For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પથ્થરમાંથી હિરો બનનાર રિચ એન્ડ સક્સેસ પીપલ

|

આપણે અનેક લોકોને વૈભવી જીવન જીવતા જોઇએ છીએ. કેટલાકને એ વારસામાં મળ્યું હોય છે, જ્યારે કેટલાકે કારમી ગરીબી જોયા પછી પોતાના કૌશલ્ય થકી એ વૈભવી જીવન પ્રાપ્ત કર્યું હોય છે. વિશ્વના વૈભવશાળી ખજાનામાં આવા અનેક ડાયમન્ડ પડેલા છે, જેમણે પોતાના જીવનમાં અસહ્ય વેદનાઓ અને ગરીબી સહન કરીને પણ પોતાના શોખ અને જુસ્સાને જાળવી રાખીને આજે એક વૈભવી જીવન મેળવ્યું છે.

આ વખતે અમે એવા જ કેટલાક બિઝનેસમેન અંગે તમને જણાવી રહ્યાં છીએ કે જેમણે પોતાના બાળપણના જીવન અને ગરીબીમાંથી પાઠ મેળવીને આજે એક વૈભવી જીવન અને ધનિક બિઝનેસમેન સુધીની યાત્રા કરી છે, તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આ સાહસિક બિઝનેસમેન્સ અંગે જાણીએ.

સ્ટીવ જોબ્સ

સ્ટીવ જોબ્સ

સ્ટીવ જોબ્સ અને તેમની કંપની એપલથી કોઇ અજાણ નહીં હોય. તેઓ ઇલેક્ટ્રોનિક્સમાં રસ ધરાવતા હતા. તેમણે ભણવાનું છોડી દીધું હતું કારણ કે તેમના ભણતરનો ખર્ચ વધુ હતો અને માતા-પિતા તે ઉઠાવી શકે તેમ નહોતા. તેઓ કોકની બોટર પરત આપતા જેથી પૈસા મળે અને હરેક્રિષ્ના મંદિરમાં તેઓ રહેતા જેથી જમવાનું મફતમાં મળે. તેઓ અટારી ઇન્ક.ના ટેક્નિશિયનથી એપલ ઇન્કના સીઇઓ સુધી પહોંચ્યા હતા.

વોલ્ટ ડિઝની

વોલ્ટ ડિઝની

વોલ્ટ ડિઝનીને ચિત્રો દોરવાનો શોખ હતો અને તેઓ આ શોખ થકી પૈસા કમાતા હતા. તેઓ પાડોશીઓને ચિત્રો દોરી આપતા હતા અને પૈસા કમાતા, ત્યારબાદ તેઓ શાળાના ન્યૂઝપેપરમાં કાર્ટૂનિસ્ટ બન્યા. એક સમય એવો હતો જ્યારે તેમને કોઇ જોબ આપતા નહોતા, પછી તેમણે એડવર્ટાઇઝમાં હાથ અજમાવ્યો અને પછી તેઓ પોતાના કાર્ટૂનનું જ એનિમેશન તૈયાર કરવા લાગ્યા.

હેનરી ફ્રોડ

હેનરી ફ્રોડ

હેનરી ફોર્ડને મેકેનિકમાં ઘણો રસ હતો, જ્યારે તેમના પિતાએ પોકેટ મની આપવાની ના પાડી તો તેઓએ જાતે જ ઘડિયાળ રિપેર કરવાનું કામ શીખ્યું અને પૈસા કમાયા, ત્યારબાદ તેઓએ મેકેનિસ્ટમાં એપ્રેન્ટિસ કરી અને ફોર્ડે પોતાની જાતે જ ગેસોલિન એન્જીન પર પ્રયાસો કર્યા. જે ફોર્ડ એમ્પાયરની રચનાની શરૂઆત હતી, ફોર્ડ અનુસાર તેમની સંપત્તિ 188.1 બિલિયન ડોલરની આસપાસ છે.

જ્હોન પૌલ ડેજોરિયા

જ્હોન પૌલ ડેજોરિયા

ઇટાઇલિયન અને ગ્રીક ઇમિગ્રેન્ટ ફેમિલીમાં જન્મેલા જ્હોન બાળપણમાં સમાચારપત્રો વહેંચતા હતા, જેથી તેઓ પોતાના પરિવારને થોડોક સપોર્ટ કરી શકે. તેમણે 700 ડોલરની લોન લીધી અને ત્યાર બાદ હેર પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી. તેઓ પેટ્રોન સ્પિરિટ કંપનીમાં 70 ટકા હિસ્સો ધરાવે છે.

