For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓને વારંવાર સાંભળવી સારી લાગતી નથી આ 6 વાતો

By Kumar Dushyant
|

છોકરીઓ પોતાની આખી જીંદગીમાં કેટલું બધુ સાંભળતી આવી છે. બાળપણમાં મા-બાપની ટોકા-ટોકી અને જ્યારે મોટી થઇને ઓફિસમાં જોબ કરવા લાગે છે તો અહીંયા સહકર્મીઓની વાતો. ના ફક્ત મહિલાને પરંતુ પુરૂષોને પણ લોકો પાસેથી વણજોઇતી સલાહ સાંભળવા મળે છે જે, તેમને બિલકુલ સહન કરવી મુશ્કેલ થઇ જાય છે.

છોકરીઓએ કેવી રીતે ઉઠવું જોઇએ, કેવી રીતે બોલવું જોઇએ કે પછી પોતાની લાઇફને કેવી રીતે જોવી જોઇએ, આ બધી બેકારની સલાહ કોઇપણ છોકરીને બહારથી મળવા લાગે છે તો, તેનું તન-મન બળવા લાગે છે. બની શકે કે છોકરી સારી જૉબ કરતી હોય અને તેનું ત્યાં સુધી લગ્ન કરવાનું મન ના હોય, અથવા પછી પોતાના માટે યોગ્ય છોકરો શોધી રહી હોય, જે તેને મળી ન રહ્યો હોય.

શું તમે એકલા છો? તો તમારે કરવો પડશે આ 6 સમસ્યાઓનો સામનો

તો આ તે છોકરીની મરજી છે જેમાં કોઇ બીજાને દરમિયાનગિરી કરવાનો કોઇ હક બનતો નથી. અહીં એવી કેટલીક વાતો કહેવામાં આવી રહી છે, જે કોઇપણ છોકરી સાંભળી-સાંભળી કંગાળી ગઇ હોય છે. વાંચો અને જુઓ તમને કઇ વાતો સૌથી વધુ ખરાબ લાગે છે.

ઘર ક્યારે વસાવી રહી છો?

ઘર ક્યારે વસાવી રહી છો?

જો કોઇ છોકરી એકલી રહેવા માંગે છે તો, તેના ઘર, મિત્ર અને ઓફિસમાં કામ કરનાર સહયોગી સુધી તેને ઘર વસાવી લેવાની જીદ કરવા લાગે છે. પરંતુ મહિલાઓ આ વાતો સાંભળી-સાંભળીને થાકી ગઇ છે.

શું તમે ખરેખર આ પહેરશો?

શું તમે ખરેખર આ પહેરશો?

આ મહિલાઓના ઉપર હોય છે કે તેમણે શું પહેરવું સારું લાગે છે. પરંતુ જ્યારે કોઇ તેમને બીજો માણસ તેમના દ્વારા પહેરવામાં આવેલા કપડાં પર कसीदें कसता है તો તેમને આ વાત બિલકુલ પસંદ આવતી નથી.

મહિલાઓ ક્યારે કાર ચલાવી ન શકે

મહિલાઓ ક્યારે કાર ચલાવી ન શકે

મહિલાઓ કાર શું એરોપ્લેન પણ આરામથી ચલાવી શકે છે, પરંતુ આખી દુનિયા છે કે આ વાતને માનતી જ નથી. મહિલાઓ પર હંમેશા આ દોષ લગાવવામાં આવે છે કે તે સારી રીતે કાર ચલાવી શકતી નથી.

તું વાતોને લાંબી ખેંચે છે

તું વાતોને લાંબી ખેંચે છે

એવું હોતું નથી કે ફક્ત મહિલાઓ જ વાતોને લાંબી ખેંચે છે. આવું કામ પુરૂષો પણ કરે છે. મહિલાઓ જો વાતોને લાંબી ખેંચે છે તો તેને ત્યારે જ પુરી કરીને જંપે છે.

તે વજન વધારી લીધું છે

તે વજન વધારી લીધું છે

જો કોઇ પુરૂષ વારંવાર છોકરીને તેના વજનને લઇને કમેંટ કરે, તો છોકરીઓને તે પુરૂષ સાથે વાત કરવાનું મન થતું નથી.

છોકરીઓને જમવાનું બનાવતાં આવડવું જોઇએ

છોકરીઓને જમવાનું બનાવતાં આવડવું જોઇએ

આ વાત ક્યાંકને ક્યાંક લખી છે જો તમને સારું જમવાનું બનાવતાં આવડતું નથી, તો તમારી મેરેજ લાઇફ ક્યારેય સારી ન હોઇ શકે. કિચન અને છોકરીનો સંબંધ જ્યારે સાથે-સાથે આવે છે તો, ક્યારેય પણૅ છોકરીને સારું લાગતું નથી. શું છોકરી ફક્ત જમવાનું બનાવવા માટે બની છે.

English summary
Here are some of the things that women are literally tired of hearing. Take a look and see if you too are tired of hearing the same thing or not... Things Women Are Tired Of Hearing:
Story first published: Thursday, September 11, 2014, 13:52 [IST]
X
Desktop Bottom Promotion