For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભૂલથી પણ ન બનાવડાવો આવા ટૅટૂ પોતાનાં શરીર પર

By Lekhaka
|

આજ-કાલ જોવામાં આવે છે કે સૌ કોઈ પોતાનાં શરીરનાં જુદા-જુદા ભાગો પર ટૅટૂ કોતરાવતું નજરે પડે છે. ક્યારેક કોઈ પોતાની મનપસંદ સેલિબ્રિટીની તસવીર કોતરાવે છે, તો કોઈ પોતાના પાર્ટનરનું નામ પોતાના બાજુ પર કોતરાવે છે.

ટૅટૂ બનાવવાનું આ કામ કંઈ બહુ સસ્તુ નથી. તેમાં ઘણા પૈસા પણ બર્બાદ થાય છે. તેથી કાયમ ટૅટૂ સમજી-વિચારીને જ બનાવડાવવા જોઇએ. આજે અમે આ આર્ટિકલમાં આપને બતાવીશું કે આપે આપનાં શરીર પર કેટલા પ્રકારનાં ટૅટૂ ભૂલથી પણ ન બનાવડાવવા જોઇએ.

જો આપ ટૅટૂ બનાવડાવો છો, તો તે ટૅટૂ જીવન ભર માટે આપનાં શરીર પર રહે છે અને પછી જેમ-જેમ આપની ઉંમર વધતી જાય છે, તેમ-તેમ તે ટૅટૂનું કોઈ મહત્વ નથી રહેતું. ચાલો જાણીએ કે આપે આપનાં શરીર પર કયા પ્રકારનાં ટૅટૂ નહીં બનાવવા જોઇએ.

બૅંડનાં નામો :

બૅંડનાં નામો :

જો આપને મ્યુઝિક બહુ વધારે પસંદ છે, તો ક્યારેય પણ કોઇક બૅંડનું નામ કોતરાવવાનું ન વિચારી પોતાનાં મગજથી વિચારી કોઇક ટૅટૂ બનાવડાવો. આ પ્રકારનાં ટૅટૂ સમય સાથે ખતમ થઈ જાય છે.

વલ્ગર ટૅટૂ

વલ્ગર ટૅટૂ

કંમરનાં નિચલા ભાગે ચીપ, અભદ્ર અને વલ્ગર ટૅટૂ ન કોતરાવો. તેમને જોઈને લોકો સમજશે કે આપ સારી વ્યક્તિ નથી.

સુપર હિરો ટૅટૂ

સુપર હિરો ટૅટૂ

સુપર હિરોનું ટૅટૂ આપને બાળક બનાવી દેશે. શરીર પર ટૅટૂ આપની સાથે બાળપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી રહેશે. તેથી એવું કોઈ કામ ન કરો કે જેનાથી વૃદ્ધાવસ્થામાં આપની મજાક ઉડે.

રહસ્મય જીવો

રહસ્મય જીવો

જો આપ કોઇક વાર્તાનું પાત્ર કે કોઇક રહસ્યમય જીવ-જંતુનું ટૅટૂ બનાવીને ફરશો, તો લોકો આપ પર ચોક્કસ હસશે. તેથી સપનાની દુનિયામાં જીવવું છોડી દો અને હકીકતમાં જીવવાનું શરૂ કરો.

ધાર્મિક ટૅટૂ

ધાર્મિક ટૅટૂ

પોતાનાં શરીર પર ક્યારેય પણ ધાર્મિક ટૅટૂ બનાવીને ફરવું એટલે જાણે પોતાનાં જ ધર્મની મજાક ઉડાવવા જેવી વાત થઈ જાય છે. આવા ટૅટૂ આપનાં પોતાનાં ધર્મનાં લોકોને પણ નથી ભાવતાં.

કાર્ટૂન

કાર્ટૂન

શું આપ પાંચ વર્ષનાં બાળક છો કે હાથ અને પગ પર કાર્ટૂન બનાવડાવશો ? આપની મજાક ન બનાવો, તે જ આપનાં માટે સારૂં રહેશે.

જૂની યાદોનું ટૅટૂ

જૂની યાદોનું ટૅટૂ

ઘણા કપલ્સ પોતાનાં મૃત બાળક કે પછી કોઇક ચાહનારનું ટૅટૂ પોતાનાં શરીર પર કાયમ માટે કોતરાવી લે છે. જો આપને આ તમામ યાદો જાળવી રાખવાની હોય, તો તેને પોતાનાં મગજ અથવા તો કોઇક પેપર પર રાખો, નહિં કે શરીર પર, નહિંતર આ યાદો આપને કાયમ માટે ડરાવશે.

સેલિબ્રિટી

સેલિબ્રિટી

સેલિબ્રિટી પ્રત્યે પ્રેમ દાખવવા હોય, તો ટૅટૂની શું જરૂર ? આખરે તેઓ પણ તો માણસ જ છે. કોઈ પણ સેલિબ્રિટી જીવન ભર માટે લાઇમ લાઇટમાં નથી રહેતી. રોજ-બ-રોજ નવી સેલિબ્રિટીઓ આવે છે અને જતી રહે છે. તેમની પાછળ પોતાનું શરીર ખરાબ ન કરો.

પોતાનાં પાર્ટનરનું નામ

પોતાનાં પાર્ટનરનું નામ

જો આપને લાગે છે કે આપનો પાર્ટનર જીવન ભર માટે આપનો સાથ નિભાવશે, ત્યારે જ એવું ટૅટૂ બનાવડાવો, નહિંતર ન બનાવડાવો, કારણ કે સામાન્યતઃ જોવામાં આવ્યું છે કે જે લોકો પોતાનાં પાર્ટરનું નામ પોતાનાં શરીર પર કોતરાવે છે, તેઓનાં સંબંધ વધુ સમય સુધી નથી ચાલતા.

English summary
These are tattoos you should never get even though it is trending. Take a look. Here are most ridiculous tattoos you should never get.
Story first published: Saturday, January 7, 2017, 10:30 [IST]
X
Desktop Bottom Promotion