For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૂજા પાઠ સમયે શા માટે પહેરવામાં આવે છે ધોતી?

|

આજકાલ પૂજા પાઠમાં તમે માત્ર પંડિતોને બાદ કરીને કોઇને પણ ધોતી પહેરેલાં નહીં જોયા હોય. ધોતી પહેરવાનું ચલણ ઘણું થઇ ગયું છે, હવે તેને બ્રાહ્મણો સુધી જ સીમિત માનવામાં આવે છે. મોટાભાગે ભક્તોને કૂર્તા અને પાયજામામાં જ આપણે જોઇએ છીએ. પરંતુ શું તમે જાણો છોકે પ્રાચીન કાળમાં પૂજાના સમયે ધોતી પહેરવી કેટલી અનિવાર્ય હતી? પહેલા એ માન્યતા હતી કે જો તમે ધોતી પહેરીને પૂજા નહીં કરો તો તમારી પૂજા અધૂરી રહેશે.

ધોતી ધર્મ કાંડ માટે પવિત્ર માનવામાં આવતી હતી, સાથે જ તેની પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છૂપાયેલું છે. પૂજા કરતી વખતે ઘણા લાંબા સમય સુધી લોકોને બેસવું પડે છે, તો તેવામાં ધોતીથી વધારે સારુ અન્ય કોઇ પરિધાન ના હોઇ શકે. આજકાલ લોકો જીન્સ અને પેન્ટ પહેરીને પૂજા કરવા માટે બેસી જાય છે, જેની અસર આપણા શરીરના રક્તપ્રવાહ પર ખરાબ પડે છે. ધોતી બારીક સુતરાઉ કાપડમાંથી બનેલી હોય છે, જે સુવિધાજનક હોવાની સાથોસાથ હવાદાર પણ હોય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ધોતી સાથે જોડાયેલી બાબતોને.

શા માટે લોકો નથી પહેરતા ધોતી

શા માટે લોકો નથી પહેરતા ધોતી

એનું એક કારણ એ પણ છેકે જનતામાં જ્ઞાનનો અભાવ છે અને તે નથી જાણતા કે ધોતી પહેરવી કેમ અનિવાર્ય છે અથવા તેનાથી શું લાભ છે.

સાઉથ ઇન્ડિયામાં સૌથી વધારે ચલણ

સાઉથ ઇન્ડિયામાં સૌથી વધારે ચલણ

સાઉથ ઇન્ડિયામાં સૌથી વધારે ચલણ હશે, ત્યાં તમે દરેક પુરુષને ઘરમાં તથા ઘરની બહાર ધોતી પહેરેલા જોયા હશે. પરંતુ ભારતના અન્ય ભાગોની વાત કરવામાં આવે તો ત્યાં લોકોની આંખો પર જાણે કે ફેશનનો પડદો પડ્યો છે.

પૂજા સમયે સાફ અને પવિત્ર કપડાં પહેરવા જોઇએ

પૂજા સમયે સાફ અને પવિત્ર કપડાં પહેરવા જોઇએ

શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છેકે પૂજા કરતી વખતે તમારે પવિત્ર અને સાફ કપડાં પહેરવા જોઇએ અને ધોતી એ સૌથી પવિત્ર કપડું છે, જેને તમે એક દિવસ પહેરીને બીજા દિવસે આરામથી ધોઇને પહેરી શકો છો.

આપણા પરિધાન પર ગર્વ હોવો જોઇએ

આપણા પરિધાન પર ગર્વ હોવો જોઇએ

અજ્ઞાનવશ અધિક લોકો પૂજા કાર્યમાં પણ વર્તમાન પરિધાન જ પહેરે છે. પોતાના પરિધાન પર આપણને ગર્વ હોવો જોઇએ, આમણા વડીલોએ સમજી વિચારીને જ તેને પસંદ કર્યા હશે.

English summary
Why is Dhoti holds importance in comparison to other clothes and still worn by all major Gurus and Pandits while performing pooja?
Story first published: Tuesday, June 3, 2014, 13:05 [IST]
X
Desktop Bottom Promotion