાસેથી વફાદારીની અપેક્ષા રાખે છે. તેમને આરામ-દાયક જીવન પ્રિય હોય છે.

કાળો

કાળો

આ પ્રકારની વ્યકિતને ગુસ્સો તરતજ આવે છે. તેઓ બદલાવથી દુર ભાગે છે. તેઓ ડોમિનેટેડ સ્વભાવના અને ઘણી પ્રગતિ કરનારા હોય છે. પોતાની ભાવનાને જલ્દી શેયર કરતા નથી.
તેમ છતાં તેઓ ઘણા રોમેન્ટિક, સેક્સપ્રિય, એને સેક્સી નેચર ધરાવનારા હોય છે.

જાંબલી

જાંબલી

જાંબલી કે પર્પલ કલર પસંદ કરનારી મહિલા ધણી ફેશનેબલ હોય છે, સ્વભાવે ખર્ચાળ આ સ્ત્રીઓનુ દિલ સાફ હોય છે.જ્યારે આ રંગ કોઈ છોકરો પસંદ કરતો હોય તો તેનાથી તદ્દન ઉલટ નેચર ધરાવનાર હોય છે.

વાદળી

વાદળી

આ પ્રકારના લોકો થોડા બોરિંગ ટાઈપના હોય છે. જ્યારે દિલથી તેઓ ઘણા સારા હોય છે. લોકોમાં જ્લ્દી હળતા-મળતા ન હોવાને કારણે લોકો દ્વારા તેમને ખોટા જજ કરવામાં આવે છે.

આસમાની

આસમાની

આસમાની કલર પસંદ કરનાર સ્ત્રીઓ ઘણી અનુશાસિત હોય છે. અને તેઓ જીવનની દરેક પળને જીવવા માંગે છે. તેઓ ભરોસા લાયક હોય છે.
આ રંગ પસંદ કરનાર છોકરાઓ પણ સિંપલ અને સારા હોય છે.

લીલો

લીલો

લીલો રંગ પસંદ કરનાર વ્યકિત ઘણી શાંતિ પ્રિય હોય છે. લડાઈ-ઝગડાથી દૂર ભાગે છે.ચારે તરફ હાસ્ય રેલાવનારા ને હંમેશા હસતા રહેનારા હોય છે. કંઈક અંશે થોડા ફેશનેબલ અને ક્રિયેટીવ પણ હોય છે. લીલો રંગ પસંદ કરનાર વ્યકિત કોઈથી ખાસ મતલબ રાખતી નથી કે કોઈની પંચાતમાં પડતી નથી. થોડે ઘણે અંશે આળશુ પણ હોય છે.

પીળો

પીળો

આવા લોકો હંમેશા ખુશ રહેતા હોય છે. સારા માર્ગદર્શક હોય છે. બીજાની મદદ કરવા હંમેશા તત્પર રહે છે. હંમેશા હાસ્ય અને ખુશી રેલાવનારા હોય છે. પરંતુ ક્યારેક તેમની મદદ જ તેમની આલોચનાનુ કારણ બને છે. પીળો રંગ શુભ ગણાય છે. તેને પસંદ કરનારા ઘણે અંશે ધાર્મિક સ્વભાવના હોય છે.

ગુલાબી

ગુલાબી

સામાન્ય રીતે છોકરીઓનો આ પ્રિય કલર રોમાંસ, પ્રેમ અને ભાવનાઓનુ પ્રતિક દર્શાવે છે. આ રંગ પસંદ કરનારા દિલથી ઘણા સારા હોય છે.
જાણીજોઈ તેઓ કોઈને દુ:ખી કરતા નથી. તેમની આ જ કોમળતા તેમને મુશ્કેલી માં ધકેલે છે. આ રંગ પસંદ કરનારા પૈસાવાળા અને દિલ ખોલી પૈસા ખર્ચનારા હોય છે.

સફેદ

સફેદ

તેઓ સરળાથી ક્યાંય પણ એડજસ્ટ થઈ જાય છે. તેઓ લોકોને મદદરુપ થતા હોય છે. સાદગીપ્રિય અને એકલા રહેવુ વધુ પસંદ કરે છે. લડાઈ-ઝગડાથી તેઓ દુરભાગે છે. આવા લોકો ઘરના વડા કે અન્ય જગ્યાએ નેતાનો મોભો મેળવે છે. તેમનુ વ્યકિતત્વ આકર્ષક હોય છે.

નારંગી

નારંગી

નાંરંગી રંગ શક્તિ અને ખુશમિજાજ દર્શાવે છે. આ રંગ પસંદ કરનાર વ્યકિત આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. તેઓ આખા-બોલા હોય છે. સાચાને સાચુ ને ખાટાને ખોટુ કહેવામાં તેમને કોઈ હિંચક આવતી નથી. આવા લોકોને સંધર્ષનો સામનો કરવો પડે છે પણ અંતે તેઓ પોતાની મંજીલ મેળવીનેજ ઝંપે છે.

English summary
Know the personality of any of your friends just on the basis of favourite colours. Here are some Astro Tips regarding this.
X
Desktop Bottom Promotion