For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૂર્ય ગ્રહણ 2017, શું કરશો અને શેની અવગણના કરશો ?

By Lekhaka
|

21 ઑગસ્ટ, 2017નાં રોજ સૂર્ય ગ્રહણ લાગશે. હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણને અશુભ ગણવામાં આવે છે. તેને સૂતક કાળ પણ કહેવામાં ાવે છે.

solar eclipse 2017

શું છે સૂતક કાળ ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂતક કાળ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. સૂર્ય ગ્રહણનાં 12 કલાક પૂર્વે અને ગ્રહણનાં 12 કલાક બાદનાં સમયને સૂતક કાળ કહેવામાં આવે છે. આ દરમિયાન મંદિરોનાં દ્વાર બંધ રહે છે અને ત્યાં પૂજા તથા પ્રાર્થના પણ નથી કરવામાં આવતી.

શું કરશો અને શું નહીં કરશો ?

સૂર્ય ગ્રહણની શરુઆતથી લઈ અંત સુધી આપે મંત્રોનું ઉચ્ચારણ, ધ્યાન, પ્રાર્થના અને હવન કરવાનું છે. જોકે આ દરમિયાન મૂર્તિ પૂજા ન કરવી જોઇએ. સૂતક કાળ સમાપ્ત થતાં સ્નાન કરો અને નવા વસ્ત્રો ધારણ કરી ભગવાનની મૂર્તિઓ પર ગંગા જળ છાંટો. સૂર્ય ગ્રહણ દરમિયાન આપે કંઈ પણ ખાવા, બનાવવા, શૌચ અને સૂવા જેવા અન્ય કાર્યો નહીં કરવા જોઇએ. ગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્ર અને પોતાનાં ગુરુનાં મંત્રનો જાપ કરો. મંદિરમાં દીવો કે દીપક પણ પ્રજ્જ્વલિત કરો.

સૂર્ય ગ્રહણ બાદ શું કરશો ?

સૂર્ય ગ્રહમ બાદ સ્નાન કરી નવા વસ્ત્રો ધારણ કરવા જોઇએ. ગ્રહણ બાદ પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપો અને ગરીબો તેમજ જરૂરિયાતમંદોને દાન આપો. ગ્રહણ પછી આ કાર્યો કરવા શુભ ગણવામાં આવે છે.

શું કાર્યો કરશો ?

જે લોકો સૂર્ય ગ્રહમનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રહે છે, તેઓ ગ્રહણ શરુઆત થયા બાદ અંતે સ્નાન જરૂર કરે. ગ્રહણનાં મધ્ય અંતરાલે ધ્યાન કરવાનું ન ભૂલો. ગ્રહણનાં અંતે દાન કરવું શુભ ગણવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ દરમિયાન કયા મંત્રોનો કરશો જાપ ?

સૂર્ય ગ્રહણ દરમિયાન આપ કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. સૂર્ય મંત્રનો જાપ કરવો પણ શુભ ફળદાયી રહે છે. આ ઉપરાંત મહામૃત્યુંજય મંત્રનાં ઉચ્ચારણથી પણ જીવનનાં તમામ કષ્ટો દૂર થઈ જાય છે.

English summary
The Solar Eclipse 2017 will take place on August 21. Surya Grahan as it is known in Hindi is considered to be inauspicious in the Indian sub-continent.
Story first published: Tuesday, August 22, 2017, 8:56 [IST]
X
Desktop Bottom Promotion