રાલ્ફ લૌરેન

રાલ્ફ લૌરેન

ચુસ્ત જ્વિસ પરિવારમાં જન્મેલા રાલ્ફના સ્વપ્ન ઘણા મોટા હતા. તેઓ શાળામાં પોતાના સહઅધ્યાયીઓને ટાઇ વેચતા હતા, જેથી તેઓ થોડાક પૈસા કમાઇ શકે અને જેની નોંધ તે પોતાની વાર્ષિક બુકમાં કરતા હતા જેથી તે એક દિવસ મિલિયોનર બની શકે. અને તેમના આ જ જુસ્સાએ તેમને ફેશન વિશ્વમાં ટોચના દરરજા પર પહોંચાડી દીધા છે.

રિચાર્ડ બ્રાન્સન

રિચાર્ડ બ્રાન્સન

રિચાર્ડ બ્રાન્સને પોતાનો વ્યવસાય ચર્ચના ક્રિપ્ટથી કર્યો હતો અને આજે તેઓ યુકેના ચોથા સૌથી ધનિક નાગરીક છે. તેમની સંપત્તિ 4.6 બિલિયન છે. આજે તેઓ લેબલ, એરવેઝ અને ટેલિકોમ ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડે છે.

ઓફરા વિનફ્રે

ઓફરા વિનફ્રે

ઓફરા વિનફ્રેનો જન્મ વૈભવશાળી પરિવારમાં થયો નહોતો, તેમણે તેમનું જીવન ગરીબીમાં વિતાવ્યું છે, તેઓ બટેકાના કોથળામાંથી બનાવેલા ડ્રેસ પહેરતા અને તેમના સંબંધીઓ દ્વારા સતત તેમનું શોષણ કરવામાં આવતું હતું, પરંતુ એક દિવસ તેમને સ્થાનિક રેડિયો સ્ટેશનમાંથી ન્યૂઝ રીડરની જોબ કરવા માટેની ઓફર મળી અને તેમણે મીડિયા ક્ષેત્રે ઝંપલાવ્યું. એકવાર શિકાગોમાં પોતાનો પ્રથમ ટોક શો કર્યા બાદ તેમણે આજ દિન સુધી પાછું વળીને જોયું નથી.

જે કે રોલિંગ

જે કે રોલિંગ

નબળા ઇંગ્લિશ પરિવારમાં જન્મેલા રોલિંગ તણાવ, આત્મહત્યાના પ્રશ્નો સામે સતત લડ્યા અને આજે તેઓ વિશ્વની સૌથી લોકપ્રિય શ્રેણી હેરિ પોટરના લોકપ્રિય ઓથર બની ગયા. તેમણે પોતાના આ પુસ્તકમાં જે બાળકને રજુ કર્યો તેમાં તેમણે તેમના જીવનમાં જે લોકો મળ્યા અને જે જાણ્યું તેનો નીચોડ જોવા મળે છે.

ડાયમન્ડ જ્હોન

ડાયમન્ડ જ્હોન

ડાયમન્ડ જ્હોન આજે હિપ હોપ ક્લોથિંગ બ્રાન્ડ ફુબુના સીઇઓ છે, અને એક સારા વ્યવસાયીના ગુણ તેમણે તેમના શાળાના જીવન દરમિયાન શીખી હતી, જ્યારે તેઓ પોપ્યુલર વૂલ હેટ્સને માર્કેટમાં ચાલતા ભાવ કરતા અડધી કિંમતે વેંચતા હતા અને તેના કારણે આજે તે અમેરિકાના મોસ્ટ ઇન્ફ્લુએન્ટિયલ મોટિવેશનલ સ્પીકર્સમાના એક છે.

ક્રિસ ગાર્ડનેર

ક્રિસ ગાર્ડનેર

આ એ વ્યક્તિ છે કે જેના જીવન પરથી હોલિવુડના અભિનેતા વિલ સ્મિથ ઇન્સપાયર છે. પોતાના સાવકા પિતા તરફથી શારીરિક રીતે પરેશાન કરવામાં આવ્યા પછી પણ તેણે તેના સાવકા પિતાનો સાથ છોડ્યો નહોતો અને તે મોટો થયો અને લગ્ન કરીને બાળકના પિતા પણ બન્યા. તેઓ પોતાની માતા જીવનમાં પ્રેરણા લઇને એક સફળ વ્યક્તિ બન્યા. જેના કારણે આજે તેઓ એક સારા સીઇઓ છે. તેઓ તેમની સ્ટોકબ્રોકરેજ ફર્મ, ગ્રાડનેર રીચ એન્ડ કું.ના સીઇઓ છે.

English summary
here is the list of riches and success people.
Story first published: Tuesday, July 2, 2013, 10:21 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more