For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો આપની રાશિ મુજબ કયુ છે આપનુ પાવર ચક્ર

By Lekhaka
|

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાશિની સહાયથી વ્યક્તિના વ્યવહાર અને સ્વભાવ વિશે જાણી શકાય છે. રાશિ મુજબ કોઈ વ્યક્તિની શારીરિક જરૂરિયાતો અને અન્ય માહિતીઓ વિશે જાણી શકાય છે.

આપના જન્મની તારીખ મુજબ આપના માટે કઈ વસ્તુઓ ભાગ્યશાળી હોય છે.

ચક્ર એક સંસ્કૃત શબ્દ છે કે જેનો અર્થ ઊર્જાનું ચક્ર હોય છે. માનવામાં આવે છે કે આ ચક્રો શારીરિક શક્તિ, શ્રેષ્ઠ આરોગ્ય, શક્તિ અને જીવન શક્તિને રેખાંકિત કરે છે. આ ચક્રો મનુષ્યની માનસિકતા, મન અને આત્માને સશસ્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે. આ ચક્રો વિશે જાણવુ મહત્વનું હોય છે. ાવો જાણીએ કે આપની રાશિ મુજબ આપનું ચક્ર શું છે.

મેષ :

મેષ :

જ્યોતિષ મુજબ મેષ રાશિનુ ત્રીજુ ચક્ર સોલર પ્લેક્સસ ચક્ર હોય છે કે જે જાતકની શક્તિનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ ચક્ર જાતકની નાભિની ઊપર હોય છે અને આ પૂર્વાનુમાન સાથે જોડાયેલું હોય છે.

વૃષભ :

વૃષભ :

આ રાશિનુ ચોથુ ચક્ર છે. ચોથુ ચક્ર અત્યધિક પ્રભાવશાળી હોય છે. આ ચક્રને હૃદય ચક્રના નામથી પણ જાણવામાં આવે છે. હૃદય અને બળદ બંને પર જ શુક્રની કૃપા વરસે છે. તેથી આ ચક્ર અત્યંત પ્રભાવશાળી હોય છે. આ ચક્ર ધરાવતા લોકો પોતાના સાથીની સહાનુભૂતિ રાખે છે અને પ્રેમની બાબતમાં ગાઢ સંબંધ બનાવે છે. તેમને આર્થિક લાભ પણ થાય છે.

મિથુન :

મિથુન :

મિથુન રાશિનું પાંચમુ ચક્ર છે અને તેનો સ્વામી બુધ છે. તેથી આ ઊર્જાનું મુખ્ય સ્રોત માનવામાં આવે છે. મિથુન રાશિનાં જાતકોમાં ભરપૂર આત્મવિશ્વાસ હોય છે અને તેઓ પોતાના વિચારો અને યોજનાઓથી લોકોને પ્રભાવિત કરે છે.

કર્ક :

કર્ક :

કર્ક રાશિનુ છઠ્ઠુ ચક્ર હોય છે અને આ ચક્ર મનુષ્યનાં આત્માનું ત્રીજુ નેત્ર ચક્ર માનવામાં આવે છે. ચંદ્રનાં પ્રભાવમાં હોવાનાં કારણે આ લોકો વગર ઝુક્યે પોતાના કાર્યો પૂર્ણ કરવામાં સફળ થઈ શકે છે.

સિંહ :

સિંહ :

આ રાશિનુ સાતમુ ચક્ર છે કે જેને ક્રાઉન ચક્રના નામે પણ ઓળખવામાં આવે છે. આ વક્ર પર સૂર્યનો પ્રભાવ હોય છે. આમના માથાના ઊપર વાળી જગ્યાએ આમના શરીરનું સૌથી શક્તિશાળી ચક્ર ગણવામાં આવે છે. તેની સહાયથી તેઓ બહુ સરળતાથી સમસ્યાઓને સમજી અને તેમનો ઉકેલ કાઢી શકે છે.

કન્યા :

કન્યા :

આ રાશિનુ પાંચમુ ચક્ર છે કે જેને થ્રોટ ચક્ર પણ કહેવામાં આવે છે. ગળુ યોગ્ય રહેતા આ રાશિના જાતકો શ્રેષ્ઠ અનુભવે છે. આ લોકો યોગ્ય તથ્યો સામે લાવે છે અને પબ્લિક સ્પીકિંગમાં કામ કરે છે.

તુલા :

તુલા :

આ રાશિનુ ચોથુ ચક્ર છે કે જેના શુક્રની કૃપા રહે છે અને આ હૃદયને નિયંત્રિત કરે છે કે જેથી વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે અત્યંત પ્રેમ કરે છે અને તે તેમના પ્રત્યે આકર્ષિત રહે છે.

વૃશ્ચિક :

વૃશ્ચિક :

આ રાશિનું ચક્ર ત્રીજુ છે અને તેને સોલર પ્લેક્સસ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ તેમની શક્તિનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ ચક્ર તેમની નાભિની ઊપર હોય છે અને તે પૂર્વાનુમાન સાથે જોડાયેલુ હોય છે.

ધનુ :

ધનુ :

આ રાશિનુ ચક્ર બીજુ હોય છે અને તેને સૅક્ર ચક્ર તરીકે પણ જાણવામાં આવે છે. આ નાભિની બરાબર ઊપર સ્થિત હોય છે અને તેના પર ગુરુની કૃપા રહે છે. આ જાતકો આશાવાદી રહે છે. યૌન ઉત્તેજના અને સગર્ભાવસ્થા સ્વરૂપે પણ આ ચક્ર જોઈ શકાય છે.

મકર :

મકર :

મકર રાશિનુ પહેલુ ચક્ર હોય છે. આ ગ્રહ સૌથી વધુ સાફ દેખાય છે. પહેલા ચક્રને રૂટ ચક્ર પણ કહે છે. શક્તિનું કેન્દ્ર હોવાનાં કારણે આ અત્યંત પ્રભાવશાળી હોય છે. તેમાં વ્યક્તિ કઠિન પરિસ્થિતિમાં પણ સંતુલિત રહે છે અને યોગ્ય પગલા ભરે છે.

કુંભ :

કુંભ :

આ રાશિનું પ્રથમ ચક્ર હોય છે. આ ગ્રહ સૌથી વધુ સાફ દેખાય છે. પહેલા ચક્રને રૂટ ચક્ર પણ કહે છે. આ જાતકો પરિસ્થિતિને શ્રેષ્ઠ રીતે સમજી શકે છે કે જેનાથી તેમને વ્યક્તિગત લાભ થાય છે.

મીન :

મીન :

આ રાશિનું બીજુ ચક્ર હોય છે અને તેને સૅક્રલ ચક્ર પણ કહે છે. આ નાભિની ઊપર સ્થિત હોય છે. આ ચક્ર મીન રાશિ વાળાઓને સૌથી વધુ પ્રભાવિત કરે છે. તેમને આશાવાદી પણ બનાવે છે.

Read more about: hindu astrology
English summary
Learn about the various chakras that will blow your mind, which are based as per your zodiac sign…
X
Desktop Bottom Promotion