For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કેમ પુરીના ભગવાન જગન્નાથની મૂર્તિઓ રહી ગઇ અધૂરી?

વર્ષમાં એક દિવસ ધૂમધામ પૂર્વક કાઢવામાં આવે છે તેને ગુંડિચા મહોત્સવ પણ કહેવામાં આવે છે. પરંતુ જગન્નાથમાં સ્થાપિત મૂર્તિઓને જોઇને બધાના મનમાં જરૂર પ્રશ્ન ઉદભવે છે કે આખરે કયું કારણ છે કે જગન્નાથની મૂર્ત

By Karnal Hetalbahen
|

ઓરિસ્સા પ્રાંતના પુરીમાં સ્થિત શ્રી જગન્નાથનું મંદિર કૃષ્ણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર જ નહી પરંતુ વાસ્તુકલાનો બેજોડ નમૂનો છે. તેની બનાવટના કેટલાક રહસ્યો તો આજે પણ રહસ્ય જ છે જેનો ભેદ એન્જીનિયરિંગના ક્ષેત્રમાં મોટી-મોટી ડિગ્રીઓ લેનાર પણ કરી શક્યા નથી. કહેવામાં આવે છે કે જગન્નાથમાં ભગવાન કૃષ્ણ, બલરામ અને સુભદ્રા સાક્ષાત રૂપમાં નિવાસ કરે છે. વર્ષમાં એક દિવસ ધૂમધામ પૂર્વક જગન્નાથ યાત્રા કાઢવામાં આવે છે તેને ગુંડિચા મહોત્સવ પણ કહેવામાં આવે છે.

પરંતુ જગન્નાથમાં સ્થાપિત મૂર્તિઓને જોઇને બધાના મનમાં એક પ્રશ્ન જરૂર ઉદભવે છે કે આખરે કયું કારણ છે કે જગન્નાથની મૂર્તિઓ અધૂરી છે તથા તેની પાછળ કયુ રહસ્ય છે.

આ છે કહાણી

આ છે કહાણી

ભગવાન સ્વામી જગન્નાથ શ્રી વિષ્ણુની ઇન્દ્રનીલ એટલે કે નીલમણિથી બનેલી મૂર્તિ એક અગરૂ વૃક્ષની નીચેથી મળી હતી. માન્યતા છે કે માલવા નરેશ ઇંદ્રમ્યુમ્ન જો કે ભગવાન વિષ્ણુના આકરા ભક્ત હતા તેમણે પોતે શ્રી હરિને સપનામાં દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે સમુદ્ર તટ પર તમને એક દારૂ (લાકડી)નો લઠ્ઠો મળશે હવે તેના સામે એ પ્રશ્ન હતો કે મૂર્તિ કેવી રીતે બનાવવી?

રાખી એક શરત

રાખી એક શરત

ત્યારે એક ઘરડો બ્રાહ્મણ રાજાની સમક્ષ આવીને આ કાર્યને કરવા માટે પરવાનગી માંગી તેની સાથે મંદિર બનાવીને મૂર્તિ સ્થાપિત કરવાની વાત કહી અને મંદિરની આખી જવાબદારી પોતાના હાથમાં લીધી. પરંતુ તે કારીગર રૂપમાં આવેલો ઘરડા બ્રાહ્મણે રાજાની સમક્ષ એક શરત મૂકી તે આ કાર્ય બંધ રૂમમાં એક રાતમાં જ કરશે અને જો રૂમ ખુલ્યો તો તે કામ અધવચ્ચે છોડીને જતો રહેશે.

ઘરડો બ્રાહ્મણ થઇ ગયો ગાયબ

ઘરડો બ્રાહ્મણ થઇ ગયો ગાયબ

રાજાએ તે બ્રાહ્મણની શરત માની લીધી અને રૂમ બંધ કરી દીધો. પરંતુ કામની સમીક્ષા કરવા માટે રાજા રૂમની આસપાસ ફરવા માટે જરૂર આવતો હતો. થોડા સમય સુધી રૂમમાંથી કામ ચાલુ હોવાનો અવાજ આવતો રહ્યો, પછી અચાનક કામ કરવાનો અવાજ બંધ થઇ ગયો. ત્યારે રાજા ગભરાઇને વિચારવા લાગ્યો કે ક્યાંક આ બ્રાહ્મણ ને કંઇ થઇ ગયું તો નથી ને. રાજાએ ડરમાં દરવાજો ખોલી દીધો અને દરવાજો ખુલતાં જ તે બ્રાહ્મણ તે અધૂરી મૂર્તિઓ છોડીને ગાયબ થઇ ગયો.

વિશ્વકર્માજીએ બનાવીએ હતી મૂર્તિઓ

વિશ્વકર્માજીએ બનાવીએ હતી મૂર્તિઓ

હકિકતમાં તે ઘરડો બ્રાહ્મણ વિશ્વકર્માજી હતા, જે ભગવાન વિષ્ણુના આગ્રહ પર આ જગન્નાથ મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓને બનાવવા માટે ધરતી પર આવ્યા હતા, વિશ્વકર્માજીએ આ નિર્માણકાર્ય એક રાતમાં પુરું કરવાની વાત કહી હતી. કારણ કે વિશ્વકર્માજી દ્વારા બનાવવામાં આવનારી બધી મૂર્તિઓ મંદિરનું નિર્માણ એક જ રાતમાં કરતા હતા. કામ પુરું ન થાય જો સવાર થઇ ગઇ છે તો વિશ્વકર્માજી તે કાર્યને અટકાવીને સૂર્યોદય પહેલાં છોડી દેવાના હતા.

એટલા માટે અધૂરી રહી ગઇ મૂર્તિઓ

એટલા માટે અધૂરી રહી ગઇ મૂર્તિઓ

આ મંદિરની મૂર્તિ નિર્માણ માટે વિશ્વકર્માજી એક રાતનો સમય નક્કી કર્યો હતો. પરંતુ અન્ય દેવતા ઇચ્છત ન હતા કે ભગવાન કૃષ્ણ, સુભદ્રા અને બલરામને વાસ્તવિક રૂપમાં કોઇ સાધારણ વ્યક્તિ તેમને જુવે, એટલા માટે સૂર્યોદય પહેલાં કામમાં વિધ્ન નાખવા માટે રાજાને માધ્યમ બનાવીને મોકલી દીધા. જેથી જગન્નાથની આ મૂર્તિઓ અધૂરી રહી ગઇ અને અધૂરી જ સ્થાપિત કરવામાં આવી. આ પ્રકારે જગન્નાથની મૂર્તિઓ આજેપણ અધૂરી છે. એમ કહેવામાં આવે છે કે જે પણ થાય છે તેની પાછળ એક કારણ જરૂર હોય છે. તમે જાણ્યું કે કઇ રીતે જગન્નાથની મૂર્તિઓ જાણીજોઇને અધૂરી છોડવામાં આવી.

જગન્નાથનો અર્થ

જગન્નાથનો અર્થ

જગન્નાથનો અર્થ છે જગતનો સ્વામી. આ જગતને ચલાવનાર. કહેવામાં આવે છે કે આ મંદિરનું રસોઇ ભારતના બધા રસોઇઘરમાં સૌથી મોટું છે, હજારો શ્રદ્ધાળુ અહીં જમવાનું બનાવે છે. આ ઉપરાંત આ મંદિર કાલિંગા શૈલીમાં બનાવવામાં આવ્યું છે જે વાસ્તુશિલ્પનો ઉત્કૃષ્ઠ નમૂનો છે.

Read more about: hindu હિન્દુ
English summary
So, how were these statues created and when? There are many stories associated with them that are being heard and told since thousands of years. here is some important information about these incomplete statues…
X
Desktop Bottom Promotion